૧૦૦ શબ્દોની વાત : આજે કંઈ સારૂં કામ કરીએ!

Facebooktwitterredditpinterestlinkedinmail

તન્મય વોરા

જિંદગીની જેમ જ રૅલ્વૅ પ્લૅટફોર્મ પર પણ લોકો તેમનાં ગંતવ્ય સ્થાને પહોંચવાની લ્હાયમાં, દોડભાગ કરતાં જ હોય છે. હુ ત્યાં ઉભો હતો. હમણાં જ આવેલી ટ્રેનમાંથી તેઓ ઉતરી રહ્યાં હતાં તે મારી નજરમાં કેન્દ્રીત બની રહ્યું.તેમના કરચલીવાળા, થાકેલા ચહેરાપર ચિંતાની રેખાઓ દેખાઇ આવતી હતી. કમરપાસે બાંધેલા પટા પાસેથી તેઓ ઝૂકી ગયાં હતાં. માડ ઉપડી શકાતા થેલા સાથે આ દોડતાં પ્લૅટફોર્મને પાર કરવું તેમનામાટે દુષ્કર જણાતું હતું.

હું તરત જ તેમની પાસે પહોંચી ગયો અને તેમનો થેલો ઉંચકી લઇ, તેમને સ્ટેશનની બહાર પહોંચાડી, ટેક્ષી કરી આપી. તેમનાં આભારનાં સ્મિતમાં તેમની લાગણીસભર કૃતજ્ઞતા દેખાતી હતી.

આજે મેં એક સારૂં કામ કર્યું હતું!


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

2 comments for “૧૦૦ શબ્દોની વાત : આજે કંઈ સારૂં કામ કરીએ!

  1. ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)
    June 8, 2018 at 3:57 pm

    શબ્દોના સાથિયા વિનાની સુંદર રંગોળી ✍️
    …ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)

  2. June 13, 2018 at 9:43 pm

    સો શબ્દોની વાત અઘરી છે. ફેસબુક, વોટસએપ અને નેટ ઉપર જે લોકો જ્ઞાન પીરસી રહ્યા છે એમને પોતાની વાત સો શબદોમાં પુરી કરવાની કળા શીખી લેવી જોઈએ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *