ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૯)

નિરંજન મહેતા

આ શ્રેણીમાં આગળ વધતાં આ લેખમાં L અને M અક્ષરથી શરૂ થતાં ગીતો અને તે શીર્ષકવાળી ફિલ્મોની વાત કરશું.

L

૧૯૪૯મા આવેલી ફિલ્મ ‘બરસાત’નું ગીત છે

हवा में उड़ता जाए
मेरा लाल दुपट्टा मलमल का

આ ગીતના શબ્દો लाल दुपट्टा मलमल का લઈને બનેલી ફિલ્મ આવી હતી ૧૯૮૮માં. તો ફક્ત लाल दुपट्टा શબ્દો લઈને નરગીસ પર ફિલ્માવાયેલ આ ગીતના રચયિતા છે રમેશ શાસ્ત્રી, સંગીતકાર શંકર જયકિસન અને ગાનાર કલાકાર લતાજી.

ફિલ્મ આવી હતી ૨૦૧૬મા.

૧૯૫૭મા આવેલી ફિલ્મ ‘મુસાફિર’નું ગીત છે

लागी नाही छूटे राम
चाहे जिया जाए

આ ગીત ફિલ્મમાં બે વાર આવે છે. ઉષા કિરણ અને દિલીપકુમાર પર રચાયેલ આ ગીતના શબ્દકાર છે શૈલેન્દ્ર અને સંગીતકાર સચિન દેવ બર્મન. ગાનાર કલાકારમાં નામ છે દિલીપકુમાર અને લતાજી.

लागी नाही छूटे राम શબ્દોને લઈને બનેલી ફિલ્મ ૧૯૬૩માં ભોજપુરીમાં આવી હતી.

૧૯૬૩મા આવેલી ફિલ્મ ‘દિલ હી તો હૈ’ નું ગીત છે

लागा चुनरी में
दाग छुपाऊँ कैसे
घर जाऊ कैसे

રાજકપૂર આ નૃત્યગીતના કલાકાર છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે રોશનનું. કંઠ મન્નાડેનો.


આજ ગીતનું આધ્યાત્મિક અર્થઘટન કરતો એક લેખ વે.ગુ પર ૦૨.૦૯.૨૦૧૬ના મુકાયો હતો.

लागा चुनरी में दाग શબ્દોને લઈને બનેલી ફિલ્મ આવી હતી ૨૦૦૭માં.

આટલા વર્ષે પણ કર્ણપ્રિય અને લોકપ્રિય ગીત છે ૧૯૬૪ની ફિલ્મ ‘વહ કૌન થી’નું.

लग जा गले के फिर ये हसी रात हो ना हो

ગીતના કલાકાર છે સાધના. શબ્દો છે રાજા મહેંદી અલી ખાનના અને સંગીત મદન મોહનનું. ગાનાર કલાકાર લતાજી.


૨૦૧૬માં આવેલ ફિલ્મનું શીર્ષક હતું लग जा गले

૧૯૬૪ની અન્ય એક ફિલ્મ છે ‘બિરજુ ઉસ્તાદ’ જેનું ગીત છે

तु लाखो में है एक सनम
तुज सी हसीना देखी नहीं कभी

કમર જલાલાબાદીના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે કલ્યાણજી આણંદજીએ અને સ્વર છે મુકેશનો. વિડીઓમાં કલાકાર નથી દર્શાવાયો.

‘લાખો મેં એક’ શબ્દને લઈને ૧૯૭૧મા ફિલ્મ આવી હતી.

M

હવે M શબ્દથી શરૂ થતા ગીતો જોઈએ.

૧૯૬૪મા આવેલી ફિલ્મ ‘દોસ્તી’માં દોસ્તી પર જે ગીતો છે તેમાનું એક ગીત છે

कोई जब राह न पाए, मेरे संग आये
के पग पग दीप जलाए, मेरी दोस्ती तेरा प्यार

મજરૂહ સુલાતાનપુરીના શબ્દોને સજાવ્યા છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને સ્વર છે રફીસાહેબનો. કલાકાર સુશિલકુમાર.

मेरी दोस्ती तेरा प्यार આ શબ્દોવાળી ફિલ્મ આવી હતી ૧૯૭૭મા.

૧૯૬૭મા આવેલી ફિલ્મ ‘નૌનિહાલ’નું આ ગીત સ્વ. નેહરુજીની યાદમાં પાર્શ્વગીત તરીકે મુકાયું છે.

