એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું : [૩]

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ

મુખડાના બોલ લગભગ એ જ રહે પણ બાકી આખું ગીત નવી રીતે જ રજૂ કરાયું હોય એ પ્રકારનાં હિંદી ફિલ્મી ગીતો આપણે છેલ્લા બે અંકથી સાંભળી રહ્યાં છીએ. પહેલા મણકામાં આપણી ગાડી આપણા મૂળ વિષયના ટ્રેક પર હતી, પરંતુ બીજા મણકામાં સંગીતકાર રોશનના આ દિશામાં થયેલા પ્રયોગોને સાંભળવા આપણે થોડી આડવાત પર ચડી ગયાં હતા.

આજના અંકમાં એ આડવાતની પણ આડવાતની કેડી પર આપણે થોડું ચાલી આવીશું.

ગયા અંકમાં આપણે ‘નિગાહેં મિલાનેકો જી ચાહતા હૈ’ એ બોલ પર આધારિત મુખડા પરની ‘પરાઈ આગ(૧૯૪૮), તે પછી એ જ વર્ષમાં ‘કરવટ’ અને પછીથી રોશનની ‘દિલ હી તો હૈ(૧૯૬૩)ની બહુ જ લોકપ્રિય રચનાઓ સ્સંબળી હતી. એ સમયે આપણે નોંધ કરી હતી કે માત્ર ‘જી ચાહતા હૈ’ બોલ પર પણ બહુ જૂદા જૂદા જૂદા પ્રકારનીરચનાઓ મળી શકે છે. અહીં જે રચનાઓ પસંદ કરી છે તેમાં ‘જી ચાહતા હૈ’નો આસહ્ય ભલે ‘નિગાહેં’ મેળવવાનો ન હોય પણ વાંચિત પરિણામ તો પ્રેમમાં પડવાનું જ ગણી શકાય તેવાં ગીતો લીદેલં છે. આમ કરવાથી યુ ટ્યુબ પર સર્ચ કરતાં બીજાં બે એક ભક્તિભાવનાં ગીતો પણ જોવા મળશે તે આપણે હાલ પૂરતાં બાકાત રાખ્યાં છે.

મોહબ્બત લૂટાને કો જી ચાહતા હૈ, જી વાહતા હૈ, જવાની લૂટાને કો જી ચાહતા હૈ.. – અમર આશા (૧૯૪૭) – ગાયિકા: પારો દેવી – સંગીતકાર: શાંતિ કુમાર- ગીતકાર: કાબિલ અમૃતસરી

અહીં પોતાના પ્રિય પાત્ર પર નાયિકા અદલોદલ ફિદા છે અને પોતાની પાસે જે કંઈ છે તે ઓળઘોળ કરવા રાજી છે.

તેરે નાઝ ઊઠાને કો જી ચાહતા હૈ, તુઝે ઢૂંઢ લાનેકો જી ચાહતા હૈ – ગૃહસ્થી (૧૯૪૮)- ગાયક: મૂકેશ અને શમશાદ બેગમ – સંગીતકાર: ગુલામ મોહમ્મદ – ગીતકાર: શકીલ બદાયુની

તેને ફરીથી ખોળીને તેના નાઝ ઊઠાવવા માટે જી ચાહતા હૈ…એ દિવસોની કેવી મજા હતી.. બસ એ દિવસો પાછા બોલાવવા જી ચાહતા હૈ….એ શ્રધ્ધા દાવ પર લગાવવા જી ચાહતા હૈ….

અને છેલ્લે એ દિવસોની યાદ તાજી કરતાં કરતાં એક આંસુ પાડી દેવા જી ચાહતા હૈ… ત્યારે ફરીથી શ્રધ્ધાને અજમાવવા જી ચાહતા હૈ…

તુમ્હારે બુલાને કો જી ચાહતા હૈ… મુક઼્દ્દર બનાનેકો જી ચાહતા હૈ – લાડલી (૧૯૪૯) – ગાયિકા: લતા મંગેશકર – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: બેહ્ઝાદ લખનવી

બસ એક વાર તું બોલાવ, પછી મારૂં નસીબ અજમાવવા, તારી સાથે આવવાની સંભાવનાઓની ખુશીઓને કારણે મુસ્કરાવા…તારા પ્રેમમાં હું કેટલી ખોવાઈ ગઈ છું… કેટકેટલું બતાવવા જી ચાહતા હૈ

જી ચાહતા હૈ આજ કહી દૂર જાઈએ, દુનિયા પુકારતી રહે વાપસ ન આઈયે – ચંદ્રકાંતા (૧૯૫૬) – ગાયક: મોહમ્મદ રફી, આશા ભોસલે – સંગીતકાર: એન દત્તા – ગીતકાર: સાહિર લુધ્યાનવી

