"સેમસનની ડેલીલાહ"

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

કોઈ પણ છોકરી ચિત્તાકર્ષક દેખાઈ શકે છે, તેણે બસ ઊભા થઈને થોડાં મુર્ખાં દેખાવાનું છે.- હેડી લામાર્ર / “Any girl can look glamorous. All she  has to do is stand still and look stupid.” – Hedy Lamarr

1950 ના દાયકામાં  ભાવનગર માં જુના બંદરના રસ્તે આવેલા દીપક ટોકીઝમાં એક ફિલ્મ જોયેલી “સેમસન એન્ડ ડેલીલાહ “; હોલીવુડના પેરેમાઉન્ટ પિકચર્સ દ્વારા બનેલી આ ફિલ્મ બાઇબલમાં આવતી એક વાર્તા પર આધારિત હતી, નિર્માતા અને દિર્ગ્દર્શક હતા તે સમયના મહાન ફિલ્મ સર્જક સેસીલ દઃ મીલ.

કલાકારોમાં સેમસનની ભૂમિકામાં વિકટર મેચ્યુર અને ડેલીલાહ તરીકે ખુબસૂરત હેડી લામાર..અમારા ગનિદાદા કહેતા કે એક નબળા સિંહ ને લીધે રોમ કેમ બરબાદ થયું તેની વાર્તા.

એ ફિલ્મનું એક ટ્રેલર જોઈએ:

હવે આ ફિલ્મની વાત છોડીએ અને ડેલીલાહ તરીકે રૂપકડી હેડી લામારની વાત કરીએ।

9 નવેમ્બર 1914 ના દિવસે ઓસ્ટ્રીયામાં વિયેના પાસેનાં નાના ગામડામાં – જન્મ વખતે નામ હતું હેડવીગ ઈવા મારિયા કેઇસલર, માં અને બાપ યહૂદી, પિતાજી વિએનાની બેન્કમાં નોકરી કરે અને તેની હંગેરીયન માતા પિયાનો વગાડવામાં પ્રવીણ.

પિતાજીને શોખ ઘડિયાળો, રેડીઓ, વાજિત્રો અને યંત્રો વગેરે રીપેર કરવાનો અને HAM રેડીઓ પર વાતો કરવાનો, દીકરીને સાથે લઇ ને બજારમાં જાય ત્યારે આવા રેડીઓ, યંત્રો, ઘડિયાળો વેચતા વેપારીને ત્યાં જાય, કૈંક નવું લેતા આવે અને દીકરી સાથે બેસી આવાં ન ચાલતા યંત્રો ને ખોલી રીપેર કરે. દીકરીને તેની મૂળભૂત રચના અને કેમ સારું ચાલી શકે તે સમજાવે।

આઠ દસ વર્ષની હેડીમાં નવું જાણવાની, શીખવાનીની જિજ્ઞાસા નાનપણ થી જાગી અને જે જિંદગી ભર તેની સાથે સંક્ળાયેલી રહી.

હેડી નો ચહેરો એટલો ખુસુરત હતો કે વોલ્ટ ડિઝનીએ “સ્નો વ્હાઇટ” ની એનિમેટેડ ફિલ્મમાં બચપણના એક ફોટોગ્રાફ પરથી ડ્રોઈંગ બનાવી ફિલ્માં તેનો ઉપયોગ કર્યો હતો, અને હેડીની યુવાનીના ફોટાઓ ઉપરથી કોમિક સીરીઝ “કેટ વુમન” બનાવાઈ હતી.

પંદર સોળ વર્ષની પાતળી અને ઊંચી હેડી ભણવામાં પણ હોશિયાર, સ્કુલમાં નાટકો અને નૃત્યોમાં ભાગ લેતી, તેના ખ્યાલ આવવા લાગ્યો કે પોતાનો ખુબસુરત વ્યક્તિત્વ બીજાને આકર્ષે છે, એક ઝેક ફિલ્મ નિર્દેશકની નજરમાં આવી અને સત્તર વર્ષ ની ઉંમરે તેની પહેલી ફિલ્મ આવી, “Ectasy”. એ હતી એક પુખ્તવયનાઓ માટેની ફિલ્મ. “નવચેતન” માસિકના શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશીના શબ્દોમાં કહીએ તો લપસણી ભૂમિકાથી પોતાની ફિલ્મ કારકિર્દી ની શરૂઆત કરેલી।

અહીં તેનું ટ્રેલર પ્રસ્તુત છે:

આ ફિલ્મ પ્રદર્શિત થતાની સાથેજ સમાચાર પત્રો અને રેડીઓ દ્વારા જબરો ઊહાપો શરુ થયો, કારણ હતું સિનેમામાં પહેલી વખત માનવ શરીરની નગ્નતા પડદા પર દેખાડવામાં આવી. ફિલ્મ બિભસ્ત છે એવા પ્રચાર સાથે બહિષ્કાર કરવામાં આવ્યો, પણ યુરોપ નાં જે જે શહેરોમાં પ્રદર્શિત થઇ ત્યાં પ્રેક્ષકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો। આને લીધે આ ફિલ્મ અને હેડી લામાર ને બહોળી પ્રસિદ્ધિ મળી.

આ ફિલ્મ પ્રદર્શિત થતા ની સાથે જ સમાચાર પત્રો અને રેડીઓ દ્વારા જબરો ઊહાપો શરુ થયો, ફિલ્મ બિભસ્ત છે એવા પ્રચાર સાથે બહિષ્કાર કરવામાં આવ્યો, આને લીધે આ ફિલ્મ અને હેડી લામાર ને બહોળી પ્રસિદ્ધિ મળી.

તે સમયમાં જર્મનીમાં ખાસ કરીને બર્લિન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અગ્રૅસર હતું. હેડી ને ત્યાંના નિર્માતાઓ તરફથી આમંત્રણ મળતાંની સાથે જ તે બર્લિન રવાના થઇ. અહીં ફિલ્મોમાં ભૂમિકા કરવા સાથે હાઈ સોસાયટીમાં આકર્ષણ નું કેન્દ્ર બની. સ્થિરતા ઝંખતી હેડીએ જર્મનીની માતબર શસ્ત્ર-સરંજામ બનાવતી કંપનીના માલિક તેનાથી બાર વરસ મોટા માલેતુજાર ફ્રાઇડરીક મંડી સાથે લગ્ન કર્યાં અને તે સાથેજ જીંદગી બદલાઈ ગયી. આલીશાન મહેલ, નોકર ચાકર, મોંઘા આભૂષણો રિસોર્ટ અને પંચતારક હોટલ, અને તેની વચ્ચે પેલો હેમ રેડિયો !!!  સમય મળે તો તેનો વર જે શસ્ત્રો વેચાતો તે કેમ ચાલેછે તેનો અભ્યાસ કરતી.  ઓસ્ટ્રિયામાં રહેતા મા બાપ સાથે, એ રેડીઓ દ્વારા સંપર્ક કરતાં તેને ખ્યાલ આવ્યો કે આ રેડીઓ સિગ્નલો દ્વારા થતો સંપર્ક કોઈ બીજું આંતરી ને વાતચીત સાંભળી શકે છે, તેણે પોતાની આવડત, તીવ્ર બુદ્ધિ અને પિતાએ આપેલા શિક્ષણનો ઉપયોગ કરી રેડીઓ ફ્રીક્વન્સી બદલાવી,  તેમની વાતચીત ચાલુ રહી.

એ ત્રીસીના દાયકામાં યુરોપનો ઇતિહાસ બદલાઈ રહ્યો હતો,  જર્મની મંદી, બેકારી અને આર્થિક સંકડામણ અને તેબધાને લીધે રાજકીય રીતે અસ્થિર હતું,, આ બધા માટે યહૂદી વેપારીઓ, બેન્કરો અને નાણાંની ધીરધાર કરતી પેઢીઓ ને જવાબદાર ગણવામાં આવી, આ બધોજ વહેવાર યહૂદીઓ ના હાથમાં હતો. નાઝીઓનું જોર વધતું જતું હતું,

ફ્રાઇડરીક મંડીનો ઘરેબો હિટલર અને મુસોલિની સાથે હતો, ધીરે ધીરે જર્મન સૈનિકોના યહૂદીઓ ઉપરના અત્યાચારો વધ્યા, હેડીનાં મા-બાપ લાપતા હતા, હેડી સાવચેત થઇ ગઈ, તે હવે જર્મની અને હિટલર તો શું પણ પોતાના પતિને પણ ધિક્કારવા લાગી હતી. એક દિવસ પોતાના થોડાં કપડાં અને ઝવેરાતના ડબ્બા સાથે ભાગી છૂટી, બર્લિનથી લંડન જતી ટ્રેન પકડી, તે સાલ હતી ૧૯૩૬ અને હેડીની ઉમર હતી ૨૨ વર્ષની.

બ્રિટિશ સ્ટુડીઓમાં કામ તરત જ મળી ગયું પણ એ રૂપકડી યુવાન હેડવીગ ઈવા મારિયા કેઇસલરના મનમાં વિચારો અને તેની પ્રમાણેની યોજના કૈક જુદી હતી.

અહીં તે એક એવી વ્યક્તિ ને મળવાની હતી કે જેણે તેની જીંદગી સદા ને માટે બદલી નાખી!!!

1937: MGM (Metro Goldwin Mayer) હોલીવુડ ના એક માતબર સ્ટુડીઓનાં સ્થાપક અને ભાગીદાર લુઇ મૅયર લંડનની મુલકાતે હતા. મુખ્ય કામ હતું યુરોપના દેશો માંથી નાઝીઓનાં આક્રમણથી ત્રાસીને હિજરત કરી જનાર કલાકારોને પોતાના MGM માં નોકરીએ રાખવાનું.  હેડવીગ ઈવા મારિયા કેઇસલર જયારે તેને મળવા ગઈ ત્યારે લુઇ મૅયરપાસે સમય ન હતો, તેજ દિવસે તેઓ અમેરિકા પરત સાંજની સ્ટીમરમાં જવાના હતા અને તેમના હોટેલના રૂમ ની બહાર મળવા આવનારની લાઈન લાંબી હતી. હેડી દોડી એ સ્ટીમર કંપનીના એજન્ટ પાસે અને જે સ્ટીમરમાં મેયર જવાના છે તેમાંજ પોતાનું બુકીંગ કરાવ્યું. સાંજે તે દરિયાઈ સહેલગાહ શરૂ થતા પહેલાં ખાતરી કરી કે મેયર આ જ સ્ટીમરમાં છે. સાંજે વાળુ સમયે મેયર સાથે મુલાકાત થઇ, કોન્ટ્રાક્ટ થયો, મેયરે તેને નામ બદલાવવા સૂચન કર્યું।

અગિયાર દિવસની મુસાફરીને અંતે જયારે અમેરિકાના ન્યુયોર્કના હડસન નદીને અડીને આવેલ બંદરે ઉતારી ત્યારે એ ભાગેડુ હેડવીગ ઈવા મારિયા કેઇસલરનું નવું નામ હતું, “હેડી લામાર્ર”.

1938: હેડી લામારની પહેલી હોલીવુડ માં બનેલી ફિલ્મ આવી “અલ્જિઅર્સ” જેમાં તેની સાથે તે સમય ના પ્રખ્યાત એક્ટર ચાર્લ્સ બૉયર મુખ્ય ભૂમિકા માં હતા.  “અલ્જિઅર્સ” રજુ થતાની સાથે જ હોલોવુડના અન્ય દિર્ગ્દર્શકો અને સ્ટુડિયોમાં તેને ફિલ્મમાં લેવાની હોડ શરુ થઇ. કમાણી માટે MGM ને જોરદાર તક મળી, હેડીનો પગાર બમણો કરી આપ્યો અને અને નફામાં ભાગીદારીનો થોડો ભાગ પણ આપ્યો.

એ સમય ના મહાન દિર્ગદર્શક સેસિલ દ મિલ અને પેરેમાઉન્ટ સ્ટુડિયોની ભાગીદારીમાં કરોડો ડોલરનાં બજેટવાળી ફિલ્મ, ” સેમસન એન્ડ ડેલીલાહ” જેમાં હેડી લામાર્ર ડેલીલાહની ભૂમિકામાં હતી. આ ફિલ્મને જબરી સફળતા મળી.

હોલીવુડ દ્વારા USA માં સ્થાયી થવાની પુરી તક હેડીએ બરાબર ઝડપી હતી.

હેડી જેટલી દેખાવમાં સુંદર હતી તેટલીજ બુધ્ધિશાળી। તેણે એક ઇન્ટરયુમાં કહેલું:

કોઈ પણ છોકરી ચિત્તાકર્ષક દેખાઈ શકે છે, તેણે બસ ઊભા થઈને થોડાં મુર્ખાં દેખાવાનું છે. / “Any girl can be glamorous, All you have to do is stand still and look stupid”     

આ હેડી લામારે લગભગ પાંત્રીસેક ફિલ્મોમાં ભૂમિકાઓ કરી. તેમાં કોઈ કલાસિક કે નોંધપાત્ર ફિલ્મો નથી. સિનેમાં કરતાં તેની નિજી જીંદગી વધુ રસપ્રદ છે. નાઝીઓના આક્રમણથી તેનું જન્મસ્થળ, મહોલ્લો કે ઘરનું નામોનિશાન રહ્યું નહીં, હોલીવુડની મોહક અને ઝાકઝમાળ વચ્ચે તેને એકલતા સાલતી હતી. બીજું વિશ્વયુદ્ધ પૂર જોશમાં હતું, ચારે તરફનરસંહાર અને ગામોના ગામોનો વિનાશ નજરે પડતો રહેતો હતો. તેને લાગતું હતું કે પોતે આની શરૂઆત બહુ નજદીકથી જોઈ છે, પરંતુ તે કઈ કરી શકે તેમ નથી, થોડો દમ ઘૂંટાતો હતો.

બ્રેવરલી હિલ્સની હોટેલની એક સાંજ, ફિલ્મની સફળતા માટે ગ્રાન્ડ પાર્ટી, તે સમયની ફિલ્મો સાથે સંકળાયેલી મોટી ટોપીઓ બધી હાજર હતી, બધા હેડીને મળવા ઉત્સુક. સંગીત અને શરાબની મહેફિલ, આ બધાની વચ્ચે હેડીનું ધ્યાન પિયાનો વાગતી એક બંદિશ તફર ગયું, પેલાં પોતાને ઘરે ઓસ્ટ્રિયાના ગામડામાં તેની મા પિયાનો પર આવી જ ધૂન બજાવતી હતી, અને તે એ પિયાનો વાદકને મળી. જેનું નામ હતું જ્યોર્જ એન્થેલ. એક આલા દર્જ઼ાનો સંગીતકાર, લેખક અને અન્વેષક – ખાસ કરીને વાયરલેસ અને રેડીઓ ફ્રીક્વન્સી ટેક્નોલોજીમાં….હેડીના જીવનમાં આવ્યો એક નવો વળાંક,

વિશ્વયુદ્ધ વખતે ટેન્ક જેવો ભારે શસ્ત્ર સરંજામ, સૈનીકો વગેરે ની હેરફેર માટે આગબોટ અને તેને તોડવા માટે સબમરિન નો ઉપીયોગ થતો, જર્મન નેવી પાસે ટોરપીડો છોડવાની આધુનિક શશક્ત સબમરીનો હતી. જેને પાણી નીચે શોધવી મુશ્કેલ હતી. એલાઇડ આર્મી પાસે સબમરિન શોધવા ના યંત્રો સુધારવાની સલાહ અને ટેક્નોલોજી હેડી લામારે આપી. Frequency Hopping વૈજ્ઞાનિક રીતે અખત્યાર કેમ કરવું તે હેડી નાનપણથી તેના બાપુજી પાસેથી શીખલી, જે અત્યંત નાનાપાયે હતું. પણ એ જ સિદ્ધાંત ઉપર આગળ કાર્ય કરવામાટે તેને જ્યોર્જ એન્થેલ જેવા સન્નિષ્ઠ મિત્રનો સાથ મળ્યો અને બંનેએ ભેગા થઈ પિયાનોમાં તેની કી દ્વારા નીકળતા સુર, ઊંચો- મધ્ય -અને ખરજનો ઉપીયોગ  Radio Frequency Hopping માં અખત્યાર કર્યો, રેડીઓ સિગ્નલ પર ચાલતા ટોર્પિડોને કેમ ધ્વસ્થ કરી શકાય અને તેની સાથો સાથ એક આધુનિક Secret Communication System અખત્યાર કરી.

U.S. Government તરફથી આ શોધ બદલ તે બંનેને એક Patent Certificate એનાયત થયું, જેના આધાર પર અત્યારે આપણે Wi-Fi પર આધારિત ઘણા બધા સાધનોનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ.

1941 માં મળેલા આ પેટેન્ટની અવધિ છ વર્ષ ની હતી, 1962 માં ક્યુબા અને અને રશિયા સામે તેના મિસાઈલ્સ ને અંતરવા માટે અમેરિકન નેવીએ આ જ ટેક્નોલોજી નો ઉપયોગ કરેલો. જયારે આ ટેક્નોલોજી પર કાર્યરત હતી ત્યારે લડાઈ દરમિયાન સંદેશ વ્યવહાર અને શસ્ત્રોના આધુનિકરણ પર કામ કરતી ટેક્નિકેલ કાઉન્સીલ માં જોડાવા માટે અમેરિકન સરકાર તરફથી આમંત્રણ મળતાની સાથેજ તે હોલીવુડ છોડી વોશિંગટન રહેવા ગઈ. અહીં તેની મુલાકાત TWA Airlines ના મલિક હાવર્ડ હ્યુજીસ સાથે થઇ. TWA ના ઇજનેરો સાથે કાર્ય કરી એરોપ્લેનની સંદેશા વ્યવહારને વિકસાવ્યો।

Spread Spectrum technology જે અત્યારે આપણે બહોળા ઉપયોગ માં WiFi, Bluetooth, GPS, TAG, RFID based Tracking Systems વગેરે નો બહોળો ઉપયોગ કરીએ છીએ તે આ હેડી લામારે સાધ્ય અને અખત્યાર કરેલી પદ્ધતિ પર આધારિત છે. એ હિસાબે જોઈએ તો હેડી લામાર્ર માઇક્રોસોફ્ટના બિલ ગેટ અને એપલ વાળા સ્ટીવ જોબ્ઝની દાદી ગણાય.

હેડી લામાર નું જીવન નિષ્ફળતાઓ આપત્તિઓથી ભરપૂર હતું, જેને અંગ્રેજીમાં Disastrous કહે છે, છ નિષ્ફળ લગ્નો, ચાર નિષ્ફ્ળ પ્લાસ્ટિક સર્જરી, કૌટુંબિક જીવન અસ્તવ્યસ્ત, શરીર ઉપર ઉંમર ની અસર વગેરે, પણ પોતનામાં આત્મ શ્રઘ્ધા અને નિર્ણય શક્તિ ગજબની.એટલી વિચારશીલ અને સજાગ કે પોતાના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવતે સમયે તેણે સર્જન સાથે ચર્ચાઓ કરી કાનની પાછળથી કેમ કટ લઇ અને સ્કાર ન દેખાઈ તે રીતે સર્જરી કરી શકાય તેવી રીતે સર્જરી કરાવી. આજે આટલા વર્ષે પણ આવી સર્જરીમાં તે “Hedy Cut” બહુ જાણીતો છે.

તેનામાં ગજબનાક આત્મશ્રઘ્ધા અને નિર્ણયશક્તિ હતાં, જે હેડીનાં લખેલાં કે મુલાકાતમાં કહેલાં અવતરણો વાંચવાથી ખ્યાલ આવશે:

 • મને કહેવામાં જરા પણ શરમ નથી કે હું જેમના સંપર્કમાં આવી તે પુરૂશ મારા પિતાની ઉઅમરનો નહોતો. મને બીજા કોઈ પુરૂષ માટે એટલો પ્રેમ પણ નથી થયો / “I am not ashamed to say that no man I ever met was my father’s equal, and I never loved any other man as much.
 • વિશ્લેષણને કારણે મને લાગણીઓની ખૂબ સ્વતંત્રતા અને ગજબનાક આત્મવિશ્વાસ મળયાં છે. મને અનુભવાતું કે મારો કઠપુતળી તરીકેનો સમય ખતમ થઈ ચૂક્યો”Analysis gave me great freedom of emotions and fantastic confidence. I felt I had served my time as a puppet.”
 • હું એટલી બધી ડાહી નથી. મેં તંદુરસ્તીની બહુ પરવા નથી કરી. પ્રેમમેં , બહુ વધારે અને બહુ ઘણી વખત, માઈ લીધો છે. પૈસા જ્યારે મારી પાસે નહોતા ત્યારે જ મને તેની ખરી કિંમત સમજાઈ છે.”I have not been that wise. Health I have taken for granted. Love I have demanded, perhaps too much and too often. As for money, I have only realized its true worth when I didn’t have it.”
 • હોલીવૂડમાં સામાન્યતઃ સફળતાની સીડીનાં પગથિયાં પ્રેસ એજન્ટ, કલાકાર, નિર્દેશક, નિર્માતા, મુખ્ય કલાકાર છે. અને જો તમે એ જ ક્રમમાં દરેકની પથારી સેવો તો તમારો સીતારો ચમકી ઊઠે. લાગશે બહુ તોછડું, પણ એટલું જ સાચું છે. .”The ladder of success in Hollywood is usually a press agent, actor, director, producer, leading man; and you are a star if you sleep with each of them in that order. Crude, but true.”
 • દરેક સર્જનાત્મક વ્યક્તિને અનઅપેક્ષિત કરી બતાવવું હોય છે.”All creative people want to do the unexpected.”

