





– નીતિન વ્યાસ
आपको भूल जाएँ हम इतने तो बेवफ़ा नहीं
आपसे क्या गिला करे आपसे कुछ गिला नही
(गिला = शिकायत, उलाहना)
शीशा-ए-दिल को तोड़ना उनका तो एक खेल है
हमसे ही भूल हो गयी उनकी कोई ख़ता नहीं
काश वो अपने ग़म मुझे दे दें तो कुछ सुकूँ मिले
वो कितना बद-नसीब है ग़म भी जिसे मिला नहीं
जुर्म है गर वफ़ा तो क्या क्यूँ मैं वफ़ा को छोड़ दूँ
कहते हैं इस गुनाह की होती कोई सज़ा नहीं
हम तो समझ रहे थे ये तुम मिले प्यार मिल गया
एक तेरे दर्द के सिवा हम को तो कुछ मिला नहीं
-तस्लीम फ़ाज़ली
શ્રી તસ્લીમ ફાઝલી ગ્વાલિયર માં એવા કુટુંબમાં જન્મેલા કે તેમાં પિતાશ્રી ઇઝાઝ એહમદ ફાઝલી અને તેમના બે કાકા બધાજ કવિઓ હતા. તેમની મહેફિલમાં તત્કાલીન અન્ય કવિઓ શકીલ બદયુંની, જીગર મુરાદાબાદી જહાં નિશાન અખ્તર વગેરે ની હાજરી રહેતી.
1947 માં દેશ ના ભાગલા પછી તેમનું કુટુંબ કરાચી હિજરત કરી ગયું. ભણવામાં હોશિયાર અને મા-બાપની ઈચ્છા દાક્તરી ભણાવવાની હતી, પણ કવિ હૃદયના તસ્લીમને બીજા કવિઓની જેમ ફિલ્મો માટે ગીતો લખવાની લગન લાગી હતી. તેઓ કરાચી છોડી લાહોર ગયા. મુંબઈમાં “બૉલીવુડ” ની જેમ લાહોર માં “લોલીવુડ” હતું જ્યાં ફિલ્મો બનતી હતી.
તસ્લીમ ફાઝલીની ગઝલ અને ગીતોમાં શબ્દાંકન સરળ હતું, શબ્દોમાં બહુ અલંકારનો ઉપયોગ પ્રમાણમાં ઓછો જોવા મળતો. તેમાં સરસ બંદિશમાં ગવાયેલાં ગીતો ઘણા લોકપ્રિય થયેલાં. એવું જ આ ગીત, “આપકો હમ ભૂલ જાયેં હમ ઇતને તો બેવફા નહીં”
પાકિસ્તાની ફિલ્મ, “તુમ મિલે પ્યાર મિલા” માં સંગીતકાર નાશાદ ની રચના નૂરજહાં અને મહેંદી હસનનું યુગલ ગીત
હવે આ જ રચનાને બીજી રીતે સાંભળીયે, રાગ એજ છે “દરબારી”
ચિત્રા સિંહ : તેમની આ ગઝલને અનુરૂપ લાગણી ભરી ગાયકી અને સંગતમાં વાગતી ફ્લુટ બંદિશને કર્ણપ્રિય બનાવે છે. અહીં સંગીતકાર જગજીતસિંહની કમાલ સાંભળવા મળે છે:
મહેંદી હસન – રાગ દરબારીમાં સુંદર બંદિશ
https://youtu.be/fURzs4YwT3E
એક મહેફિલમાં પાકિસ્તાની ગાયક સારા રાઝ અને અલી અબ્બાસ
જગજીત સિંહ એક કાર્યક્રમમાં
સરસ અંદાઝ – સુપર્ણા અને જાવેદ
મૈતાલી સિંહ
સજજાદ હુસેન
તકીર અલી ખાન
એક સરસ અવાજ – અતિક મિર્ઝા
કેરાલાના જકગદીપ પિલાઈ અને નલિની
ઉસ્તાદ ગુલશન નિસાર હુસેન
https://youtu.be/gM9txUCw8JQ
અમેરિકામાં વર્જિનિયા પ્રાંતના રિચમોન્ડ ગામનાં પૂજા તલવાર
“આપકો હમ ભૂલ જાયેં હમ ઇતને તો બેવફા નહીં” દરબારી જેવા સરળ કર્ણપ્રિય રાગમાં ગવાયેલી રચના – એકાદ સાંજની ઘરે મિત્રોની મહેફિલ માટેનું ગીત છે.
આવી એક મહેફિલમાં નીલમબેન કોહલીને સાંભળો:
શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.
ઘણું સરસ
Shri Vijaybhai,
Thank you very much for your very kind appreciation. Your small note gives me lot of encouragement.
Regards,
Neetin
Itna adbhut karya ke bad abhinandan na de itne to ham bevafa nahi. Bahu pachha laga.
અનિલભાઈએ બિલકુલ સાચી વાત કરી. આટલા જહેમતપૂર્વકના કાબિલેદાદ કામને ” હમ ભૂલ જાયેં ઈતને તો બેવફા નહીં”…
પઢકર યૂં હી,કુછ લિખે બિના બસ, નિકલ જાતે હૈ… ઈતના હી..
લગે રહો નીતિનભાઈ… ગમતાનો ગુલાલ કરતા રહો…બહોત ખૂબ..બહોત ખૂબ..
Respected Devikaben and Shri Anil Deasai,
Many thanks for your very encouraging comments.
My regards,