





સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ
મુખડાના શબ્દો મહદ અંશે સરખા હોય પણ બાકીની આખી રચના જૂદી જ ફિલ્મમાં પ્રયોજવામાં આવી હોય એવાં અલગ અલગ વર્ઝનનાં હિંદી ફિલ્મ ગીતો આપણે આ શૃંખલામાં સાંભળી રહ્યાં છીએ. આજે એક વધારે મણકાને ન્યાય આપીશું.
વર્ષ ૧૯૪૭ની હિંદી ફિલ્મનાં ગીતોને ચર્ચાની એરણે સાંભળવાની સમાંતરે ચાલી રહેલી શૃંખલામાં શમશાદ બેગમે ગાયેલાં સૉલો ગીતોને શોધતાં ‘પહેલા પ્યાર’નું (સંગીતકાર: પ્રેમનાથ; ગીતકાર: બાલમ) નઝરીયોંસે દિલ ભર દુંગ, છૂને ન દુંગી શરીર એવા મુખડાના બોલ સાથેનું ગીત નજરે ચડ્યું. યુટ્યુબ કે નેટ પર તો આ ગીતની ઓડીયો/વિડીયો ક્લિપ હોય એવી લિંક તો ન મળી, પરંતુ એક બીજું ગીત યાદ આવી ગયું –
છૂને ન દુંગી મૈં હાથ રે નઝરીયોંસે દિલ ભર દુંગી – ઝિંદગી (૧૯૬૪) – ગાયિકા આશા ભોસલે, લતા મંગેશકર – સંગીતકાર: શંકર જયકિશન – ગીયકાર: હસરત જયપુરી
મુખડાના બોલને ઉલટપુલટ કરી, શરીરને બદલે હાથ શબ્દનો (કદાચ વધારે શિષ્ટ) પ્રયોગ કરીને આ ગીત લગ્નપ્રસંગની ઉજવણીના ભાગ રૂપે ખાસ ગોઠવાયેલ કાર્યક્રમમાં રજૂ કરાયું હોય તે રીતે ફિલ્મમાં ગોઠવી લેવામાં આવ્યું છે.
યુટ્યુબ પર થોડી વધારે વિગતથી શોધ કરતાં, આ મુખડાનો પ્રયોગ કર્યો હોય એવાં બીજાં ત્રણ વર્ઝન પણ મળી આવ્યાં, જે પૈકી બે ગીત આમ તો આપણે પરંપરાગત રીતે નિશ્ચિત કરેલ ‘૭૦ના દાયકા સુધીનાં ગીતોને સમાવવાની સીમાને પારનાં વર્ષોની ફિલ્મોનાં છે.
છૂને ન દુંગી શરીર – કેપ્ટન ઈન્ડીયા (૧૯૬૦) – ગાયિકા: આશા ભોસલે – સંગીતકાર: હેમંત કેદાર – ગીતકાર: રાજારામ સાકી
આ ક્લિપ આમ તો ઓડીયો ક્લિપ છે.પણ ગીતની શરૂઆતના આલાપ અને ગીતના તાલ પરથી ગીત મુજરા નૃત્ય તરીકે જ પ્રયોજાયું હશે એમ માની શકાય, જો કે ગીતની બાંધણી ખાસી મુશ્કેલ છે.
છૂને ન દુંગી શરીર – આગમન (૧૯૮૨) – ગાયિકા: અનુરાધા પૌડવાલ – સંગીતકાર: ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન – ગીતકાર: હસરત જયપુરી
હસરત જયપુરી ફરીથી મુખડાના આ બોલની મદદથી આ ગીતને નવાં સ્વરૂપે રજૂ કરે છે.
છૂને ન દૂંગી શરીર – તેરી પાયલ મેરે ગીત (૧૯૯૩) – ગાયક: હરિહરન – સંગીતકાર: નૌશાદ – ગીતકાર: આનંદ બક્ષી
મૂળ મુખડાના શબ્દો પરથી એટલું જણાઈ આવે છે કે ગીત છે મુજરા માટેનું. અહીં મુજરા નૃત્ય કરવાનું કાદરખાનના ફાળે આવ્યું જણાય છે !
સૈંયા જાઓ જાઓ મોસે ના બોલો અબ ના મુઝે સતાઓ – ઝનક ઝનક પાયલ બાજે (૧૯૫૫) – ગાયિકા: લતા મંગેશકર – સંગીતકાર: વસંત દેસાઈ – ગીતકાર: હસરત જયપુરી
હસરત જયપુરી ફરી એક વાર એક પરંપરાગત મુખડાને પતિપત્નીના પ્રેમભર્યા વ્યવહારોને દર્શાવતાં ગીતની રચનામાં આવરી લે છે.
શાસ્ત્રીય સંગીતનાં બે ખૂબ જાણીતાં કલાકારોએ પરંપરાગત મુખડાને વણી લેતી આ બંદિશને રજૂ કરી છે.
શોભા ગુર્તુ, રાગ મિશ્ર જિંજોટી
પંડિત અજોય ચક્રવર્તી
શિવજી બિહાને ચલે પાલકી ઉઠાય કે બભૂતી લગાય કે – મુનિમજી (૧૯૫૫) – ગાયક: હેમંત કુમાર અને સાથીઓ – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: શૈલેન્દ્ર
શિવવિવાહનું આપણી પૌરાણિક કથાઓમાં આગવું મહત્ત્વ છે. તેને કારણે દરેક પ્રદેશની સંસ્કૃતિને અનુરૂપ તે લોકનૃત્યોમાં ભજવાતું રહ્યું છે. અહીં એવી એક ભજવણીને હળવા સંદર્ભમાં રજૂ કરી હોય એમ જણાય છે.
એક એવી અન્ય લોકભજવણી માટે લલિત સેને સ્વરબધ્ધ કરેલ રચનાને સુરેશ વાડકરે સ્વર આપ્યો છે
કેટલીક રેકોર્ડીગ કંપનીઓએ આ લોકનૃત્યને આવરી લેતાં ખાસ આલ્બમ પણ પ્રગટ કર્યાં છે.
લગભગ એક સરખા મુખડા પરથી અલગ અલગ ફિલ્મોમાં જૂદાં જૂદાં સ્વરૂપે રજૂ થયેલાં વર્ઝન ગીતોની શૃંખલામાં હજૂ બે એક મણકામાં આવરી શકાય એટલાં ગીતો આપણે સાંભળવાનાં બાકી રહે છે, જે આપણે હવે પછીના અંકમાં સાંભળીશું.
Very good compilations that includes some rare songs.
ખુબ ખુબ આભાર.
In depth research and nice collection.
ઉત્સાહપ્રેરક પ્રતિભાવ બદલ આપનો હાર્દિક આભાર.
અશોકભાઈ, તમારી ફિલ્મી સંગીતને લગતી પોસ્ટ્સ વાંચીને ઘણું જાણવા મળે છે અને મન આનંદથી ભરાઈ જાય છે.
અને તમે આટલી બધી લાગણીથી તમારો પ્રતિભાવ જણાવો છે તેના આનંદથી મારૂં મન ભરાઈ જાય છે.
બહુ જાણવા મળ્યું. આભાર
મારા આ પ્રયાસમાં મારા માટે પણ મોટા ભાગે પહેલી વાર ગીતો સાંભળવાની તક મળતી હોય છે. આ પ્રકારના પ્રયોગ આપ જેવા ફિલ્મ સંગીતચાહક મિત્રોને પણ પસંદ આવે છે તે જાણીને આ દિશામાં વધારે સારૂં કામ ક્રવાની ધગશ બરકરાર રહે છે.
આપના પ્રેરણાત્મક પ્રતિભાવ બદલ હાર્દિક આભાર.
રસપ્રદ માહિતી ! ઝિંદગી ફિલ્મવાળું ગીત તો સાંભળ્યું હતું પણ એ આ સ્વરૂપમાં અન્યત્ર પણ હશે એ ખબર નહોતી.