





ઉત્પલ વૈશ્નવ
“મારી નિયતિને ખોળવાનો સો ટચનો ઉપાય મને બતાવશો?”
“વર્તમાનમાં જીવો, તેને ચોક્કસ અર્થ આપો અને વર્તમાનને એ અર્થ સાથે સુસંગત પ્રવૃત્તિઓથી ભરી દો.”
“એ તો હુ કરૂં જ છું, પણ…”
“તો પછી તમારે બીજાને પણ એમ કરવાની પ્રેરણા આપવી જોઈએ.”
“શા માટે?”
“લોકોની પ્રવૃત્તિઓને નિયતિ તપાસતી રહે છે. જ્યારે તે તમારી મુલાકાત લેશે, ત્યારે આ વાત તેને ગમશે, અને તે તમારો પક્ષ ખેંચશે.”
“જો તે તમારી પ્રેરણાનું પ્રતિબિંબ બીજાંની પ્રવૃત્તિઓમાં ભાળશે, તો એક પ્રેરણાદાયી વ્યક્તિ તરીકે તમને તે અલગ તારવી રાખશે.”
“આ બધાંને પરિણામે, નિયતિની ખુશી અનેકગણી વધશે, કેમકે નિયતિને અર્થસભર પ્રવૃતિશીલતા અને તેના ચોતરફ પ્રસાર માટે ખાસ લગાવ છે.”
શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me
“તો પછી તમારે બીજાને પણ એમ કરવાની પ્રેરણા આપવી જોઈએ.”
સોરી… તમારી આજની ખુશી પણ ઓગળી જશે! કોઈ કોઈને કદી કશી સલાહ આપી શકતું નથી.
આપતું તો હોય છે પણ….
બે કાન શા માટે આપેલા હોય છે ? !!!
અને નિયતિની ખુશી અનેકગણી વધશે…..
નિયતિ શબ્દ ભ્રામકછે. પ્રકૃતિ પોતાનુ કામ કરતી રહે છે..વ્યક્તિના કરેલા કાર્યો ના પરીણામો ભવિષ્યને ઘડે છે. પણ તે પ્રકૃતિને આધીન છે અને પ્રકૃતિના ગુણ ‘અકસ્માત’ અને ‘અનિયમિતતા’ છે. આથી શું થશે તે કોઈ કહી ન શકે.