





હેલ્લો ! હું મહેક બિરજુબેન ગાંધી.
આજે હું વૈજ્ઞાનીક ડૉ.ડગ્લાસની વાત લઈને આવી છું. ગયા અઠવાડિયે અમારા વિજ્ઞાનના બેને ડોકટર ડગ્લાસ વિષે ઘણી બધી વાતો બતાવી’તી. આ બધી વાતોમાંથી મને આ વાત બહુ ગમી ગઈ.
“શોધ કોની ચૂહાની પૂછડીની કે માઉસની ?”
આજના સમયમાં દરેક માણસ કમ્પ્યુટરથી પરિચિત છે. કમ્પ્યુટરની શોધ થયા પછી, માઉસની શોધ ડૉ.ડગ્લાસ એંજલબટ નામના અમેરિકન વૈજ્ઞાનિકે કરી છે. ડૉ.ડગ્લાસનો જન્મ ૩૦ જાન્યુઆરી ૧૯૨૫ ના અમેરિકાના ઓરેગોન રાજયમાં થયો હતો. ડૉ.ડગ્લાસે પોર્ટલેન્ડની ફેકલીન હાઇસ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી કમ્પ્યુટરમાં પોતાની કારકિર્દી શરૂ કરી. પણ તેમણે ભણવાનું છોડયું નહીં. તેઓએ કોલેજનો અભ્યાસ પૂરો કર્યો પછી તેઓ અમેરિકાના નૌકાદળમાં ટેકનિશિયન તરીકે જોડાયાં. ઇ.સ. ૧૯૫૫ માં તેમણે બર્કલી યુનિવર્સીટીમાંથી પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી. ઇ.સ. ૧૯૬૭માં તેમણે બે નાનકડા વ્હીલવાળું ચૂહાની પૂછડી જેવુ સાધન બનાવ્યું હતું. પાછળથી આ સાધનને કમ્પયૂટર સાથે જોડી દેવામાં આવ્યું અને તેને માઉસ તરીકે ઓળખવામાં આવ્યું. ઇ.સ. ૨૦૦૫માં અમેરિકાએ તેમને નેશનલ સાયન્સ ફાઉન્ડેશનનો સર્વોચ્ચ એવોર્ડ આપ્યો હતો.
હું જાઉં? બાય ફરી મળશું.
મહેક ગાંધીનું વિજાણુ સંપર્ક સરનામું : mahekgandhi01@gmail.com
ભણવાનું છોડયું નહીં અને પી.એચડી કરી ઉંદરની પુંછડી વાળુ સાધન બનાવ્યું.
કોંપ્યુટર અને કીબોર્ડ સાથે માઉસ તો જોઈએ જ અને જોઈએ જ….. http://www.vkvora.in
Very instructive .
Thanks.