હર મુલાકાતનો અંજામ કંઈ જુદાઈ ન હોય શકે !
મળવા આવે પણ સાથે તારી જાતને ન લાવે તો?
નટવર મહેતા
જાતને લાવે યા ન લાવે, મુલાકાતનો અંજામ તો ત્યારે જ
બૂરો આવી શકે જો હદ કરતાં વધારે કોઇ એને સતાવે તો!
મહેન્દ્ર શાહ
++++++
ભલે કોઈ એ કહેતું નથી,
ઝરણું અમથું વહેતું નથી.
નટવર મહેતા
એ સાધુ તો ચલતા ભલા જેવું છે;
ઝરણું એક જગ્યાએ રહેતું નથી!
મહેન્દ્ર શાહ
++++++
મતિ નથી,
ગતિ નથી.
યાદ એવી,
જતી નથી.
ઇશ્ક તો છે,
અતિ નથી.
ક્યાંય તડ,
ક્ષતિ નથી.
સામે જાત,
છતી નથી.
વાત કંઈ,
થતી નથી.
જે કંઈ છે,
વતી નથી.
મારી બાજૂ,
પ્રતિ નથી.
હર નારી,
સતી નથી.
હર પ્રેમી,
પતિ નથી.
સાચો પ્રેમ
રતિ નથી.
નટવર છે,
યતિ નથી.
નટવર મહેતા
વાત હજું
પતી નથી?
મહેન્દ્ર શાહ
++++++
એમ તો મહાન દેશ મારો ફિરદોસ છે,
પણ રાજ કરે એમાં ઘણાં ખરગોશ છે.
નટવર મહેતા
“ મેરા દેશ મહાન” ના નારા લગાવવાવાળા પણ;
નારા લગાવવા જ મોં ખોલે છે, બાકી તો ખામોશ છે!
મહેન્દ્ર શાહ
++++++
હવાઈ જહાજમાં ઊડે પહેરી જરકસી જામા,
ગરીબ નેતા રાજ કરી ઘણું કમાયો લાગે છે.
નટવર મહેતા
દેખાવું જોઇએ એ દેખાતું નથી, ના દેખાતું નજરે પડે છે;
જરૂર ક્યાંક કોઇનાથી એનો ખોટો ફોટો છપાયો લાગે છે!
મહેન્દ્ર શાહ
++++++
*जो कट गयी, वो तो उम्र थी साहब..*
*जिसे जी लिया, उसे जिंदगी कहिए..*
*कभी साथ बैठो, तो कहूं दर्द क्या है..*
*अब यू दूर से पूछोगे, तो खैरियत ही कहेंगे…*
Posted: Mrudula Shah
साथ भी चैन से कहाँ बैठने देते हो?
साथ बैठ कर दर्द सुनाने जाते है,
उस के पेहले तो आप आपकी
दास्तान सुनाने लग जाते हो!
महेन्द्र शाह
++++++
કેટલાક લોકો પણ કમાલ હોય છે,
આંખો મા રોશની અને ચેહરા ખુશ્ખુશાલ હોય છે,
પણ એવા લોકો ને જરા ધ્યાન થી જોજે,
એના ખિસ્સા માં પણ આંસુ થી ભિંજાયેલા રૂમાલ હોય છે.
Posted: Madhukanta Panchal
બધાંના ખિસ્સામાં આંસુથી ભિંજાયેલ રૂમાલ ના પણ હોય;
ઘણાના ભીના રૂમાલ શરીરના પરસેવાની કમાલ હોય છે!
મહેન્દ્ર શાહ
++++++
મળવાનો કયાં મતલબ રહ્યો હવે,
ઝાંઝવું જોઈ પવન બસ હરખાય છે.
તપતા રણે આમ એક તરસ્યું હરણ,
મૃગજળ પાછળ કેટલું દોડી જાય છે.
-મધુકાન્તા
મતલબ મળવાનો ના રહે, એમાં મળવાનું થોડું બંધ કરાય?
મળવા ને મળવામાં જ ક્યાંક ક્યારેક કોઇની જોડી થાય છે!
મહેન્દ્ર શાહ
++++++
*એક ચકલીએ મધમાખીને પૂછ્યું કે તું આવડી મહેનતથી મધ બનાવે છે અને માણસ આવીને તેને ચોરી લે છે,* *તને ખરાબ નથી લાગતું?*
*મધમાખી એ બહુ જ સુંદર જવાબ આપ્યો :– માણસ ફક્ત મારું મધ જ ચોરી શકે છે પણ મારી મધ બનાવવાની કળા નહીં!!*
*કોઈપણ તમારું CREATION (સર્જન) ચોરી શકે છે, પણ તમારી TALENT (આવડત) નહીં….*
અશોક પટેલ
Posted: નીરુ કામદાર
ચાલો…, સવારના પહોરમાં કોઇકે મારા માટે બે સારા શબ્દો તો કહ્યા!
