ઉદ્યોગસાહસિકતા : 6 સિગ્મા

– હિરણ્ય વ્યાસ

અગાઉ આપણે ગુણવત્તાની માહિતી મેળવી. આજે 6 સિગ્મા ની વાત કરીએ. 6 સિગ્મા ગુણવત્તા સંદર્ભે ચોક્કસાઇનું માપ છે, ચોક્ક્સાઇપુર્ણ પ્રક્રિયાની ક્ષમતા દ્વારા થયેલ કાર્ય છે તથા ઉણપ-ખામી યા કોઇ ભુલ નાં પરિણામે ગાહકનો અસંતોષ લાવી શકે તે દર્શાવે છે. સિગ્મા એ પણ દર્શાવે છે કે ભુલ-ઉણપ કેટલી વાર પુન: સંભવી શકે છે. 6 સિગ્મા પ્રક્રિયા સુધારણાની તકનીક તથા સાધન છે. એન્જીનીયર વીલીયમ બી. સ્મીથ એ મોટોરોલાનાં કાર્ય કાળ દરમ્યાન ડો.માઇક્લ જે. હેરી નાં સહયોગથી વર્ષ 1986માં 6 સિગ્માનો અભિગમ રજું કર્યો. જેટલું ઉંચું સિગ્મા સ્તર એટલી ઓછી ભુલ અને એટલી ઉચ્ચતર ગુણવત્તા.

clip_image002 clip_image004

પ્રક્રિયાની પરીપુર્ણતા ક્ષતિરહિત ઉત્પાદન પ્રાપ્તિના સિગ્મા દર દ્વારા દર્શાવી શકાય છે. 6 સિગ્માએ પ્રક્રિયા છે, જ્યાં 99.99966% નાં દરે ક્ષતિ વગર ઉત્પાદન અપેક્ષીત છે. (3.4 ક્ષતિ પ્રતિ 10,00,000 નંબરે) મોટોરોલા એ તેનાં સઘળા ઉત્પાદન માટે 6 સિગ્મા ધ્યેય રાખેલ છે.

અવરોધ મુક્તિ દ્વારા 6 સિગ્મા પ્રાપ્ત કરવા માટેનાં મુળભુત પગલાનાં અમલ:

વ્યાખ્યા-Define,

અંકન-Measure,

પરિક્ષણ-Analyze,

સુધારા-Improve,

નિયમન-Control તથા

પ્રમાણભુત-Standardize.

6 સિગ્મા વ્યુહરચના વ્યવસાયનાં 5 મુળભુત ક્ષેત્રને અસર કરે છે:

1. પ્રક્રિયામાં સુધાર:

2. પ્રોડક્ટ તથા સેવામાં સુધાર:

3. ગ્રાહક સંતોષ:

4. રુપરેખા પધ્ધતિશાસ્ત્ર (ડિઝાઇન મેથોડોલોજી):

5. વિક્રેતામાં સુધાર:

સિગ્મા માનવીય તત્વો જેવાકે મજબુત નેતૃત્વ, પ્રશિક્ષણ, ગ્રાહક કેન્દ્રસ્થતા, યોજનાની મુદત અને સાંસ્કૃતિક પરિવર્તનની વૃધ્ધિ માટે સિગ્મા માળખું બનાવે છે. 6 સિગ્મા એ ધંધાને અધિક સારી રીતે સંચાલીત કરવાનો માર્ગ છે. 6 સિગ્મા ગ્રાહકને અગ્રીમ ગણે છે અને અધિક સારા નિરાકરણ લાવી રહે છે.

clip_image006

6 સિગ્મા 3 મુખ્ય વિસ્તારમાં પ્રયત્ન કરે છે:

1. ગ્રાહક સંતોષમાં સુધાર:

2. અવધિ કાળ-ઘટના ક્રમમાં ઘટાડો:

3. ક્ષતિ-ત્રૂટીમાં ઘટાડો:

9 કાર્ય

1. 6 સિગ્માનાં ધ્યેય અને ઉદ્દેશ જાણો:

2. થોડીક ગુંચવણ કેટલાક ગોટાળા માટે તૈયાર રહો:

3. આરંભો, તમારા કામકાજ ને SIPOC દ્રષ્ટિથી જુઓ:

SIPOC –

સપ્લાય તથા ઇનપુટ્સ કે જે સ્પષ્ટ કરી શકાય

પ્રોસેસ-પ્રક્રિયા: કાર્ય કે જે તમે તથા આપણા સાથી કર્મચારી કરો છો.

આઉટપુટ – ઉત્પાદન: અંકન-મેઝર, ચકાસો-ચેક, તપાસ-ઓડીટ, એનાલીસીસ-વિશ્લેષણ,

કસ્ટમર – ગ્રાહક: આખરી ચીજ અને એ વ્યક્તિ કે જે ચીજ મેળવે છે. ગ્રાહકને ખરેખર શું જોઇએ છે? આપણે તેની જરુરીયાત કેવી રેતે પુર્તિ કરીએ છીએ?

clip_image008

4. શીખવાનો લાભ લેતા રહો:

5. ભ્રમ-વ્હેમ-અવિશ્વાસ દુર કરો:

6. બદલાવ ઇચ્છો, પડકારને આવકારો:

7. પોતાનાં જ્ઞાનની જવાબદારી લો: તમારી જરુરીયાત કઇ છે અને તમે શું જાણવા માંગો છો તે માટે સક્રીય બનો.

8. સ્વયંસેવક બની રહો, ધૈર્ય કેળવો, હતાશ ના થાઓ.

9. લાંબી દડમજલ માટે તૈયાર રહો:


(નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.) *****


*****

આ શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર: મો.: 98254 33104 Email: hiranyavyas@gmail.com Web. www.hiranyavyas.yolasite.com

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.