





– આરતી નાયર
આજકાલ સામુહિક દુષ્કર્મો વધારે થવાં લાગ્યાં છે એમ કહેવું કદાચ સાચું નથી. કદાચ એવું બની રહ્યું છે કે પ્રચાર માધ્યમોમાં તેમને છેલ્લા થોડાક દિવસોથી બહુ મહત્ત્વ મળી રહ્યું છે. ઘરે, કોઈ પણ જગ્યાએ એકઠા થતા સમુહમાં કે સામાજિક માધ્યમો થતી ચર્ચાઓમાં આક્રમક ભાવ અનુભવાય છે. શેરીએ શેરીએ વિરોધ પ્રદર્શનો કે કેન્ડલ માર્ચ થઈ રહી છે. એક કન્યા ૭ની અને બીજી ૧૭ વર્ષની છે. એટલે ‘તેણે કંઈક ખોટું કર્યું હશે’ એમ કહેવું પણ મુશ્કેલ છે. એમ માનવાની ભૂલ ન કરશો કે દુષ્કર્મ પહેલાં શરીર પર થાય છે. તેની શરૂઆત તો કોઈનાં મગજમાં થવા લાગી ગઈ હોય છે. તેઓ એમ માનતા હોય છે કે આમાં કંઈ મોટી વાત નથી, થોડી મજા કરી લઈએ કેમકે આપણને તો કશું ક્યાં થવાનું છે ! તેઓ તો એમ માને છે કે તેમને આ રીતે ખુશ કરવા એ તો પીડિતાની ફરજ છે. તેઓની સાથે માનસીક સમસ્યા તો હશે જ, પણ તે સાથે તેમને આ માટે કોઈ પ્રકારના સામાજિક સંકેત પણ મળતા રહેતા હશે. તેમના મનમાં આવો વિચાર ઉદ્ભવતો જ કેમ કરીને હશે? આ બાબત ગહન વિચાર માગી લે છે.
ગઈ કાલે એક મિત્રએ મને એક બહુ જાણીતા આરજેની શ્રાવ્ય નોંધ મોકલી. એ આરજે એક સ્ત્રીરોગચિકિત્સક સાથે જે વાત કરે છે તેમાં તે કહે છે કે તેની પત્ની સગર્ભા છે, એમને ખબર પડી ગઈ છે કે ગર્ભમાંનું બાળક છોકરી છે અને તેમને એ ગર્ભ પડાવી નાખવો છે. પેલાં સ્ત્રીરોગચિકિત્સક આ સાંભળીને ખૂબ ગુસ્સે થયાં અને તેમણે એ આરજેને ગઈ સદીના મર્દની માનસિકતાવાળા પુરૂષ તરીકે ખખડાવ્યો પણ. તેની સામે આરજે દલીલ કરે છે કે એ પોતે પણ એક આરજે છે અને આજના આ ગંદા સમાજમાં જ્યાં રોજે રોજ સામુહિક દુષ્કર્મો થતાં હોય, જ્યાં કોઈ પણ છોકરી ડગલેને પગલે સલામત નથી, ત્યાં તે એક છોકરીને જન્મ આપવા નથી માગતો. આ આજનાં સામાન્યપણે પ્રચલિત માનસનું પ્રતિબિંબ છે.
દરેકને પોતાની બહેન, દીકરીઓ, વહુવારૂઓની સલામતીની ચિંતા લાગી છે. પણ છોકરી સલામત નથી, તેને આ બધી યાતનાઓમાંથી પસાર થવું પડશે એટલે તેને ખતમ કરી નાખો, એ વિચાર પોતે જ બહુ ખતરનાક છે. કોઈ પણ બાળક માટે આવા નિર્ણય ઉચિત ન કહેવાય. જો બાળક છોકરો હોય તો તેનામાં સ્ત્રીદાક્ષિણ્યને માન આપવાની સમજ વિકસે તે રીતનો તેનો ઉછેર થવો જોઈએ. જો તે છોકરી હોય તો તેને સશક્ત અને આત્મવિશ્વસ્ત કરવા માટે ધ્યાન આપવું જોઈએ. આપણે એટલું, જ, કરી શકીએ. જો આપણાં માતાપિતાએ પેલા આરજે જેમ વિચાર્યું હોત તો આપણે પણ આ જગતમાં હોત નહીં.
આપણા વડા પ્રધાને પણ આ બાબતે મૌન તોડ્યું છે, પણ કોઈ પણ દોષિત હશે તેને ન્યાયોચિત સજા મળશે એવી તેમની હૈયાધારણ પૂરતી છે ખરી? ખરેખર તો ‘સ્ત્રીની સંમતિ વિના આમ થાય જ નહીં’, ‘સ્ત્રી તો એક જણસ છે’ એવી સમાજની પુરુષપ્રધાન માન્યતા બદલે તે તરફ કામ કરવાની જરૂર છે. ન્યાયાલયોમાં ન્યાય તોળવામાં વિલંબ બિલ્કુલ ન થવો જોઈએ. વડા પ્રધાન જેવી સમગ્ર રાષ્ટ્રમાં લોકપ્રિય વ્યક્તિએ આ મુદ્દાને ગંભીરતાથી હાથ પર લેવો જોઈએ, આ દિશામાં જે સામુહિક પ્રયાસો કરવાના છે તેને નક્કર, સ્પષ્ટ, શબ્દદેહ આપવો જોઈએ, અને સમાજનું માનસ બદલે એ રીતે લોકો સાથે તે ચર્ચાતો રહે તેમ તેમણે કરતા રહેવું જોઈએ. ઘરે ઘરે ચર્ચાઓ થવી જોઈએ જેમાં ઘરમાં છોકરા હોય તેમને હિંસા કે દુષ્કર્મ માટે સભાનપણે દૂર રહેવાની શીખ મળે. આપણે આ બાબતે લાગણીશીલ જરૂર થવું જોઈએ, પણ એ લાગણીમાંથી જન્મતા ક્રોધને સાચી દિશામાં વાળવો પડશે.
સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.
નમસ્તે આરતીબેન, તમે જે પરિસ્થિતિ વર્ણવી ને આજે દેશમાં જે બની રહ્યુંછે એ શરમજનક ને ચિંતા જનક છે.કોઇ પણ દિકરીના માબાપને આવો ભય સતાવે, એમાં નિર્દોષ ને કુમળી વયની કન્યાઓના શૈશવ સાથે જે ધૃણાસ્પદ વ્યવહાર થાય છેત્યારે લાગે કે આવા નરાધમોનુ પુરુષત્વ જ નષ્ટ કરી દેવુ જોઇએ જેથી એ ભવિષ્યમાં કોઇની જિંદગી સાથે ખિલવાડ ન કરે. સાથે તમારી એ વાત મુદાની છે કે છોકરાઓને એના ઘડતરમાં નારી સન્માનના પાઠ ભણાવવા જોઇએ. એ શરુઆત ઘરમાંથી જ શરુ થવી જોઇએ. મારુ તો માનવું છે કે સ્ત્રી
ડોક્ટર કે એન્જીનીયર કે પાઇલોટ નહિ હોય તો ચાલશે. પણ એ સારી માતા નહિ હોય કે બાળકનું યોગ્ય ઘડતર કરવામાં નિષ્ફળ જશે તો પરિણામ આખા સમાજ કે આખી દુનિયાને ભોગવવું પડશે. ટેકનોલોજીથી એની ખોટ નહિ પુરાય
ઉપરની પોસ્ટમાં સંસ્કૃતી, દુષ્કર્મ, વડા પ્રધાન અને સોચનેવાલી એટલે કે મગજમાં ઉભા થતા વીચારનો ઉલ્લેખ છે.
આપણા દેશમાં ભૃષ્ટાચાર અને બાળકો તથા મહીલા અત્યાચાર માટે રામાયણ અને મહાભારતની કાલ્પનીક કથાઓ જવાબદાર છે. મહાભારતમાં ભરી રાજ સભામાં દ્રૌપદી ઉપર અત્યાચાર થયેલ અને કહેવાતા રાજકરણીઓ કે વડા પ્રધાન આનંદ માણતા હતા. સીતાને અગ્ની પરીક્ષા આપવી પડી હતી અને છેવટે વનમાં એકલી છોડી દેવામાં આવી.
