હું મહેક…… :: 3

હેલ્લો ! હું મહેક બિરજુબેન ગાંધી.

આજે અમારા ક્લાસમાં અમને પ્રદૂષણ પર નિબંધ લખવા આપેલો. આ વિષય ઉપર જે મારા વિચારો છે તેનો ટૂંક સાર મે અહીં લખ્યો છે.

પ્રદૂષણ

આપણી આખી દુનિયાને આજે જે સૌથી વધુ ખરાબ કરે છે તે છે પ્રદૂષણ. આપણી દુનિયામાં વાયુ, પાણી, ધ્વનિ અને ભૂમિ એમ ચાર પ્રકારના પ્રદૂષણ છે. આ ચારેયમાંથી પાણી અને ભૂમિનું પ્રદૂષણ આપણને બીમાર કરે છે. વાયુનું પ્રદૂષણ આંખ, હૃદય અને ફેફસાને કમજોર કરે છે ને ધ્વનિ આપણી આજુબાજુ શાંતિ રહેવા દેતું નથી તેથી કાન અને મગજ પર અસર કરે છે. વાહનો અને કારખાનાઓમાંથી નિકળતી ગેસ અને ધુમાડો એ કાર્બન ડાયોક્સાઈડ છે જે પર્યાવરણને ખરાબ કરી અને વાયુમંડળને ઝહેરીલું બનાવે છે, ધ્વનિનું પ્રદૂષણ લોકોનમાં માનસિક તણાવ પેદા કરે છે જેથી આપણી કામ કરવાની શક્તિ ઘટતી જાય છે. આ પ્રદૂષણની અસર ખાલી માનવજાતિ પર જ નહીં પણ ફૂલ-છોડ અને વૃક્ષ પર પણ થાય છે. હું દરરોજ જ્યારે છાપાઓ, પુસ્તકો વાંચું છુ તો તેમાં લખ્યું હોય છે કે જો, આજે આપણે બધાં ય ધ્યાન નહીં રાખીએ તો આપણી આવતીકાલ કેવી હશે તેની ખબર નહીં પડે. ને ભવિષ્યમાં સુંદર અને તંદુરસ્ત પ્રકૃતિ એ ખાલી ચિત્રોમાં જ જોવા મળશે. આથી આ પ્રકૃતિને બચાવવા આજે આપણે નાનકડી તો શરૂઆત કરી જ શકીએ છીએ. જેમકે નદીમાં કચરો નહિ નાખવાનો, કારખાનામાંથી ધુમાડો બહાર નીકળે પણ બગાડવાળો ધુમાડો ઓછો હોય તેમ થાય, જોરથી લાઉડસ્પીકર ન રાખવા, વૃક્ષો વાવવા, પાણી ઓછું ઢોળાય તેનું ધ્યાન રાખવું. તો ચાલો આપણે બધાં ય આપણી પ્રકૃતિને બચાવવા આજથી જ પ્રયત્ન કરીએ.

– મહેક બિરજુબેન ગાંધી : ઉંમર ૧૨ વર્ષ : ઉત્કર્ષ સ્કૂલ રાજકોટ


મહેક ગાંધીનું વિજાણુ સંપર્ક સરનામું : mahekgandhi01@gmail.com

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

3 comments for “હું મહેક…… :: 3

 1. May 22, 2018 at 7:10 am

  જોરથી લાઉડસ્પીકર ન રાખવા, આ પ્રદુષણ અટકી શકે એમ છે. 

  ગામડાંમા લોકો લાઉડસ્પીકર વાપરે છે અને એવા અવાજની જરુર નથી. 

  શહેરમાં નગરપાલીકા કે મહાનગરપાલીકાની બેદરકારીને કારણે મુરખાઓ પ્રદુષણ ફેલાવે છે….

 2. vimla hirpara
  May 23, 2018 at 1:20 am

  ચિ. મહેક, આનંદ થયો કે ભાવિ પેઢીમાં જાગૃતિ આવી છે. આ સંદેશ વધારે ફેલાય ને લોકો સમજે ને નક્કે પગલા લે એવી આશા. શહેરમાં તો ખુલ્લી જગ્યા નમળે. પણ જેની પાસે સગવડ છે એ બાળકોએ પોતાની વરસગાંઠ નિમિતે એક વૃક્ષ વાવવું જોઇએ એવો નિયમ બનાવાય. તને જાણ ન હોય પણ પરદેશમાં અમુક આદીવાસી જાતિઓ પોતાના બાળકના જન્મનિમિતે એક ઝાડ વાવે છે ને એ ઝાડ એ બાળકને નામે ઓળખાય છે. એ રીતે વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે છે. તારી સમજ માટે અભિનંદન

 3. May 23, 2018 at 3:01 am

  ઈ- વિદ્યાલય પર….
  http://e-vidyalay.blogspot.com/2018/05/blog-post_5.html

Leave a Reply to vkvora2001 Atheist Rationalist Cancel reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.