ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૮)

નિરંજન મહેતા

આ લેખમાં Kથી શરૂ થતી ફિલ્મોના શીર્ષકવાળી ફિલ્મોને આવરી લેવાઈ છે જેનું શીર્ષક એ પહેલા આવેલ કોઈ ગીત પર આધારિત છે.

૧૯૫૪માં આવેલી ફિલ્મ ‘નાસ્તિક’નું અત્યંત પ્રખ્યાત ગીત છે જે આજે પણ પ્રસંગોપાત ગવાય છે.

देख तेरे संसार की हालत
क्या हो गई भगवान
कितना बदल गया इंसान

અજીત ઉપર આ ગીત રચાયું છે પણ તે પાર્શ્વભૂમિમાં મુકાયું છે. ગીતના કવિ અને ગાનાર કલાકાર પ્રદીપજી. સંગીતકાર સી. રામચંદ્ર.

આ ગીતના શબ્દો कितना बदल गया इंसानના શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૫૭માં.

૧૯૬૦ની ફિલ્મ ‘કાલાબાઝાર’નું ગીત જોઈએ

खोया खोया चाँद खुला आसमां
आँखों में सारी रात जायेगी
तुम को भी कैसे निंद आयेगी

વહીદા રહેમાનને સંબોધતા દેવઆનંદ આ ગીત ગાય છે જેના શબ્દો છે સૈલેન્દ્રના અને સંગીત એસ. ડી. બર્મનનું. સ્વર છે રફીસાહેબનો.

खोया खोया चाँद શીર્ષકવાળી ફિલ્મ આवी હતી બે વાર – ૨૦૦૧માં અને ૨૦૦૭માં.

દેવઆનંદની એક અન્ય ફિલ્મ ‘શરાબી’ જે ૧૯૬૪મા આવી હતી તેમાં ગીત છે

कभी ना कभी कहीं ना कहीं कोई तो आयेगा

રાજીન્દર ક્રિશ્નના શબ્દોને સ્વર આપ્યો છે રફીસાહેબે અને સંગીત છે મદનમોહનનું.

कभी ना कभी શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૯૮મા

ત્યાર પછી ૧૯૬૫ની ફિલ્મ ‘ગુમનામ’ના ગીતના શરૂઆતના શબ્દો છે

खयालो मे खयालो मे
हम काले है तो क्या हुआ दिलवाले है

મહેમુદને સ્વપ્નોની દુનિયામાં જે રંગીન વિચારો આવે છે તે આ ગીતમાં વર્ણવાયું છે. શૈલેન્દ્રના શબ્દોને શંકર જયકિસનનું સંગીત સાંપડ્યું છે જેના ગાનાર છે રફીસાહેબ અને મહેમુદ.

खयालो मे શબ્દોને લઈને બનેલી ફિલ્મ ૨૦૧૫મા આવી હતી.

૧૯૬૭ની ફિલ્મ ‘ઉપકાર’નું આ ગીત આજે પણ પ્રચલિત છે

कोई किसी का नहीँ ये जूठे नाते है नातो का क्या
कस्मे वादे प्यार वफ़ा सब बातें है बातों का क्या

પ્રાણ માટે આ એક અનોખું ગીત સાબિત થયું હતું જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. ગાનાર કલાકાર મન્નાડે.

આ ગીતના શબ્દો कस्मे वादे નામવાળી ફિલ્મ આવી હતી ૧૯૭૮મા.

૧૯૬૮મા આવેલી ફિલ્મ ‘ઝૂક ગયા આસમાં’નું આ ગીત કાર ચલાવતા રાજેન્દ્રકુમાર પર ફિલ્માવાયું છે.

कौन है जो सपनों में आया कौन है जे दिल में समाया
लो ज़ुक गया आसमाँ भी इश्क मेरा रंग लाया

હસરત જયપુરીના શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે શંકર જયકિસને. ગાનાર કલાકાર રફીસાહેબ.

ગીતની પ્રથમ પંક્તિનાં શબ્દો कौन है जो सपनों में आया શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૦૪માં.

किस किस को प्यार करूं આ છે ૧૯૬૯ની ફિલ્મ ‘તુમ સે અચ્છા કૌન હૈ’ ફિલ્મના ગીતના શબ્દો. ગીત શમ્મીકપૂર પર રચાયું છે જેના શબ્દો રાજીન્દર ક્રિશ્નના અને સંગીત શંકર જયકિસનનું. ગાનાર કલાકાર રફીસાહેબ.

આજ શબ્દોવાળી ફિલ્મ આવી હતી ૨૦૧૫મા.

૧૯૭૩ની ફિલ્મ ‘સ્વીકાર’માં ગીત છે

अंगड़ाईया ले कर तनहाईयों में अक्सर
मै सोचती रहती हूँ कहीं प्यार ना हो जाए

ફિલ્મમાં એક જ સ્ત્રી પાત્ર જણાય છે – હંસા મેકર એટલે કદાચ આ ગીત તેના ઉપર હોય. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગાનાર કલાકાર આશા ભોસલે.

कहीं प्यार ना हो जाए આ શબ્દોના શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૦૦મા.

૧૯૭૫ની ફિલ્મ ‘ખેલ ખેલ મેં’નું આ ગીત જોઈએ

खुल्लम खुल्ला प्यार करेंगे हम दोनों
इस दुनिया से नहीँ डरेंगे हम दोनों

ગીતના કલાકારો છે રીશીકપુર અને નીતુ સિંહ. ગુલશન બાવરાના શબ્દોને સજાવ્યા છે આર.ડી.બર્મને અને ગાનાર કલાકારો કિશોરકુમાર અને આશા ભોસલે.

खुल्लम खुल्ला प्यार करें શબ્દોને લઈને આવેલી ફિલ્મ ૨૦૦૫માં જેમાં આનું એક રિમિક્ષ ગીત પણ છે.

https://youtu.be/e-HY4AjyTbc

૧૯૮૧માં આવેલી ફિલ્મ ‘ચશ્મે બદદુર’નું ગીત છે

कहां से आये बदरा घुलता जाए कजरा

વિનોદ નાગપાલ આગળ સંગીત શીખતી દીપ્તિ નવલ પર આ ગીત ફિલ્માવાયું છે જેને સ્વર સાંપડ્યો છે હેમંતી શુક્લ અને યેસુદાસનો. શબ્દો ઇન્દુ જૈનના અને સંગીત રાજકમલનું.

कहां से आये बदरा શબ્દોમાં સહેજ ફેરફાર સાથે ૨૦૦૭મા ફિલ્મ આવી હતી कहां से आये बदरवा

કદાચ હજી કોઈ ગીત અને ફિલ્મ રહી ગયા હોય તો ક્ષમસ્વ.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.