જેને રૂપ અને બુદ્ધિ ભગવાને ભારોભાર આપેલા તે 2000ની સાલમાં 86 વરસની ઉંમરે ફ્લોરિડામાં એકલી પોતાનાં અત્યંત સામાન્ય ગણાય તેવા ઘરમાં મરણ પામી. હેડી એ જો Spread Spectrum technology ની શોધ પોતાના નામે Registered કરાવી હોત તો ……….

હેડીના જીવન ઉપર બનેલી એક દસ્તાવેજી ફિલ્મ: “The Bombshell”

નોંધ ; આ ફિલ્મ કદાચ અમુક કિંમત ચુકવવાથી જોવા મળે.

એક અન્ય દસ્તાવેજી ફિલ્મની ક્લિપ પણ અહીં જોઈ શકાશે.:

“Extraordinary Women “Hedy Lamarr” (2011)”

સાલ 2000, US Science & Technology Forum દ્વારા હેડીનું બહુમાન કરવામાં આવ્યું, નાદુરસ્ત તબિયતને લીધે તે હાજર ન રહી શકી પણ તેના દીકરાએ મોબાઈલ ફોન પર એ સભામાં હેડીનો સંદેશો સંભળાવ્યો, હા Wi-Fi Spectrum Technology નો ઉપયોગના શ્રી ગણેશ થઇ ચૂક્યાં હતાં જેની તે શંશોધક હતી.

હેડી લામાર્ર્ની કેટલીક અન્ય રત્નકણિકાઓ

ફિલ્મોની ચોક્કસ સમયમાં એક ચોક્કસ જગ્યા છે , જ્યારે ટેક્નોલોજિ હરહંમેશ છે. ǁ Films have a certain place in a certain time period. Technology is forever.
લોકો અતાર્કિક,વિવેકશૂન્ય અને સ્વકેન્દ્રી છે. તેમ છતાં તેમને પ્રેમ કરો. ǁ People are illogical, unreasonable, and self-centered. Love them anyway.

તમે કંઈક સારૂં કરશો તો લોકો તમારા પર પ્રછન્ન સ્વાર્થના અક્ષેપ કરશે. તેમ છતાં સારાં કામ કરો ǁ If you do good, people will accuse you of selfish ulterior motives. Do good anyway.

તમે સફળ થશો તો તમને ફટકીય અમિત્રો અને સાચુકલા શત્રુઓ મળશે. તેમ છતાં સફળ થાઓ. ǁ If you are successful, you will win false friends and true enemies. Succeed anyway.

આજે કરેલું સારૂં કામ કાલે ભુલાઈ જશે. તેમ છતાં સારાં કામ કરો. ǁ The good you do today will be forgotten tomorrow. Do good anyway.
પ્રમાણિકતા અને નિખાલસતા તમને આલોચનીય બનાવી શકે છે. તેમ છતાં પ્રમાણિક અને નિખાલસ બનો ǁ Honesty and frankness make you vulnerable. Be honest and frank anyway.

મોટામાં મોટા આઈડીયા સાથેની મોટામાં મોટી વ્યક્તિને ઓછામાં ઓછી વિચારશક્તિ ધરાવતી નાનામાં નાની વ્યક્તિ ઢાળી દઈ શકે છે. તેમ છતાં મોટું જ વિચારો.ǁ The biggest men and women with the biggest ideas can be shot down by the smallest men and women with the smallest minds. Think big anyway.

લોકો તરફેણ કરે છે નબળાં અને લાચારની પણ આનુસરે તો સબળ અને સફળ વ્યક્તિને. તેમ છતાં નબળાં લોકો માટે લડો.ǁ People favor underdogs but follow only top dogs. Fight for a few underdogs anyway.

જે વસ્તુને ઘડતાં વર્ષો લાગે તે એક ક્ષણમાં નાશ પામી શકે છે. તેમ છતાં સર્જન કરો. ǁ What you spend years building may be destroyed overnight. Build anyway.

જેમને તમારી મદદની જરૂર છે તેમને મદદ કરવા જશો તો તેઓ સામો હુમલો કરતાં આવશે. તેમ છતાં લોકોને મદદ કરો. ǁ People really need help but may attack you if you do help them. Help people anyway.