પ્રેમી યુગલ દુનિયાની બધી પળોજણોથી ઍટલે દૂર જતાં રહેવા માગે છે.. જ્યાં કુદરતનાં સાન્નિધ્યમાં એકમેક સાથે ઓતપ્રોત થઈ જવા મળે એમ જી ચાહતા હૈ

જી ચાહતા હૈ ચૂમ લું અપની નઝ઼ર કો મૈં – બરસાતકી રાત (૧૯૬૦) – ગાયકો : આશા ભોસલે, સુધા મલ્હોત્રા, બંદે હસન, બલબીર – સંગીતકાર: રોશન – ગીતકાર: સાહિર લુધ્યાનવી

કવ્વાલીની રચનામાં ગીતકાર જી ચાહતા હૈને તકિયા કલામ રૂપે રજૂ કરે છે પણ તેમાં મૂળ સુર એ નઝરને ચૂમી લેવાનો છે જે.. તેના ચાંદ સા ચહેરાને ચૂમીને આવી હોય… જેની એક પલક ફરતાં જ બેહિસાબ ઝુલ્મ થઈ પડે..જેને કીધે બુઝાયે ન બુઝે અને લગાયે ન લગે એવો આતિશ-એ-ઈશ્ક઼ પ્રજ્વળી ઊઠે..

જી ચાહતા હૈ ઈસ દુનિયા કો મૈં હસતે હસતે ઠુકરા દૂં – ભાવના (૧૯૭૨) – ગાયક: મોહમ્મદ રફી – સંગીતકાર: જયદેવ – ગીતકાર નક઼્શ લ્યાલપુરી

મક્કારી અને દેખાડાઓથી ભરેલી આ દુનિયાને ઠુકરાવી દેવા જી ચાહતા હૈ…

‘જી ચાહતા હૈ’ શબ્દપ્રયોગ મુખડામાં કરીને જૂદા જૂદા ભાવ રજૂ કરતાં કેટલાંક ગીતો ‘૭૦ના દાયકા પછીની ફિલ્મોમાં પણ રજૂ કરાયાં છે, પરંતુ હાલ પુરતાં આપણે તેમને પણ અહીં નથી સમાવ્યાં.

આજના અંકની સમાપ્તિ પહેલાં ‘જી ચાહતા હૈ’ શબ્દપ[રયોગ કરતી બે ગૈર ફિલ્મી રચનાઓ પણ સાંભળીએ.

જબ ભી જી ચાહતા હૈ, તેરા મયખાના યાદ આતા હૈ – ગાયક નુસર્રત અલી ફતેહ ખાન

આ સુફી કલામમાં મુખ્ય ભાર ‘યાદ આતા હૈ’ પર છે, જેનો પ્રારંભ ‘જી ચાહતા હૈ’થી થાય છે.

ન અબ મુસ્કરાને કો જી ચાહતા હૈ,..ન આંસુ બહાનેકો જી ચાહતા હૈ – ગાયક: સી એચ આત્મા – સંગીતકાર: મુરલી મનોહર સ્વરૂપ – ગીતકાર: જીગર મોરાદાબાદી

‘જી ચાહતા હૈ’ શબ્દપ્રયોગ પર આપણે અહીં સાંભળેલાં ગીતોમાંનેં આ એક માત્ર ગીત છે જેમાં વિરહનો ગ઼મ વણાયેલો છે.

અને છેલ્લે, ફિલ્મનું શીર્ષક ‘જી ચાહતા હૈ’ હોય અને તેનાં એક નહીં પણ બે ગીતોના મુખડામાં એ શીર્ષક સમાવી લેવાયાં હોય એવાં બે ગીતો –

ક્યા કહને માશાઅલ્લા નઝર તીર આપકી, જી ચાહતા હૈ તસ્વીર ખીંચ લૂં આપકી – જી ચાહતા હૈ (૧૯૬૪) – ગાયક મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર- સંગીતકાર કલ્યાણજી આણંદજી – ગીતકાર હસરત જયપુરી

ગીતનો મૂળ ભાવ ભાલે ‘જી ચાહતા હૈ’નો નથી, પરંતુ તે તસ્વીર ખેંચવામાં પરિણમે ઍટલો તો જી ચાહતા હૈ…

આ જ ગીતનું એક જોડકું વર્ઝન પણ છે જે મોહમ્મદ રફીના સ્વરમાં છે જેમાં પણ તસવીર ખેંચવા માટે જી ચાહતા હૈ વડે રૂસણાંને મનામણાંમાં ફેરવવાની મહેનત છે.

મુખડામાં મોટા ભાગના શબ્દપ્ર્યોગ સરખા હોય પણ ગીત અલગ અલગ ફિલ્મોમાં અલગ અલગ અંદાજમાં રજૂ કરયાં હોય તેવાં હજૂ કેટલાંક ગીતો હવે પછીના અંકમાં સાંભળીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *