૧૦૦ શબ્દોની વાત : માઠું કે મીઠું?

Facebooktwitterredditpinterestlinkedinmail

તન્મય વોરા

નીક વૂયૂસિક ઝીદાદીલ ઈન્સાન છે.

જન્મથી જ તેમને હાથ કે પગ ન હતાં! એક હતાશ બાળક તરીકે શરૂઆતનો થોડો સંધર્ષ તેમને આત્મહત્યા સુધી દોરી ગયેલ. પરંતુ,તેમના જેવી જ પંગુતાથી પીડાતા એક વ્યક્તિની લડત વિષેના, તેમની માતાએ વંચાવેલા પ્રેરણાદાયી લેખે, તેમનું જીવન બદલી નાખ્યું.

એ જ્ઞાને તેમના પર ઊંડી અસર કરી. જીવન તરફનો તેમનો દ્રષ્ટિકોણ જ બદલી ગયો, શારીરીક અક્ષમતા પર પ્રભુત્વ મેળવી,આજે તેઓ કોઇ પણ સામાન્ય વ્યક્તિની જેમ જ જીવે છે. આજે તે સફળ સ્વયંસેવી-સંસ્થા ચલાવે છે અને સમગ્ર દુનિયામાં જીવનના પડકારો ઝીલવાનો સંદેશ ફેલાવે છે.

તેમનો સવાલ છે,જિંદગીના પડકારો તમને માઠા કે મીઠા બનાવી શકે છે.તમે શું પસાંદ કરશો?”


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

2 comments for “૧૦૦ શબ્દોની વાત : માઠું કે મીઠું?

  1. July 6, 2018 at 8:51 pm

    મારા હીસાબે લીંન્ક નીચે મુજબ છે.

    http://www.nickvujicic.com/

    https://en.wikipedia.org/wiki/Nick_Vujicic

  2. July 7, 2018 at 8:19 am

    નેટ કે વેબ ઉપર તન્મય ભાઈની ઘણીં પોસ્ટ વાંચેલ છે. સમ્પર્ક સુત્રમાં એમની વેબ સાઈટ આપેલ છે જે અંગ્રેજીમાં છે. એવી કોઈક ગુજરાતીમાં જરુર હશે. બીજાની લાંબી પોસ્ટ જોઈ અહીં કોમેન્ટ મુકેલ છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *