સડકો ઉપર કોણ ઉતરે છે? પદમાવતનું નામ છે બાકી રાજકરણીઓ અને ઉગી નીકળેલ વીવીધ સેનાઓ વરસોથી સડક ઉપર ઉતરી આવે છે.
હાલની કેંન્દ્રની સરકાર સત્તા મેળવતાં અગાઉ પાર્ટી કે પક્ષ રથયાત્રાઓ કાઢતી હતી. એ સડક ઉપર ઉતરવાની શરુઆત થઈ કહેવાય. છેવટે ટોળાને ઉશ્કેરી બાબરીના ઢાંચાને તોડી નાખેલ.
ઢાંચો તોડ્યા અગાઉ અને હાલ આ બાબરી મસ્જીદનો કેસ સુપરીમ કોર્ટમાં પેન્ડીંગ છે અને રોજે રોજ સમાચાર આવે છે.
ઓક્ષ્ફોર્ડના ઈતીહાસના અધ્યાપકે શીવાજી ઉપર પુસ્તક લખ્યું અને સેના સડક ઉપર આવી ગઈ. પુસ્તકના તો હાલ હવાલ થયા પણ ઈન્સ્ટીટ્યુટ કે પુસ્તકાલયને પણ આગ લગાડી નુકશાન કરવામાં આવેલ.

સડક ઉપર ઉતરી આવવું સહેલું થતું જાય છે.
હજાર વરસ અગાઉ કનોજનો રાજા જયચંદ હતો. જયચંદે પુત્રીના લગ્ન માટે સ્વ્યંવર કરેલ. એ વખતે પૃથ્વીરાજે જયચંદની પુત્રીનું અપહરણ કરેલ. જયચંદ સીધો સડક માર્ગે મુહમ્મદ ગોર પાસે ગયો.
હવે તો હાઈ-વે, એક્ષ્પ્રેસ હાઈ-વે નો જમાનો છે. મુંબઈ થી પુણે ઘાટ પાસ કરવો હોય તો શું વીધી વીધાન કરવા પડતા અને હવે ઘાટ છે એ જ ખબર નથી પડતી.
એથી વીશેષ ઉત્તર કોરીયાનો રાજા જે મીસાઈલ છોડતો એનાથી લાગે છે વીસ ત્રીસ મીનીટમાં નીશાન ઉપર. જરાપણ ભુલ નહીં અને સીધો નીશાન ઉપર.