દુનિયાને તમારૂં શ્રેષ્ઠ આપો અને તમને જવાબમાં જડબામાં એક લાત મળશે. તેમ છતાં દુનિયાને તો તમારૂં શ્રેષ્ઠ જ આપો. ǁ Give the world the best you have and you’ll get kicked in the teeth. Give the world the best you have anyway.”
શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

5 comments for “"સેમસનની ડેલીલાહ"

 1. ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)
  July 7, 2018 at 2:44 am

  પ્રસિદ્ધિની ખેવના વીના સૌંદર્ય પાછળ છુપાએલી બુધ્ધિપ્રતિભા

 2. NAVIN BANKER
  July 7, 2018 at 5:55 am

  મારે માટે આ સાવ અજાણી વાત હતી. મેં, મારા બાળપણમાં એકે ય અંગ્રેજી ફિલ્મ જોઇ ન હતી.મારા માટે તો આ નામો પણ અજાણ્યા હતા. મને આ બધું જાણીને નવી દુનિયા જોવા મળી. અદભુત !
  નવીન બેન્કર

 3. July 7, 2018 at 7:59 am

  લપસણી જમીન… સુરા અને સુંદરી…

  ઈતીહાસમાં પૃથ્વી રાજ ચૌહાણ અને ચંદ બારોટની ભાટાઈ મને ખબર છે. નબળો કે ગમે એવો બળવાન સીંહ શીયાળ બની જાય. ચૌહાણની યુવાનીમાં ઘણીં પત્નીઓ હતી જયચંદને આ ખબર હતી એટલે પુત્રીના લગ્ન પહેલાં ચૌહાણને બોલાવેલ નહીં. ચૌહાણે અપહરણ કરી જયચંદની પુત્રી અને પીત્રાઈ બહેન સાથે લગ્ન કરેલ. જયચંદ નો જીવ ઉકળી ઉઠ્યો. મુહમ્મદ ગોરીએ ચૌહાણની કતલ કરી એના પછી દસ બાર વરસ સુધી જીવતો હતો.

  ચંદ બારોટ કે એના વારસદરોએ રામાયણ અને મહાભારતની જેમ ભાટાઈ રચી નાખી અને ચાર બાંસ ચોબીસ ગજ, વગેરે દુહો રચી નાખ્યો.

  ઉપરની પોસ્ટ થોડીક વાંચી પણ લાબી હતી. મુંબઈમાં ઝડપથી દોડતી લોકલ ટ્રેનમાં ઉંઘ કે જોકા આવે એટલે આવી પોસ્ટ વાંચી લંઉ.

  ઉપર જુઓ એક કોમેંન્ટ માં લખેલ છે મારા માટે આ નવી વાત હતી. હું એમા સુર પુરાવું છું. http://www.vkvora.in

 4. July 8, 2018 at 8:39 am

  નાનપણમાં ભાવનગરના તમારા ઘરેથી જ આપણે બધા સાથે આ ફિલ્મ જોવા ગયા હતા .
  દિકરીના જીવન અને માનસ પર એના પિતાની કેટલી બધી અસર હોઈ શકે એનું હેડી આદર્શ ઉદાહરણ છે .
  ભાઈ , આપણે બેય એ હેડીના આભારી છીએ કે સતત સંપર્કમાં રહી શકીએ છીએ .
  આવો મસ્ત પ્રસાદ પીરસતા રહેજો .
  તમને અને ચારૂબેનને પ્રણામ .

 5. મનહર શુક્લ
  July 10, 2020 at 1:11 am

  અમારા બાળપણમાં આ ફિલ્મ અમને બતાવાઈ હતી. આજે પણ તેનાં કેટલાક દ્રશ્યો યાદ છે. વિક્ટર મેચ્યોર અને હેડી લમાર નામો હજુ યાદ છે. તેની આંખો ફોડી નાખી છે એ સીન થી બહુ વ્યથા થયેલી. આની પરથી પ્રેમનાથ ની ભૂમિકા લઈને ઔરત નામે ફિલ્મ આવેલી. શંકર જય કિશન નું સંગીત હોવા છતાં ફિલ્મ ફ્લોપ નીવડેલી. નિર્માતાને નુકસાન થયું પણ પ્રેમનાથને ફાયદો થયો. તેને બીના રાય જેવી ખૂબસૂરત પત્ની મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *