





નિરંજન મહેતા
૧૪.૦૪.૨૦૧૮ના લેખમાં G અને Hવાળા ગીતોની જાણકારી લીધી હતી. હવે I વિષે શોધ કરતાં એક જ ફિલ્મની જાણકારી પ્રાપ્ત થઇ એટલે તેની સાથે Jવાળા ગીતો અને ફિલ્મ આ લેખમાં સાંકળી લીધા છે.
I
૧૯૫૪માં આવેલી ફિલ્મ ‘અમર’માં ગીત છે
इन्साफ का मंदिर है ये भगवान का घर है
દિલીપકુમાર પર આ ગીત ફિલ્માવાયું છે જેના રચયિતા છે શકીલ બદાયુની અને સંગીતકાર નૌશાદ. ગાનાર કલાકાર રફીસાહેબ.
इन्साफ का मंदिर આ નામની ફિલ્મ ૧૯૭૦માં આવી હતી
J
૧૯૫૪ની ફિલ્મ ‘ટેક્ષીડ્રાઈવર’માં ગીત છે
जाये तो जाये कहाँ
समजेगा कौन यहाँ
दर्द भरे दिल की जुबां
કલાકાર દેવઆનંદ, ગીતકાર સાહિર લુધિયાનવી, સંગીતકાર એસ. ડી. બર્મન અને કંઠ તલત મહેમૂદનો.
जाये तो जाये कहाँ આ શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૮૦મા
૧૯૫૯ની ફિલ્મ ‘અનાડી’નું પ્રસિદ્ધ ગીત છે
किसीकी मुश्कराहटो पे हो निसार
किसीका दर्द मिल सके तो ले उधार
कीसी के वास्ते हो तेरे दिलमें प्यार
जीना ईसी का नाम है
રાજકપુરનાં આ ગીતને સ્વર મળ્યો છે મુકેશનો. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું.
जीना ईसी का नाम है આ શબ્દોવાળી ફિલ્મ આવી હતી ૨૦૧૭માં.
૧૯૬૧ની ફિલ્મ છે ‘જબ પ્યાર કીસી સે હોતા હૈ’ જેનું ગીત છે
हो हो आह
ओ जिया हो जिया कुछ बोल दो
दिल का पर्दा खोल दो
जब प्यार कीसी से होता है
तो दर्द सा दिल में होता है
આ ગીત દેવઆનંદ પર રચાયું છે જેના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનું. સ્વર છે રફીસાહેબનો.
આ પ્રખ્યાત ગીતના શબ્દો जब प्यार कीसी से होता है લઈને ફિલ્મ આવી હતી ૧૯૯૮મા.
૧૯૬૧ની જ એક અન્ય ફિલ્મ ‘ઘરાના’નું આ ગીત જોઈએ
जब से तुम्हे देखा है आँखों में तुम्ही तुम हो
हम भी यही कहते है सासों में तुम ही तुम हो
રાજેન્દ્ર કુમાર અને આશા પારેખ આ ગીતના કલાકારો છે. ગીતકાર શકીલ બદાયુની, સંગીતકાર રવિ અને ગાનાર કલાકારો આશા ભોસલે અને રફીસાહેબ.
जब से तुम्हे देखा है શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૬૩મા.
૧૯૬૫ની ફિલ્મ ‘આરઝુ’માં ગીત છે
अजी रूठ कर अब कहाँ जाइयेगा
जहाँ जाइयेगा हम पाइयेगा
સાધના આ ગીતના કલાકાર છે. ગીતને સ્વર મળ્યો છે લતાજીનો. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન.
जहाँ जाइये गा हम पाइयेगाને મળતા શબ્દોવાળી ફિલ્મ जहाँ जाएगा हमें पायेगा ૨૦૦૭માં આવી હતી.
૧૯૬૫ની જ એક અન્ય ફિલ્મ છે ‘બહુબેટી’ જેનું ગીત છે
जियो तो ऐसे जियो जैसे सब तुम्हारा है
કલાકાર જોય મુખરજી પર ફિલ્માવાયેલ આ ગીતને સ્વર મળ્યો છે રફીસાહેબનો જેના શબ્દો છે સાહીર લુધિયાનવીના અને સંગીત રવિનું.
जियो तो ऐसे जियो છે ૧૯૮૧ની ફિલ્મનું શીર્ષક.
‘જોની મેરા નામ’ આ ફિલ્મ આવી હતી ૧૯૭૦મા જેમાં દેવઆનંદ ગાય છે
पल भर के लिये कोई हमें प्यार करले
झूठा ही सही
ગાયક કલાકાર કિશોરકુમાર, શબ્દકાર ઇન્દીવર અને સંગીત કલ્યાણજી આણંદજીનું.
झूठा ही सही આ શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૧૦માં.
जुठ बोले कौआ काटे ૧૯૭૩ની ફિલ્મ ‘બોબી’નું આ નૃત્યગીત આજે પણ સાંભળતાં પગમાં થરકાવ આવે.
રિશી કપૂર અને ડીમ્પલ કાપડિયા આ ગીતના કલાકાર છે. ગીતકાર વિઠ્ઠલભાઈ પટેલના શબ્દોને સજાવ્યા છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર આપ્યો છે લતાજી અને શૈલેન્દ્ર સિંઘે.
૧૯૯૮માં जुठ बोले कौआ काटे નામવાળી ફિલ્મ આવી હતી.
૧૯૮૧ની ફિલ્મ ‘નસીબ’નું ગીત જોઈએ
जॉन जानी जनार्दन तारा रम पम पम पम
અમિતાભ બચ્ચન આ ગીતના કલાકાર છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. સ્વર છે રફીસાહેબનો.
जॉन जानी जनार्दन આ નામની ફિલ્મ ૧૯૮૪માં આવી હતી.
આશા છે રસિકજનોને આ માહિતી રસપ્રદ લાગશે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com