હીંન્દુ સંસ્કૃતી કર્મમાં માને છે અને આવા કર્મના કારણે એનું હજાર વરસ સુધી કર્મબંધન થાય. હાલના વડા પ્રધાન અને એમનો પક્ષ તથા ટેકેદારો ખુલ્લે આમ અયોધ્યામાં રામ મંદીર બનાવવા ઉતાવળા બની રહ્યા છે. મંદીર બન્યા પછી બાબર કે મીરકાસીમ પાછો જીવતો થશે. વળી તોગડીયા, ભાગવત કે સ્વામી જનમશે. ચીલો ચાલુ રહેશે અને દુષ્કર્મને પ્રોત્સાહન મળતું રહેશે.
વોરા સાહેબ બાબર કે મીરકાસીમ પાછા જીવતા કરવાની જરૂર જ નથી, તેઓ આપણે ત્યાં છે જ તેથી જ આજે ઘર આંગણે મંદિરો લૂંટાય છે, ઘરો લૂંટાય છે, બહુ બેટી ઓ લૂંટાય છે. પણ આપણે ત્યાં ખાસ કરીને આ બહુ બેટીઓ લૂંટાવાના કારણમાં આપણી જૂની ફિલ્મો તરફ પણ એક નજર ચોક્કસ નાખશો. વિમલા બેન તમારી સાથે હું પૂરી રીતે સહેમત નથી. દીકરીઓને આપણે પહેલેથી બાંધીને રાખી છે, જે છૂટ છોકરાઓને અપાય છે તે દીકરીઓને અપાઈ નથી, જે સમજણ છોકરીઓને અપાઈ છે તેમાંથી છોકરાઓ બાકાત છે. પહેલેથી આપણે સ્ત્રી -પુરુષ વચ્ચે ભેદ ન રાખ્યો હોત તો આ મુશ્કેલી ઓછી આવી હોત. આરતીબેન પેલા ભાઈને તો દીકરીની સલામતી ને બહાને દીકરીયુ ને મિટાવવાનું એક કારણ મળી ગયું બસ. કહે છે ને કે બાત જો ભી હોઅચ્છી યા બૂરી પર નશા કરને વાલે કો એક મૌકા ચાહીએ.
સિક્કાની બે બાજુ છે. માનવીના જન્મથી જ આ દુષણ, કરતા DNA કહેવું વધુ ઉચિત છે. તે ‘Natural instinct’ હોવાથી તે રોકી રોકાય તેમ નથી; પણ તેને યોગ્ય વળાંક જરૂર આપી શકાય.
૧) છોકરાના ઉછેરમાં સ્ત્રી દાક્ષિણ્યની ભાવના
૨) છોકરીના ઉછેરમાં નિર્ભયતા અને સ્વરક્ષણની તાલીમ.
આ બન્ને સાથે કડક કાયદાકાનૂન વ્યવસ્થા. કોર્ટ કચેરીમાં આવા ગુનાઓ માટે ત્વરિત નિકાલની સમરી કોર્ટ.
ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)
July 6, 2018 at 3:32 am
સિક્કાની બે બાજુ છે. માનવીના જન્મથી જ આ દુષણ, કરતા DNA કહેવું વધુ ઉચિત છે. તે ‘Natural instinct’ હોવાથી તે રોકી રોકાય તેમ નથી; પણ તેને યોગ્ય વળાંક જરૂર આપી શકાય.
૧) છોકરાના ઉછેરમાં સ્ત્રી દાક્ષિણ્યની ભાવના
૨) છોકરીના ઉછેરમાં નિર્ભયતા અને સ્વરક્ષણની તાલીમ.
આ બન્ને સાથે કડક કાયદાકાનૂન વ્યવસ્થા. કોર્ટ કચેરીમાં આવા ગુનાઓ માટે ત્વરિત નિકાલની સમરી કોર્ટ.
Reply