જર્મન કાર્નિવલ

પૂર્વી મોદી મલકાણ

જર્મનીનો કાર્નિવલ માણસ કેટલા રૂપ લઈ શકે છે? સામાન્ય રીતે તો આપણે સ્નેહવશ મમ્મા, પાપા, અંકલ અને આંટીઓ, પુત્ર અને પુત્રીઓનાં રૂપમાં ફેરવાઇ જઈએ છીએ. ફેબ્રુઆરી મહિના ની આ છેલ્લી તારીખોમાં રાઈનને કિનારે વસેલા નગરોમાં પ્રકૃતિ, બુક્સ, વિજ્ઞાન અને કલ્પનાનાં તમામ પાત્રો આજે કાર્નિવલના રૂપમાં મ્હાલી રહ્યાં છે અને તેમના હુડંગનો શોર અને તેની અસર ચારે તરફ દેખાઈ રહ્યો છે. જર્મનીમાં સૌથી મોટા કાર્નિવલ જે શહેરોમાં થાય છે તે છે કોલોન અને બૉન. આ બંને શહેરોમાં લાખો લોકો ભાગ લે છે. કાર્નિવલના સમયમાં આ બે શહેરની એક ખાસ સ્ટ્રીટમાં મોડી સવારથી સાંજે ૪ વાગ્યાં સુધી જુલૂસ અને ઝાંખીઓ નીકળે છે, ત્યારે સ્ટ્રીટની આજુબાજુ ઊભેલા લોકો “કેમેલો કેમેલો” બોલતાં સ્વાગત કરે છે. આ જુલૂસનું આયોજન શહેરનાં અલગ અલગ સરકારી વિભાગો અને પ્રાઈવેટ કંપનીઓ તરફથી નીકળે છે. આ ફેસ્ટિવલમાં ૩૦૦ થી ૫૦૦ ટન ચોક્લેટ્સનો અને અન્ય નાની નાની વસ્તુઓનો (કિચન એસેસરીઝ, સ્ટુડન્ટ્સ આઈટમ્સ (બુક્સ, પેન, સ્ક્રેચપેન વગેરે ), બે વર્ષની ઉમર સુધીના બાળકો માટે નેપી, કપડાં વગેરેનો ઉપયોગ થાય છે. આ ઉત્સવ કોઈ ધાર્મિક પરંપરાને કારણે નહીં પણ કોઈ યુરોપીયન સ્થાનિક પરંપરાને કારણે ઉજવવામાં આવે છે, ઉપરાંત રાઈનનાં કિનારા ને છોડીને જર્મનીનાં અન્ય શહેરોમાં આટલી ધૂમધામ હોતી નથી, બસ રાઈન કિનારો જ છે જે વિવિધ રંગમાં એટલો રંગાઈ જાય છે કે ફેબ્રુઆરીના છેલ્લી છેલ્લી તારીખોમાં બધાં જ ધંધાપાણીથી ભરેલી માર્કેટ ઠપ્પ પડી જાય છે. આ કાર્નિવલના અસંખ્ય પ્રેક્ષક ગણોમાં આજે મારી યે હાજરી છે. તેથી આ પળોને અહીં મૂકી રહી છું.

કાર્નિવલની તૈયારી

ગલીમાં – ટ્રેનમાં અને રસ્તે ચાલતાં<[/caption] કાર્નિવલની ભીડ અને લોકો

અમેરિકાથી ભાગ લેવા આવેલું ગ્રૂપ

રસ્તા પરથી પસાર થતાં પાત્રો

મધ્યકાલ પહેલાં આ ઉત્સવ નવી ઋતુનાં સ્વાગતમાં જર્મનો ઊજવતાં હતાં. આ ઉજવણી દરમ્યાન વાઇનનાં દેવતા “ડાયનોયસોસ”નું સન્માન કરવામાં આવતું હતું. આ સન્માન બાદ લોકો ખૂબ વાઇન પીતા. પણ મધ્યકાલીન યુગથી જર્મનીમાં વાઇનની જગ્યા બિયરે લીધી. ૧૯ મી સદીની શરૂઆતમાં જર્મની ઉપર પ્રશિયાનાં શાસકોએ હક્ક જમાવ્યો. આ પ્રશિયાનાં શાસકો પોતાની ક્રૂરતા માટે ખૂબ પ્રખ્યાત હતાં. પણ રાઈનની સુંદરતા પ્રશિયાનાં શાસકોને ગમી ગઈ ત્યારે તેમણે નવી ઋતુને બદલે રાઈનમાં નવાં પાણી આવ્યાં છે અને આપણે ઉત્સવ ઉજવવો છે તેમ કહી રાઈનને કિનારે કાર્નિવલની શરૂઆત કરી. આ કાર્નિવલમાં શાસકોએ નાના-મોટા દરેક સામાન્યજનોને ભાગ લેવાનું ફરમાન છોડયું. આથી જે તે સમયનાં લોકોએ પ્રશિયન શાસકોનો વિરોધ કરવા માટે પ્રશિયન સૈનિકોની જેમ ડ્રેસ પહેરી તેઓની વિવિધ હરકતોને દર્શાવતાં જુલૂસ કાઢ્યું. પાછળથી જ્યારે પ્રશિયા પાસેથી જર્મની મુક્ત થયું ત્યારે તેમણે આ ઉત્સવ તો ચાલું રાખ્યો, પણ પ્રશિયાને બદલે પ્રકૃતિ અને બુક્સ તેમનાં આ ઉત્સવમાં સમાઈ ગયાં જેને કારણે દર વર્ષે નિતનવીન પાત્રોનો ઉમેરો થતો ગયો. પાછળથી આ ઉત્સવને ચર્ચ કેલેન્ડરમાં શામિલ કરી લેવામાં આવ્યો જેને કારણે આ ઉત્સવ રાષ્ટ્રીય ઉત્સવ બની ગયો, તેમ છતાં યે રાઈનનાં કિનારા છોડીને જર્મનીનાં અંદરનાં ભાગનાં વિસ્તારોમાં આ ઉત્સવ એટલો પ્રખ્યાત બન્યો નહીં, જેટલો પ્રખ્યાત તે રાઈનનાં કિનારાની આજુબાજુ બન્યો.


કેમેલો ભેગી કરી રહેલાં બાળકો – કોઈપણ પ્રકારની સ્વીટને અહીં કેમેલો કહેછે

બિયર ગટગટાવી રહેલ જુલૂસ લેડી

બ્રિટિશ સંસ્કૃતિની ઝલક

ચીટી ચીટી બેંગ બેંગ ફિલ્મમાં રહેલ બાળકોને પકડી જતાં વિલનનું પાત્ર

કોનો અંદાજ ન્યારો છે – ઘોડાનો કે જે ઘોડા પર બેઠો છે તેનો ?

ઘોડા પછી ટ્રેક્ટરનો વારો

બાળકોની ઠેલણગાડીનો વારો

હેન્ડી વેગનનો વારો


ટ્રાયસિકલનો વારો

સાઇકલનો વારો

ટ્રેનનો વારો

હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોકટર્સનું ગ્રૂપ

રશિયન સંસ્કૃતિની ઝલક

સાંજનાં ચાર વાગી ગયા હતા, ભીડ ઓછી થવા લાગી હતી, બચપણનાં આનંદને પૂરેપૂરો માણીને હું પણ મારી હોટેલ તરફ જવા નીકળી પડી ત્યારે આજુબાજુ રહેલ લોકોને પણ મારા કેમેરામાં કેચ કરતી ગઈ. આવાં અલપઝલપ લીધેલાં એક ગ્રૂપમાં એક માણસ બહુ વિચિત્ર દેખાતો હતો કારણ કે તેણે તેનાં માસ્કની અંદર ફૂટબોલ નાખેલો હતો તેથી તે એક પ્રેગ્નેન્ટ પુરુષ જણાતો હતો. તેણે અમુક પોઝ આપ્યાં પછી હસીને કહે હું ડેડમ્મા છું.

કાર્નિવલ પૂરો થયાં પછી યે લાઇનબધ્ધ જઇ રહેલું બેન્ડ


આ છેલ્લો ફોટો લઈ અંતે કેમેલોથી ભરેલી મારી બેગ લઈને હું યે હોટેલ તરફ ચાલતી થઈ ગઈ……………


પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ :: purvimalkan@yahoo.com

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “જર્મન કાર્નિવલ

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.