વાર્તામેળો – ૨ : પ્રાસ્તાવિક

Facebooktwitterredditpinterestlinkedinmail

 

જાન્યુઆરી, ૨૦૧૮માં સુશ્રી દર્શા બહેન કીકાણી અને તેમના પરિવારે આત્મન ફાઉન્ડેશન, ગંધીનગર, વિચારવલોણું પરિવાર , અમદાવાદ અને પ્ય્રિટી ફ્લેક્ષ્પૅક લિ. વડોદરાન સહયોગથી શાળનાં બાળકો માટેની વાર્તાસ્પર્ધાના બીજા મણકાનું આયોજન કરેલ હતું.

વાર્તા મેળો-૨ વિષે કેટલીક જાણવા જેવી બાબતો આજના આ પ્રાસ્તિવિક લેખમાં દર્શા બહેનના શબ્દોમાં જ રજૂ કરેલ છે.

આ સ્પર્ધામાં આવેલી મૌલિક વાર્તાઓ આપણે મે, ૨૦૧૮થી દર મહિનાના પહેલા અને ત્રીજા મગળવારે પ્રકાશિત કરીશું.

– સંપાદ્ક મંડળ , વેબ ગુર્જરી

પ્રસ્તાવના

૨૦૧૭માં યોજેલ વાર્તા સ્પર્ધાની વિજેતા વાર્તાઓ ‘ વાર્તામેળો-૧’ ના નામથી “વિચારવલોણું”એ પ્રકાશિત કરી હતી. મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તા લેખન સ્પર્ધાના અમારા પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે પણ અમે વાર્તાસ્પર્ધા યોજી.

આ વર્ષે આપણે થોડા ફેરફાર પણ કર્યા :

 • હિમત કરી હાસ્ય વાર્તા લેખનનો થોડો અઘરો વિષય રાખ્યો.
 • દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આપણે આ સ્પર્ધામાં સામેલ કર્યાં. જો કે તેમની પાસેથી વાર્તાઓ ઘણી ઓછી આવી. આ વર્ષે મળેલી વાર્તાઓમાંથી ઇનામી વાર્તાઓ શોધતાં નિષ્ણાતોને થોડી તકલીફ પડી હતી. શ્રી સોનીભાઈએ મને ખાતરી આપી છે કે આવતા વર્ષે દેખાવ ઘણો સારો રહેશે.
 • સ્પર્ધકો પાસેથી સોગંદનામું પણ લીધું હતું, છતાં ઘણાં બાળકોએ ચોપડી કે મેગેઝીનમાંથી ઉઠાંતરી કરી હોઈ એવું વાચકોને લાગતું હતું. જેથી આ વર્ષે સ્પર્ધાના નિયમોમાં એક શરત મૂકી હતી કે જરૂર લાગશે તો સ્પર્ધકે ફાઈનલ સ્પર્ધા માટે અમદાવાદ આવવનું રહેશે.

થોડાં તારણો :

 • સુખદ આશ્ચર્ય : અંગ્રેજી માધ્યમની ઘણી શાળાઓમાંથી ગુજરાતીમાં વાર્તાઓ આવી.
 • સારી શાળાઓમાં આ સ્પર્ધાને એક પ્રોજેક્ટ તરીકે પ્રમોટ કર્યો અને બાળકોને નવું લખવા પ્રેર્યા.
 • આ વખતના બે મેઈન થીમ : વડીલો સાથેના સંવાદો, લગ્નનાં તોફાનો, પંડિતો,
 • બાળકોએ સુંદર અક્ષરો, રંગીન ચિત્રો અને સ્ટીકરોથી સજાવી વાર્તાઓ મોકલેલ છે.
 • ·છેલ્લું અને સૌથી અગત્યનું તારણ : ગયા વર્ષની જેમાં જ દીકરીઓ વાર્તા-સ્પર્ધામાં મેદાન મારી ગઈ છે!

બંને ગ્રુપમાંથી પસંદગીની સારી ૨૦-૨૫ વાર્તાઓ પુસ્તક સ્વરૂપે ‘વાર્તામેળો-૧’ નામે પ્રગટ થઈ છે. જો આ પુસ્તક ગુજરાતની દરેક શાળા સુધી પહોંચે તો એનાથી રૂડું શું ? એ દિશામાં અમારા પ્રયાસો જરી છે. આ વર્ષની વિજેતા વાર્તાઓ પણ ‘વાર્તામેળો-૨’ સ્વરૂપે પ્રગટ થઈ રહી છે જેનો ઘણો આનંદ છે.

આભાર

દર્શા કિકાણી


સંપર્ક:  દર્શા કિકાણી :  ઈ –મેલ –  darsha.rajesh@gmail.com

3 comments for “વાર્તામેળો – ૨ : પ્રાસ્તાવિક

 1. પ્રજ્ઞા પટેલ
  April 30, 2018 at 11:01 pm

  Bahu saras…પ્રેરણાદાયી…આભાર…
  પ્રજ્ઞા પટેલ, ગાંધીનગર

 2. May 1, 2018 at 3:12 pm

  વેબગુર્જરીના સંપાદક મંડળે વાર્તાઓને પ્રકાશીત કરવાનું નક્કી કરેલ છે એટલે શાળાના બાળકોને અહીં આમંત્રણ આપેલ છે. 

  શાળાના બાળકો, શીક્ષકો, તાલુકા અને જીલ્લા લેવલે શીક્ષણના અધીકારીઓ પણ આમાં જોડાય એ જરુરી છે.

 3. May 2, 2018 at 7:55 pm

  બહુ જ સરસ અભિયાન. શિક્ષણનાં કથળતાં જતાં ધોરણો વિશે બહુ ટીકાઓ અને ચર્ચાઓ થાય છે – ત્યારે આવા બિન સરકારી પ્રયત્નો આવકારદાયક, પ્રશંસનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *