





નિરંજન મહેતા
હોળીના તહેવારને લગતા ગીતોની નોંધ ૩.૩.૨૦૧૮ના લેખમાં અપાઈ હતી. ત્યાર પછી આવે છે ઇદનો તહેવાર જે વર્ષમાં એકથી વધુ વખત આવે છે. તેને લગતા ગીતોનો સમાવેશ મુસ્લિમ સમાજને સ્પર્શતી કથાવાળી હિન્દી ફિલ્મોમાં થાય છે. તેમાંના થોડાકનો અહીં ઉલ્લેખ છે:
લગભગ ૮૦ વર્ષ પહેલાની ૧૯૩૯ની ફિલ્મ ‘પુકાર’માં ઇદનું ગીત છે
ईद की सौगात मुबारक हो
ગીતના વિડીઓમાં ફક્ત શબ્દો સંભળાય છે એટલે કલાકારો કોણ તેની જાણ ન થઇ શકી પણ એ જમાનામાં કલાકારો જાતે જ ગીત ગાતા એટલે લાગે છે નસીમ બાનો, શીલા અને ચંદ્રમોહન જે આ ગીત ગાય છે તે જ કલાકારો હશે.
ગીતના શબ્દો કમલ અમરોહીના અને સંગીત મીર સાહેબનું.
૧૯૪૮ની ફિલ્મ ‘રહનુમા’માં પણ ઇદને લાગતું ગીત છે:
आयी आयी ईद मुबारक आयी
पयगाम खुशी का लाइ
આ ગીત માટે પણ બહુ માહિતી નથી પણ ગાયું છે શમશાદ બેગમે જેના શબ્દો છે હબીબ સરહદીના અને સંગીત છે ધુમી ખાનનું.
૧૯૫૮ની ફિલ્મ ‘સોહિનીમહીવાલ’ પંજાબની બહુખ્યાત પ્રેમકથા પરથી બનેલી ફિલ્મ છે. તેમાં પણ ઈદ જેવા મુબારક દિવસે એકબીજાંથી જૂદાં રહેવાની પીડા इदका दिन तेरे बीना है फीका માં શકીલ બદાયુનીના શબ્દોને નૌશાદે વણી લીધેલ છે.
૧૯૬૮ની ફિલ્મ ‘રામ ઔર રહીમ’નું ગીત છે
ईद मुबारक हो सब को मुबारक हो
આ ફિલ્મ દક્ષિણ ભારતમાં બની છે એટલે ત્યાંના કલાકારો હોય તે સ્વાભાવિક છે પણ તેની માહિતી નથી. આ ગીતના કવિ છે ગુલાબચંદ, સંગીતકાર અશ્વથામા અને ગાનાર કલાકાર રમાના. ગીતનો વીડિઓ પ્રાપ્ત નથી.
૨૦૦૨મા આવેલી ફિલ્મ ‘તુમકો ના ભૂલ પાયેંગે’માં ગીત છે:
अस्सलामालेकुम अस्सलाम ईद का है यारो ये पयाम
ये ईद का त्यौहार है खुशियों का है त्यौहार
કલાકારો સલમાન ખાન અને સુસ્મિતા સેન. સમુહગાનનાં ગાનાર કલાકારો છે અરવિંદર સિંહ, સોનું નિગમ અને સ્નેહા પંત. ગીતના શબ્દો છે રશીદ ખાનના અને સંગીત છે સાજીદ વાજિદનું.
આ જ વર્ષમાં આવેલી અન્ય ફિલ્મ ‘યેહ મોહબ્બત હૈ’માં પણ ઇદને લગતું એક ગીત છે:
चाँद सामने है ईद का
तुज़ पे मेरी है नज़र
जानता हु मै ये सनम
गुस्ताख है मेरी नज़र
રાહુલ ભટ્ટ અને આકાંક્ષા મલ્હોત્રા ઉપર આ ગીત રચાયું છે જેના ગાનાર કલાકાર છે અલકા યાજ્ઞિક અને સોનું નિગમ. ગીતના રચયિતા દેવ કોહલી અને સંગીત આપ્યું છે આનંદ રાજ આનંદે.
૨૦૦૬ની ફિલ્મ ‘તથાસ્તુ’માં પણ ઇદનું ગીત છે:
अस्सलामालेकुम अस्सलाम
ईद का है यारो ये पयाम
સંજય દત્ત અને અમિષા પટેલ આ ગીતના કલાકારો છે જેના શબ્દો છે પંછી જલોનવીના અને સંગીત આપ્યું છે વિશાલ શેખરે. ગાનાર કલાકાર સોનું નિગમ અને સ્નેહા પંત. આ ગીતનો પણ વીડિઓ ઉપલબ્ધ નથી.
જગજિત સિંધ અને ચિત્રા સિંઘની પણ ઈદના દિવસની દુઆની અનોખી રજૂઆત
પાકિસ્તાનની ફિલ્મમાટે મહેદી હસન સાહેબના સ્વરમાં ગવાયેલ આ ગીતથી આજે વિરમીશું
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
તહેવારને અનુરૂપ ગીતોનું આપે સરસ સઁકલન કર્યું છે, સાંભળવાની મજા આવી, આભાર અને અભિનંદન
આભાર.