





તન્મય વોરા
જ્યારે આપણે બીજાંને (આપણાં બાળકો સુધ્ધાંને) વિકસાવવા મેદાને પડીએ, ત્યારે આપણે તેમને સમય અને મોકળાશ તો આપવાં જોઇએ. લોકો,છોડની જેમ,કુદરતી રીતે વિકસે છે. આપણે તેમને કહીએ છીએ, તેમ જ જે સંવેદના અને અનુભવમાંથી તેઓ પસાર થાય છે, તેમાંથી પણ શીખે છે.
એક અગ્રણી તરીકે (હા, માતાપિતા પણ એક અર્થમાં અગ્રણી છે!) જો આપણે તેમની પાસેથી બહુ ત્વરીત પરિણામ અંગે ચિંતિત રહ્યા કરીશું, તો નિરાશા સાંપડશે. જ્યારે આપણે બીજ વાવીએ છીએ, ત્યારે દરરોજ ખોદીને જોતાં નથી કે તે કેટલાં વધ્યાં છે. એમ તો તે કદી નહીં ઉગે. ક્યારેક નેતૃત્વની ઓછી માત્રા એ ઉત્તમ નેતૃત્વ પરવડે છે.
લોકો સાથે, વર્તનમાં ધીરજ રાખીએ.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com
જ્યારે આપણે બીજ વાવીએ છીએ, ત્યારે દરરોજ ખોદીને જોતાં નથી કે તે કેટલાં વધ્યાં છે.
—
વાહ! ત્રણ અઠવાડિયા પહેલાં આવેલાં સૂર્યમુખીનાં બી માંથી ૧૬ છોડ બે ફૂટ ઊંચા થઈ ગયા છે – તે યાદ આવી ગયું.
એમનાં મોટાં મસ થઈ ગયેલાં પાન જોઈને બહુ હરખ થાય છે – હોં !!
સોરી..
ત્રણ અઠવાડિયા પહેલાં વાવેલાં…
…. પરિણામ અંગે ચિંતિત રહ્યા કરીશું, તો નિરાશા સાંપડશે….