





શાયર ક઼મર જલાલવી (Qamar Jalalvi)ની લખેલી આ લોકપ્રિય ગઝલને સને ૧૯૮૮માં કવ્વાલી રૂપે પહેલી વખત સ્વ. નસરત ફતેહ અલી ખાને રજુ કરી. આ શાયર આગરા પાસેનાં જલાલી ગામમાં જન્મેલા. દેશના ભાગલા થતા તેઓ કરાચી સ્થાયી થયેલા.
આ ગ઼ઝલના કાફિયા અને રદીફ સરળ અને સહેલાઈથી શ્રોતાને યાદ રહે તેવાં હોવાથી ગ઼ઝલ લોકપ્રિય થઇ છે. એજ કાફિયા અને રદીફ સાથે “મેરે રશ્કે કમર” ની ઘણી આવૃતિઓ થઇ છે, શરૂઆત માં તેના મૂળ રૂપમાં જોઈએ.
रश्क – ઈર્ષા, અથવા, જલન
कमर – ચાંદ અથવા ચંદ્રમા
શાયર પ્રિયતમાની સુંદરતાનાં વખાણ કરતા કહે છે:
जो चाँद को भी
जलन महसूस क़रा सके
वैसी खूबसूरत तू ने
तेरी पहेली नज़र
जब मेरी नजरसे मिलायी
तो मजा आ गया
૧૯૮૮નું પ્રથમ રેકોર્ડિંગ સાંભળીએ નસરત ફતેહ અલી ખાં અને સાથીઓની કવ્વાલીના અંદાજમાં
ફિલ્મ “રઈસ” – ગાયક અરિજિત સિંહ. મુખડો અને બંદિશ એ જ રહે છે. દિગ્દર્શકે આ ગીતનો ઉપયોગ પાર્શ્વ સંગીતમાં કર્યો છે.
ફિલ્મ “બાદશાહો” – ગાયક નસરત અને રાહત ફતેહ અલી ખાં. અહીં આ બે અવાજોનું સંમિશ્રણ સાંભળવાલાયક રહે છે. શબ્દાંકન કર્યું છે મનોજ મુન્તશીર અને ફના બૂંતદીલ શહેરી એ.
રાહત ફતે અલી, એક જાહેર કાર્યક્રમમાં
આ જ શબ્દાંકન, યુટ્યુબ પર ખુબ પ્રચલિત, ભુવનેશ્વર ની ગાયિકા રોઝલીન શાહુ, રોઝલીન Indian Idol-6 માટેનાં પ્રાથમિક પરીક્ષણ માં નાપાસ થયેલી, પણ તેના આ વિડિઓ ને યુટ્યુબ પર લગભગ ચાર કરોડ લોકોએ નિહાળ્યો.
બાબા સહગલ
TV ઉપર આવતી એક સંગીત સ્પર્ધાનાં વિજેતા, ઓરિસ્સાનાં રિતુરાજ મોહંતી,
શ્રી મોરારી બાપુના સાનિધ્યમાં રાજસ્થાની લોકગાયકો
દુબઈમાં એક જાહેર પ્રોગ્રામમાં કિર્તીદાન ગઢવી
૧૧ વર્ષની શિરડીમાં જન્મેલી ખનક જોશી
સુપ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કર:
“મઝે મઝે મેં
વો કુછ ઐસા કહગયે
જો ના કભી હોશમે કહતે,
ના હમ સોચ સકતે થે
પર જિસ અંદાજમે કહે ગયે
કસમ ખુદા કી, મઝા આ ગયા”
એક એવોર્ડ કાર્યક્રમમાં એલીના ડી ક્રુઝનો ડાન્સ
રશિયાની પ્રસિદ્ધ કથક નૃત્યાંગના શ્વેતલના તુલસી અને તેની સાથીદાર શેરીન લાધા
છેલ્લે સાંભળીયે યુવાન ગાયક અભિષેક દાસ ને, “मेरे रश्के कमर” જુદા જુદા આઠ ગાયકોના અંદાજમાં
શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.
મસ્ત મઝા આવિ ગઇ
અતિસુંદર. તમે જે પરિશ્રમ ઉઠાવીને, આ બધાનું સંકલન કર્યું છે તે કાબિલેદાદ છે. અભિનંદન,
રુપ અનેક… રચના કોનીક, અવાજ બીજા કોઇક નો… મેં અવાજ બંધ કરી હાવ ભાવ જોયા… તુલસી અને લાધાની જોડીના હાવ ભાવ બે ચાર વખત જોયા.