मेरी आवाज़ सुनो
प्यार का राग सुनो

કૈફી આઝમીના શબ્દોને સ્વર આપ્યો છે રફીસાહેબે અને સંગીત છે મદનમોહનનું.

मेरी आवाज़ सुनो શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૮૧મા

૧૯૬૮ની ફિલ્મ ‘પત્થર કે સનમ’નું ગીત છે

महेबुब मेरे महेबुब मेरे
तु है तो दुनिया कितनी हसीं है

વહીદા રહેમાન અને મનોજકુમાર પર રચાયેલ આ ગીતના મજરૂહ સુલાતાનપુરીના શબ્દોને સજાવ્યા છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાનાર કલાકાર મુકેશ અને લતાજી.

महेबुब मेरे શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૯૫મા.

૧૯૬૮ની એ અન્ય ફિલ્મ છે ‘સાથી’ જેનું ગીત છે

मेरे जीवनसाथी कली थी मै तो प्यासी
तूने देखा हुई खिल के बहार

સીમી ગરેવાલ પર રચાયેલ આ ગીતના ગાનાર છે લતાજી. શબ્દો છે મજરૂહ સુલાતાનપુરીના જેને સંગીત સાંપડ્યું છે નૌશાદનું.

मेरे जीवनसाथी આ શબ્દોને લઈને બે વાર ફિલ્મ આવી હતી ૧૯૭૨મા અને ૨૦૦૬મા.

૧૯૬૯ની ફિલ્મ ‘આરાધના’નું આ સદાબહાર ગીત રસિકો નહીં ભૂલે

मेरे सपनों की रानी कब आयेगी तु
आयी रुतु मस्तानी कब आयेगी तु

રાજેશ ખન્ના પર ફિલ્માવાયેલ આ ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત સચિન દેવ બર્મનનું. ગાનાર કલાકાર કિશોરકુમાર.

मेरे सपनों की रानी આ શબ્દોના શીર્ષકવાળી ફિલ્મો ત્રણ વખત આવી છે ૧૯૯૭માં, ૨૦૧૫માં અને ૨૦૧૬માં.

ભાઈ બહેનના પ્રેમને ઉજાગર કરતી ફિલ્મ હતી ૧૯૭૦ની ‘સચ્ચાજુઠા’. આનું ગીત છે

मेरी प्यारी बहेनिया बनेगी दुल्हनिया
सज के आयेगे दुल्हे राजा भैया बजाएगा बाजा

રાજેશ ખન્ના પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. ગાનાર કલાકાર કિશોરકુમાર.

मेरी प्यारी बहेनिया बनेगी दुल्हनिया આ આખી પંક્તિને લઈને ફિલ્મ આવી હતી ૨૦૦૧માં.

૧૯૯૫ની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેગે’નું ગીત છે

मेरे ख्वाबो में जो आये
आके मुझे छेड़ जाए

કાજોલ પર રચાયેલ આ ચુલબુલા ગીતના શબ્દો છે આનંદ બક્ષીના જેને સંગીત આપ્યું છે જતિન લલિતે. સ્વર છે લતાજીનો.

मेरे ख्वाबो में जो आये આ શબ્દોવાળું ગીત ૧૯૯૮ની ફિલ્મ ‘સોલ્જર’માં પણ છે પણ અન્ય શબ્દો જુદા છે.

આ ગીત પ્રિટી ઝીન્ટા પર રચાયું છે. સમીરના શબ્દોને અનુ મલિકે સંગીત આપ્યું છે અને સ્વર છે અલકા યાજ્ઞિકનો.

मेरे ख्वाबो में जो आये આ શબ્દોવાળી ફિલ્મ આવી હતી ૨૦૦૯

દેશભક્તિનું એક ગીત છે ૧૯૯૮ની ફિલ્મ ‘ગુરુઝ ઓફ પીસ’માં

माँ तुज़े सलाम

પાર્શ્વગીત તરીકે મુકાયેલ આ ગીતના શબ્દો છે મહેબુબ કોટવાલના અને સંગીત અને સ્વર છે એ.આર.રહેમાનના

माँ तुज़े सलाम આ શબ્દોવાળી ફિલ્મ આવી હતી ૨૦૦૨માં.

આશા છે રસિકો આ લેખ માણશે. તેમના ધ્યાનમાં કોઈ ગીત/ફિલ્મ હોય જે આમાં સામેલ ન હોય તો જરૂરથી જણાવશો.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.