बचपन સાથે સંકળાયેલા ફિલ્મીગીતો

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

बचपन એટલે બાળપણ, શૈશવ. તેની નિર્દોષતા માટે કોઈ બે મત નથી. પણ બાળપણ વિતતા અને યુવાનીમાં અને ત્યારબાદ ઘડપણમાં તેની મધુર યાદો આવે ત્યારે બોલાઈ જવાય કે કાશ તે દિવસો ફરી પાછા મળી જાય. પણ તે તો આપણા હાથની બહાર છે.

આવી જ કોઈ મનોભાવના ફિલ્મીગીતોમાં પણ વર્ણવાઈ છે જેમાંના થોડા ગીતોની નોંધ લઉં છું.

 

पंछी जा पीछे रहा है बचपन मेरा

સુરૈયાએ નૌશાદ રચિત ડી એન મધોકની આ રચના ફિલ્મ ‘શારદા’ (૧૯૪૨)માં ફિલ્મની નાયિકા મહેતાબ માટે જ્યારે ગાઈ હતી ત્યારે તે પોતે હજૂ કિશોરાવસ્થામાં પ્રવેશ કરી રહ્યાં હતાં.

 

૧૯૪૬ની ફિલ્મ ‘અનમોલ ઘડી’નું આ ગીત જેમાં યુવાનીમાં પણ બાળપણના સાથીની યાદ નથી ભુલાતી અને નૂરજહાં ગાય છે

मेरे बचपन के साथी मुझे भूल न जाना
देखो देखो हँसे न ज़माना हँसे ना ज़माना

તનવીર નકવીના શબ્દો અને નૌશાદનું સંગીત. ગાનાર કલાકાર નૂરજહાં.

 

ત્યાર બાદ ૧૯૫૦મા આવેલી ફિલ્મ ‘ગુલનાર’માં પણ આવા જ પ્રકારના વિચારોવાળું ગીત છે.

बचपन की यादगारों
मै तुम को ढूढती हु

આ ગીત પણ નૂરજહાં પર રચાયું છે અને ગાયું પણ તેણે છે. ગીતના શબ્દો કાતિલ શીફલના અને સંગીત ગુલામ હૈદરનું.

 

પણ બચપણને લગતું અતિ પ્રસિદ્ધ અને આજે પણ કર્ણપ્રિય ગીત છે ૧૯૫૧ની ફિલ્મ ‘દિદાર’નું

ओ बचपन के दिन भुलाना देना
आज हँसे कल रुला ना देना

નરગીસ અને દિલીપકુમારના બચપણની યાદનું આ ગીત તબસ્સુમ અને અન્ય બાળકલાકાર પર છે. નરગીસ માટે લતાજી અને બાળ દિલીપકુમાર માટે શમશાદ બેગમના કંઠે આ ગીત ગવાયું છે. ગીતના શબ્દો શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું.

આજ ગીત ફરી એકવાર પુખ્ત નરગીસ અને દિલીપકુમાર પર રચાયું છે જેમાં સ્વર છે રફીસાહેબનો. ગીતમાં શબ્દો પણ જુદા અપાયા છે જે શકીલ બદાયુનીના જ છે અને સંગીત નૌશાદનું.

 

મોટા થયા પછી પણ બાળપણની પ્રિત ભુલાતી નથી અને કહેવાઈ જાય છે

बचपन की मोहब्बत को दिल से न भुला देना
जब याद मेरी आये मिलने की दुआ करना

૧૯૫૨ની ફિલ્મ ‘બૈજુ બાવરા’ના આ ગીતના શબ્દો શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું. મીનાકુમારી માટે ગાયું છે લતાજીએ.

 

માતૃત્વ પામ્યા પછી શિશુને જોઇને માતાને પોતાનું બાળપણ પાછું આવ્યાની જે લાગણી થાય છે તે લાગણી ૧૯૫૩ની ફિલ્મ ‘માશુકા’માં દર્શાવાઈ છે.

मेरा बचपन, मेरा बचपन, वापस आया
बलैया लूं मै बार-बार

વિડીઓમાં કલાકાર નથી દર્શાવાયા પણ ગાનાર કલાકાર છે સુરૈયા એટલે તેના પર આ ગીત છે તેમ માનું છું. ગીતના શબ્દો શૈલેન્દ્રના અને સંગીત રોશનનું.

 

૧૯૫૯ની ફિલ્મ ‘સુજાતા’નું આ ગીત પણ બાળપણની યાદો નૂતન અને શશીકલાને તાજી કરાવે છે.

बचपन के दिन बचपन के दिन
बचपन के दिन भी क्या दिन थे

મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે સચિન દેવ બર્મને. ગાનાર કલાકાર ગીતા દત્ત અને આશા ભોસલે.

 

યુવાનીમાં પ્રવેશતી સાયરાબાનું પોતાના બચપણને વિદાય આપતા ૧૯૬૧ની ફિલ્મ ‘જંગલી’માં કહે છે

जा जा जा मेरे बचपन कहीं जा के छुप नादान
ये सफ़र है अब मुश्कील आने को है तूफ़ान

શબ્દો હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર છે લતાજીનો.

 

શિશુને આવનાર યુવાની અને જિંદગીની મુશ્કેલીઓ જણાવતું ગીત છે ૧૯૬૩ની ફિલ્મ ‘મુઝે જીને દો’નું

तेरे बचपन को जवानी की दुआ देती हूँ
और दुआ दे के परेशान सी हो जाती हूँ

વહીદા રહેમાન પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના. જયદેવના સંગીતમાં ગાયું છે લતાજીએ.

 

યુવાનીમાં બચપણની મધુર યાદો તો આવે પણ સાથે પિતાની અને તેની સાથે વિતાવેલો સમય પણ યાદ આવે ત્યારે જે ગીત બને તે ૧૯૬૮ની ફિલ્મ ‘આશીર્વાદ’માં દેખાડાયું છે.

एक था बचपन एक था बचपन
छोटा सा नन्हा सा बचपन
बचपन के एक बाबूजी थे
अच्छे सच्चे बाबूजी थे

સુમિતા સન્યાલ પર રચાયેલ આ ગીતના ગાનાર છે લતાજી. શબ્દો ગુલઝારના અને સંગીત વસંત દેસાઈનું.

 

નિર્દોષ બાળકોની રમત પણ નિર્દોષ હોવાની પણ સાથે સાથે તોફાન મસ્તી તો હોવાના. આવી એક ટોળકી જે ધૂમ મચાવે છે તે ૨૦૦૧ની ફિલ્મ ‘એહસાસ’માં દર્શાવાયું છે.

यह दिन बचपन के धूम मचाने
सब को सताने के शोर मचाने के

કોઈ મુખ્ય કલાકાર નથી પણ બાળકોની ટોળી છે જેના પર આ ગીત રચાયું છે. ગીતના શબ્દો પ્રતિક જોસેફના, સંગીત પ્રાજ્વલ આનંદનું અને ગાયું છે આદિત્ય નારાયણે.

 

આશા છે ગીતો માણતાં માણતાં રસિકજનને પણ પોતાના બાળપણની યાદ તાજી થશે. તેમ થાય તો આનંદ.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

7 comments for “बचपन સાથે સંકળાયેલા ફિલ્મીગીતો

 1. July 14, 2018 at 7:39 am

  બચપણ યાદ કરવું, એને લેખીત કે કાવ્ય, ગીત, ભજન બનાવી યાદ કરવું, ઘોડા ઉપર બેસી તબડક તબડક અવાજ અને બચપણ થી પાછલી જીંદગી સુધી ગાવું, પોસ્ટ મુકી

  ખરેખર….

  … ગીતો માણતાં માણતાં રસિકજનને પણ પોતાના બાળપણની યાદ તાજી થશે. તેમ થાય તો આનંદ….. આનંદ થયેલ છે.

 2. Niranjan Mehta
  July 14, 2018 at 9:04 am

  આભાર. આપને આનંદ થયો તેનો મને પણ આનંદ.

 3. Samir
  July 14, 2018 at 11:51 am

  સુંદર લેખ અને સુંદર ગીતો.
  દિદાર ના ગીત માં. બીજૉ બાળ કલાકાર પરિક્ષિત સહાની છે.

  • Niranjan Mehta
   July 16, 2018 at 1:43 pm

   લેખ ગમ્યો તે બદલ અને બાળકલાકારની માહિતી બદલ આભાર.

 4. Yogesh Nanavati
  July 15, 2018 at 4:49 pm

  Very nice selection. There is another beautiful song on childhood viz. वो कागज़ की कश्ती वो बारिश का पानी …… which brings fond memories of those innocent days of one’s life.

  https://www.youtube.com/watch?v=zqDTZJYf5bM

 5. Gajanan Raval
  July 15, 2018 at 6:00 pm

  Really these songs would make anyone engrossed in his childhood days..!! Thank YOU Niranjanbhai…

  • Niranjan Mehta
   July 16, 2018 at 1:44 pm

   આભાર, ગજાનનભાઈ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *