નિરંજન મહેતા
પોતાના પ્રેમીની ગેરહાજરીમાં તેને યાદ કરવા તેનો ફોટો (તસવીર) જોઈ નાયક-નાયિકાને ગીત સ્ફૂરી આવે છે આવા જ કેટલાક બહુ પ્રચલિત ગીતોની નોંધ આ લેખમાં લેવાઈ છે.
સૌ પ્રથમ ૧૯૫૨ની ફિલ્મ ‘દિવાના’માં આવેલ એક ગીત જે આજે પણ કર્ણપ્રિય છે.
तस्वीर बनाता हु तेरी खूने जिगर से
સુરૈયાની યાદમાં સુરેશ તેની તસવીર બનાવતા બનાવતા આ ગીત ગાય છે. ગીતના શબ્દો શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું. સ્વર છે રફીસાહેબનો.
૧૯૫૭ની ફિલ્મ ‘દેખ કબીરા રોયા’નું ગીત છે
अश्को से तेरी हमने तस्वीर बनाई है
रो रो के मुहब्बत की तकदीर बनाई है
અનુપકુમારની યાદમાં અનીતા તેની તસવીર બનાવે છે અને આ ગીત ગાય છે. સ્વર છે આશા ભોસલેનો. શબ્દો રાજીન્દર ક્રિશ્નના અને સંગીત મદન મોહનનું.
૧૯૬૧ની ફિલ્મ ‘માયા’ના આ યુગલ ગીતમાં માલા સિન્હા અને દેવઆનંદ એક બીજાને સંબોધીને કહે છે કે તારી તસ્વીર મારા દિલમાં ઉતારી છે અને મારા સપનામાં તે લઈને ફરૂ છું.
तसवीर तेरी दीलमे जिस दिन से उतारी है
फिरूँ तुझे संग ले के नए नए रंग ले के
મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સ્વરાંકિત કર્યા છે સલિલ ચૌધરીએ અને ગાનાર કલાકારો લતાજી અને રફીસાહેબ.
તસવીરને લાગતું એકદમ પ્રચલિત અન્ય ગીત છે ૧૯૬૩ન્ર્ર ફિલ્મ ‘તાજમહલ’નું. બીના રોયની ગેરહાજરીમાં તેને યાદ કરતા પ્રદીપકુમાર કહે છે
जो बात तुझ में है तेरी तसवीर में नहीँ
ગીતકાર સાહિર લુધિયાનવી અને સંગીતકાર રોશન. સ્વર છે રફીસાહેબનો.
અહીં એક બીનફિલ્મી ગીતનો ઉલ્લેખ કર્યા વગર નથી રહી શકતો કારણ તે પણ અત્યંત મધુર છે. કહે છે કે તારી તસવીર મારૂ દિલ નહીં બહેલાવી શકે કારણ
तसवीर तेरे दिल मेरा बहेला न सकेगी
ये तेरी तरह मुझ से तो शर्मा न सकेगी
ફૈયાઝ હાશ્મીના શબ્દોને સ્વરાંકન સાંપડયું છે કમલ દાસગુપ્તાનું અને તેને મધુર સ્વર મળ્યો છે તલત મહમુદનો.
૧૯૬૬મા આવેલી ફિલ્મ ‘દેવર ભાભી’માં પણ એક રમુજી પ્રકારનું ગીત છે જ્યાં પત્ની પિયર ગઈ હોય તેને પાછી બોલાવવા આ ગીત ગવાયું છે.
तसवीर तेरी दिल मेरा बहेला न सकेगी
मर जाउंगा मैके से जो तुं आ न सकेगी
માહિતી પ્રમાણે આ ગીતનાં શબ્દો છે રાજા મહેંદી અલી ખાનના અને સંગીત રવિનું. ગાનાર કલાકાર તરીકે રફીસાહેબનું નામ છે પણ ગીત સાંભળતા લાગે કે તે તેમનો જ અવાજ છે કે કોઈ અન્યનો અવાજ છે.
પતિ પત્ની લગ્ન પહેલા એકબીજાની તસવીર જોઈ જે વિચારે છે તે ૧૯૭૨ની ફિલ્મ ‘પિયા કા ઘર’માં સુંદર રીતે વર્ણવી છે.
ये जुल्फ कैसी है जंजीर जैसी है
वो कैसी होगी जिसकी तसवीर ऐसी है
અનિલ ધવન જયા ભાદુરીની તસવીર જોઈ આમ વિચારે છે તો બીજી બાજુ જયા ભાદુરી પણ અનિલ ધવનને તસવીર જોઈ આવા જ કાંઈક વિચારો સાથે ગાય છે. આનંદ બક્ષીના શબ્દોને લક્ષ્મીકાંત પ્યારેલાલે સંગીત આપ્યું છે અને ગાનાર કલાકાર છે લતાજી અને રફીસાહેબ.
તસવીરને લાગતું એક જુદા જ પ્રકારનું ગીત છે ૧૯૮૨ની ફિલ્મ ‘બેમિસાલ’માં. કાશ્મીરની કુદરતી સુંદરતાને વર્ણવતું આ ગીત લખ્યું છે આનંદ બક્ષીએ અને સંગીતકાર છે આર ડી.બર્મન. ગીતમાં ત્રણ કલાકાર છે – અમિતાભ બચ્ચન, રાખી અને વિનોદ મહેરા જેમને કંઠ આપ્યો છે લતાજી, સુરેશ વાડકર અને કિશોરકુમારે.
૧૯૯૭ની ફિલ્મ ‘પરદેસ’માં એક નૃત્યગીત છે જે શાહરૂખ ખાન પર ફિલ્માવાયું છે જેમાં પોતાની ઇન્તેજારી આ શબ્દોમાં વર્ણવે છે
कीसी रोज तुम से मुलाक़ात होगी
मेरी जां उस दिन मेरे साथ होगी
મહિમા ચૌધરી માટે ગવાતા આ ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર નદીમ શ્રવણ. સ્વર છે કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકનો.
આમ જુદા જુદા સ્વરૂપમાં તસવીરને ફિલ્મી ગીતોમાં વણી લેવામાં આવી છે.
આશા છે રસિકજનોને આ પસંદ પડશે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com






