





ઉત્પલ વૈશ્નવ
આપણા દરેકમાં જીવનને પ્રેરક રૂપે જીવવવાની કોઈને કોઈ ખૂબી રહેલ છે.
ક્યારેક આપણા ભૂતકાળના અનુભવો આપણને નાના અને બિનમહત્ત્વના બનાવી નાખે છે.પરંતુ એટલું ન ભૂલીએ કે, નાનાં દેખાતાં પાણીનાં ટીપે ટીપામાં નદી બનવાની ક્ષમતા છે.
નાનાં પગલાંથી શરૂઆત કરીએ.બીજાં શું વિચારશે કે કહેશે તેની પરવા ન કરીએ.
આપણે શું બનવું છે એ વિચારવાનું છે.
આપણી કેડી આપણે જ કંડારીએ.
પહેલાં લોકો હસશે, પછી કુથલી કરશે, અને પછી આપણને અનુસરશે.
ક્યારે પણ અધુરૂં ન મૂકી દઈએ. લાગ્યાં રહીએ. આપણો મત દર્શાવીએ. જીવનની રમતનો દાવ ખુશી ખુશી રમીએ.
આપણામાં વિશ્વાસ રાખવા, અને આપણે કંઈક કરીએ, એ માટે કોઈ આમંત્રણ આપવા નહીં આવે.
શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me
સરસ ચિંતન – બાળકોને પીરસ્યું ….
http://e-vidyalay.blogspot.com/2018/07/blog-post_59.html
… કોઈ આમંત્રણ આપવા નહીં આવે….
પોસ્ટમાં છેલ્લે ઉપર મુજબ લખેલ છે. આ વેબગુર્જરી ઉપર મુલાકાતીઓ ઘણાં આવે છે. કોમેંન્ટ ઓછી આવે છે. ગુજરાતી લખવાની પ્રેકટીશ નહીં હોય? લખવા માટે વીચાર નહીં આવતા હોય?
જો કે પોસ્ટ લખનારા બીજાની પોસ્ટ ઉપર ક્યાં કોમેન્ટ મુકે છે?