મહેન્દ્ર શાહ
++++++
આર્ટીસ્ટ/ કાર્ટુનીસ્ટ
ખોબો ભરી ને વહાલ મોકલું છું..
દોસ્તીના થોડા સવાલ મોકલું છું..
ગમ બધા રહેવા દીધા છે મારી પાસે
દરેક પળ તમને ખુશાલી મોકલું છું..
Posted: Niru Kamdar
કામની વસ્તુઓ મોકલોને, વહાલ ને ખુશાલી તો બધા મોકલે છે;
ખીચોખીચ ભરીને મોકલો, તમને થેલી જે આ ખાલી મોકલું છું!
મહેન્દ્ર શાહ
++++++
હું ક્યા કહું છું આપની હા હોવી જોઇયે,
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ
-મરીજ
Posted: Bharat Kotak
આમ સટાક કરતી મન ફાવે ત્યારે “ના” ના કહો;
હા કે ના કહેવાની પણ એક પ્રથા હોવી જોઇએ!
મહેન્દ્ર શાહ
++++++
આપણે મળ્યા નું કારણ કોઇને કે’તા નહીં,
છેક ભીતરનું છે તારણ કોઇને કે’તા નહીં.
અશોક વાવડીયા
Posted: ગીતા દોશી
મળવું જ મહત્વનું છે, આપવા લેવાનો વ્યહવાર કરતા નહીં;
ભીતરની વાત, એ તાણ કરીને આપે તો પણ કંઇ લેતા નહીં!
મહેન્દ્ર શાહ
++++++
पृथ्वी अग्नि जल आकाश वायु !!! इन पांच तत्वों से आदमी बनता है …..
.
..
और इसमें PAN और AADHAR जोड़ दे तो इन सात तत्वों
से *भारतीय* बनता है!!
WA
इतना ही नहीं…,
पान के साथ घुटका भी
जोड़ दो तो
परफ़ेक्ट भारतीय बनता है!
महेन्द्र शाह
++++++
जिसके पास कुछ भी नहीं है,
उस पर दुनियाँ हँसती है
जिसके पास सबकुछ है,
उसपर दुनियाँ जलती है
मेरे पास आप जैसे अनमोल
रिश्ते हैं, जिनके लिये दुनियाँ
*तरसती है*
Posted: Niru Kamdar
लोग भी कमाल के हैं
सोस्यल मिडीया पर
इतने अच्छे क्वोटेशन्स बिना पढे
ट्रेश बीन मे टॉस करते है, सोच कर ये पस्ती है!
महेन्द्र शाह
++++++
ત્યાં સુધી તલવારનો મોભો હતો,
જ્યાં સુધી રાખી’તી એને મ્યાનમાં.
——-વારિજ લુહાર
મ્યાનમાં જ રહેશે તો, તલવાર એનો ધરમ ક્યારે બજાવશે?
મોભા સાથે સાથે કેમ વાત આ ના આવી તમારા ધ્યાનમાં?
મહેન્દ્ર શાહ
++++++
કરવટે બદલતે રહે સારી રાત હમ
આપકી કસમ આપકી કસમ
આમાં ખાસ કંઇ નથી
.
.
કવિને પાછળ ગુમડુ થયું છે
સીધા સુઈ શકતા નથી
…..
Posted: દીપક જરીવાલા
યાર, ખોટી કસમે ના ખાવ, કરવટે પર ના લખાય તો ગુમડા પર કંઇક લખો;
આ તે કંઇ વ્યાજબી બહાનું છે?” ગુમડું થયું છે, એટલે કવિતા લખાતી નથી!”
મહેન્દ્ર શાહ
++++++
બે જ પળની જિંદગી છે તોય જીવાતી નથી,,,
એક પળ ખોવાઇ ગઇ છે, બીજી સચવાતી નથી…
Posted: Nikita Umrigar.
“જીંદગી જીવાતી નથી કે સચવાતી ય નથી”, એ કમ્પ્લેઇન કરવામાં જ;
માણસ આખી જીંદગી વેડફી નાખે છે, મને તો આ વાત સમજાતી નથી!
મહેન્દ્ર શાહ
++++++
ચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યાં નહિ,
કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના !
Posted: Nikita Umrigar
થાક ઉતારવા અલ્પ વિરામ લેતા હશે, બાકી એ
લખવામાં પૂર્ણ વિરામ તો ના કરે, કારણ વિના!
મહેન્દ્ર શાહ
++++++
* ✍ ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની…., આતો કુદરત ની ભલામણ છે
વગર સરનામે લાગણી ના તાંતણે સૌ બંધાતા ગયા.. *
Posted: Niru Kamdar
બંધાયેલ તાંતણા પણ કોણ જાણે એવા તો કાચા નીકળ્યા કે ;
એજ વખતે તૂટતા ગયા, જ્યારે બીજી બાજું સંધાતા ગયા!
મહેન્દ્ર શાહ
++++++
* ✋હાથ ભલે ખાલી રાખજે ભગવાન, ✋*
* ❤પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે છલોછલ ભરેલુ રાખજે, ❤*
*મારી નજીક કોઇ ના આવેતો કાઈ નહી,*
* પણ મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર ☝ ન જાય એવો સબંધ કાયમ રાખજે…!!! *
Posted: Niru Kamdar
* ✋હાથ ભલે ખાલી રાખજે ભગવાન તારા, ✋
* ❤પણ મારા તો ભરેલ રાખજે. ❤*
કારણ તારા તો ખાલી થતાં જ ભરાઇ જશે,
પણ મારા તું નહીં ભરીશ, તો કોણ ભરશે?
મારી પ્રાર્થનાનો કંઇક તો બદલો વાળજે!
મહેન્દ્ર શાહ
++++++
વસે દિલમાં નટવરની કવિતાઓ;
ભલેને એ કદી પણ છપાતી નથી.
નટવર મહેતા
ભલે ને છપાતી ના હોય, પણ કવિતાઓ કો’કના દિલમાં વસે તો છે ને;
અમારીનું તો ગઝલાક્ષરીકરણ ના કરીએ તો કોઇનાથી વંચાતી નથી!
મહેન્દ્ર શાહ
++++++
*ભાવ ભલે વધારે રાખો*
*પણ*
*પોતાના ને સમય આપી શકો એટલું ડિસ્કાઉન્ટ જરૂર આપજો..*……
Posted: Niru Kamdar
ભાવ “jack up “ કરીને
ડિસ્કાઉન્ટ આપે
એમાં શું ફાયદો?
ડિસ્કાઉન્ટની સ્કીમમાં
લૂંટી ના લે એનું
ધ્યાન રાખજો!
મહેન્દ્ર શાહ
++++++
સાકી મને આંખોથી પાતી નથી;
એથી પ્યાસ મારી છિપાતી નથી.
નટવર મહેતા
સાકી આંખોથી પીવડાવે તો જ પ્યાસ છિપાય?
બીજો વિકલ્પ નથી? પ્યાલીથી પીવાતી નથી?
મહેન્દ્ર શાહ
++++++
* સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે,*
*કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.*
WhatsApp.
* હકીકત કંઇ અલગ હોય છે;
સમય બધો એકબીજાની ભૂલો
શોધવામાં જ જાય છે!
* આમ પણ ભૂલો શોધશો નહીં તો
બેઠા બેઠા આખો દિવસ કરશો શું?
મહેન્દ્ર શાહ
++++++
નથી દોસ્તોને તો જરાયે કદર પણ,
મને મારા દુશ્મન બધા ઓળખે છે !
– મનહર જમીલ
દોસ્તોને ક્યાં એ ખબર છે? ઓળખાણની સાથે સાથે;
કહો એમને મારા એ દુશ્મન મને દાઢમાં પણ રાખે છે!
મહેન્દ્ર શાહ
++++++
અદાલતમાં ગીતા કે કુરાન ઉપર હાથ મુકાવીને સાચું બોલાવવાની કોશિશ કરે છે
એના કરતા એકાદ-બે પેગ મરાવીને પુછે તો સાવ સાચુ સામે આવી જાય અને કેસ પણ જલ્દી પતી જાય….
*- પણ આપણુ માને કોણ* ?
……..
w.a.
જજ માનશે તો ખરા.., પણ એમાં દારૂબંધીનો કાયદો આડે આવે ને!
પાછી એની એ જ જફા ઉભી તો રહે..,
કોર્ટમાં પહેલાં સાચું બોલાવરાવા દારૂ પીવડાવવો પડે;
ને પછી એની પર કોર્ટમાં દારૂબંધીનો કાયદો તોડ્યો, એની વિરોધમાં કેસ ચલાવવો પડે,
ને પાછું ફરી
સાચું બોલાવરાવા દારૂ પીવડાવવો પડે!
મહેન્દ્ર શાહ
મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com






“મ.ને ન. ની જુગલબંદી ચુપ રહેતી નથી,
મૌનમાં પણ ઘણું બધુ કહી જાય છે
ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)
“ મેરા દેશ મહાન” ના નારા લગાવવાવાળા પણ;
નારા લગાવવા જ મોં ખોલે છે, બાકી તો ખામોશ છે!
મહેન્દ્ર શાહ
દેખાવું જોઇએ એ દેખાતું નથી, ના દેખાતું નજરે પડે છે;
જરૂર ક્યાંક કોઇનાથી એનો ખોટો ફોટો છપાયો લાગે છે!
Others are also excellent. These are also excellent.