વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૫) : તબીબી જગતનું વ્યંગ્યાત્મક નિદાન

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલનઃ દીપક ધોળકિયા

કાર્ટૂનોની આ શ્રેણીમાં આજે આરોગ્ય વિષયક કાર્ટૂનો પ્રસ્તુત છે. આરોગ્ય એવો વિષય છે કે જે આપણા જીવન સાથે જોડાયેલો છે. આજે આપણે એવાં કેટલાંક કાર્ટૂનો જોઈએ કે જે હૉસ્પિટલો, ડૉક્ટરો, નર્સો અને દરદીઓની સ્થિતિ, દાનત અને માનસિક સ્થિતિ પર પ્રકાશ પાડતાં હોય. એટલું જ નહીં, આખી પરિસ્થિતિ પર વિચાર કરવા માટે પણ આપણને ફરજ પાડે.

+++

શરૂઆત The Hindu અખબારમાં Dr. Humerus શીર્ષક હેઠળ આવતાં કાર્ટૂનોથી કરીએ, જે કાર્ટૂનિસ્ટ કેશવ દ્વારા દોરવામાં આવે છે.

ઈ-મેલના જમાનામાં ભાષા પણ બદલી જાય છે. જેમ આપણા સ્પૅમ ફોલ્ડરમાં જે કંઈ કચરો હોય તે જતો હોય છે. ઘણા લોકો આચરકૂચર કર્યા કરતા હોય છે અને પછી ડૉક્ટર પાસે પહોંચે છે. અહીં ભલા ડૉક્ટરે સાચી સલાહ આપી છે! પેટ સ્પૅમ ફોલ્ડર નથી કે જે કંઈ હાથે ચડ્યું તે એમાં નાખી દઈએ!

****

આ જમાનો મૅડીકલ વીમાનો છે. વીમા એજન્સીઓ શું કરે છે તે તો આપણે સૌ જાણીએ છીએ પણ દરદીને પોતાને પણ સંતોષ નથી કે વીમા કંપનીની વ્યાખ્યામાં બંધબેસતા થવાય એટલો એ બીમાર નથી પડ્યો. સ્વાસ્થ્ય કરતાં વધારે ચિંતા વીમા સામે વધારેમાં વધારે વળતર લેવાની છે!

****

આજના સમયને લાગુ પડતું આ એક બહુ જ સચોટ કાર્ટૂન છે. આધાર કાર્ડે સૌને દુઃખી કર્યા છે. એની ચિંતામાં આ ભાઈ બીમાર પડ્યા છે અને ડૉક્ટર એમને સલાહ આપે છે કે તમને કંઈ નથી થયું, બસ, આધારની ચિંતા કરવાનું છોડી દો! આને આપણે આજની સ્થિતિ પરના કટાક્ષ તરીકે પણ જોઈ શકીએ. આ માત્ર ‘મૅડીકલ’ કાર્ટૂન નથી.

*****

આ કાર્ટૂન પણ આજની સ્થિતિ પરનો વ્યંગ છે. આ કાર્ટૂન કેશવે દોર્યું તે નોટબંધી પછીનો તરતનો સમય છે. દરદીઓ ક્લિનિકમાં આવે છે પણ એમની પાસે પૈસા નથી હોતા. એટલે ડૉક્ટર છુપાઈ ગયો છે.પણ દરદી જાણે છે કે ડૉક્ટર અંદર છે. એને બહાર લાવવા માટે એ બીજા સાથી દરદીને કહે છે કે હવે પાસેનું એટીએમ કામ કરે છે આ સાંભળીને કદાચ ડૉક્ટર બહાર આવી જાય!

****

આપણી કૉમ્પ્યુટરી દુનિયા પર આ તીખો કટાક્ષ છે. ખરું પૂછો તો મૅડીકલ પ્રૅક્ટિસ પણ હવે કૉમ્પ્યુટર પર આધારિત થઈ ગઈ છે. અહીં ફોટોશોપનો ઉપયોગ કરીને એક્સ-રેમાં તો હાથ ઠીક કરી દીધો, પણ ખરેખર શું? આખી મૅડીકલ પ્રૅક્ટીસ જ શું ફોટોશોપ જેવી થઈ ગઈ છે?

આ કાર્ટૂન અમેરિકન કાર્ટૂનિસ્ટ રેન્‍ડી ગ્લાસબર્ગનનું છે.

*****

આ કાર્ટૂન પણ આધુનિક સ્થિતિનો ખ્યાલ આપે છે. પેસમેકર તો ગોઠવી આપ્યું છે, પણ બાકી બધાં તો ઍપ્સ છે, ડાઉનલોડ કરી લો!

તમારી દોડવાની કે ચાલવાની ઝડપ કેટલી છે, તમે કેટલાં ડગલાં ચાલ્યા, તમારી નાડી કેમ ચાલે છે એ દેખાડતાં ઍપ્સ તો મળે જ છે!

****

દરદીનો હાથ ખડી ગયો છે અને નાક પર પહોંચી ગયો છે પણ આજનું મૅડીકલ સાયન્સ વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ પર એટલો બધો આધાર રાખે છે કે ડૉક્ટર કંઈક ટેસ્ટ કર્યા વિના નિદાન નથી કરતા. ડૉક્ટરને માત્ર શંકા છે કે હાથ ખભામાંથી ખડી ગયો છે, પણ એ ખાતરીથી કેમ કહી શકે? એ કામ તો લૅબનું છે!

અગાઉનું અને આ બન્ને કાર્ટૂનો ગ્લાસબર્ગનનાં છે. તેમનાં અનેક વિષયો પરનાં વિવિધ કાર્ટૂન તેમની વેબસાઈટ http://www.glasbergen.com/ પર માણી શકાશે.

*****

ડૉક્ટર પોતાના રાઉન્ડ પર છે પણ કંઈ સમજાતું નથી કે દરદીને શું તકલીફ છે એ તો દરદીને દાખલ કર્યો ત્યારે જ જાણવાની વાત હતી! આ સમયે ઇંટરનેટ યાદ આવે છે! નર્સ હવે ડૉક્ટરે કહેલી સાઇટ પર જશે અને ‘કંઈ જ ખબર પડતી નથી’ એ આઇકન પર ક્લિક કરીને વાંચશે ત્યાં સુધી ઇલાજ રાહ જોશે! આ કાર્ટૂનના કાર્ટૂનિસ્ટ જેરી કિંગ છે, જેઓ અમેરિકન છે.

*****

આ સંયોગોમાં ઘણી વાર ડૉક્ટરના વર્તનથી કે વાતોથી દરદીનો મિજાજ છટકે છે અથવા એ તદ્દન ગભરાઈ જાય છે. પરંતુ હૉસ્પિટલોમાં દરદીને ડૉક્ટર સમજી શકે તેના કરતાં તો નર્સ વધારે સમજી શકતી હોય છે! આ વ્યંગબાણ નર્સો તરફથી ડૉક્ટરો પર છોડવામાં આવ્યું છે! આ કાર્ટૂન shutterstock.com પરથી લેવામાં આવ્યું છે, જેના કાર્ટૂનિસ્ટનું નામ ખ્યાલ આવતો નથી.

*****

છટકેલા મગજના દરદીને નર્સ શાંત કરી શકે અને ડૉક્ટર પણ નર્સની મદદ લેતા હોય છે. આ કાર્ટૂનમાં દરદી હાથમાં લોહી નીંગળતું ખંજર લઈને તૈયાર બેઠો છે. ડૉક્ટરની હિંમત નથી કે એ અંદર જાય. એ નર્સને જવાનું કહે છે કે એને કાબુમાં રાખ. નર્સ સંભાળી ન શકે અને એનું ખૂન થઈ જાય તો? ડૉક્ટર આવું અજૂગતું બને તે પહેલાં જ, જાણે કે અંતિમ વિદાય આપતા હોય એમ નર્સનો આભાર માની લે છે કે તારી સાથે કામ કરવાની ખરેખર મઝા આવી! કાર્ટૂનમાં અતિશયોક્તિ ન હોય તો મઝા જ શી?

આ કાર્ટૂન ‘અબાઉટ અ નર્સ’ નામની કાર્ટૂનશ્રેણીના કાર્ટૂનિસ્ટ બ્રાયન દ્વારા બનાવાયેલું છે.

*****

(કાર્ટૂનોની સાથે જ કાર્ટુનિસ્ટોનાં નામ અને.અથવા વેબસાઇટનો ઉલ્લેખ કર્યો છે.

તે ઉપરાંત

      http://fitfloptw.info/

      http://www.streetarticles.com/web-design/web-design-humor

      in.pintrest.com

                                 પરથી કાર્ટૂનો લીધાં છે. કૉપીરાઇટનો ભંગ ન થાય તેની કાળજી લીધી છે, પરંતુ કૉપીરાઇટનો ભંગ થતો હોવાનું ધ્યાનમાં આવશે તો એ કાર્ટૂન કાઢી નાખીશું. અહીં માત્ર બિનવ્યાવસાયિક હેતુ અને મનોરંજન માટે જ એમનો ઉપયોગ કર્યો છે).


આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.

– ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : bakothari@gmail.com


Disclaimer:

The cartoons in this post have been taken from net purely for non-commercial purpose with due credits to cartoonists as far as possible. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

7 comments for “વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૫) : તબીબી જગતનું વ્યંગ્યાત્મક નિદાન

 1. June 13, 2018 at 9:05 am

  બધા કાર્ટુન અંગ્રેજી છે. આર્યુવેદ, વેદ કે ઉપનીષદ અને તબીબી જગતના કાર્ટુન નહીં હોય?

  કોઈક માધાંતા રાજકરણીનું ગેસથી ફુલેલ પેટ અને બાળકનું નીદાન કરતો તબીબ પોલ ખુલી કરે એવું કાર્ટુન જરુર ક્યાંક હશે..

 2. Hasmukhraytrivedi
  June 13, 2018 at 1:14 pm

  Amubhai, nice sharing.

  Hg trivedi

 3. M. Gada
  June 13, 2018 at 2:13 pm

  Waah Dipakbhai, you came up with one more totally different topic. How many hours are in your day? 🙂 Feel proud to have known you, seriously.

 4. vijay joshi
  June 13, 2018 at 5:36 pm

  I readily concur with Murjibhai. Being a poet, I tend to look at things in new light than an average Joe, likewise,
  you have this uncanny ability to shed new light on the most unlikely subjects! I loved it.

  Here is a link to cartoons in multitudes of genres . . .

  https://www.shutterstock.com/image-illustration/were-great-source-local-info-all-127849571

 5. Dipak Dholakia
  June 15, 2018 at 12:15 am

  Dear Murjibhai and Vijaybhai,

  Your kind words have overwhelmed me. It is nothing. I am just trying to explore what I DO NOT KNOW.

  • vijay joshi
   June 17, 2018 at 9:16 pm

   Dipakbhai,
   Your comments remind me what famous physicist Nobel laureate Richard Feynman used to say . . . if someone claims
   that he/she understands quantum physics, then I know for sure, that he has definitely not understood it at all.

   There is no one who knows everything, the difficult proposition is to admit it!

 6. M. Gada
  June 15, 2018 at 9:37 am

  That is the spirit. That is exactly is what we meant. Keep it up.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *