





-‘સપના’ વિજાપુરા
(૧)
મન થાય છે
વિશ્વાસ કરવાનું ફરી મન થાય છે
આકાશે ઊડવાનું ફરી મન થાય છે
બચપન ગલી નાકે પહોંચ્યુ બસ હશે
પાંચીકે રમવાનું ફરી મન થાય છે
તાજી કબર છે આજ પણ તારી બહેન
કૈં વાત કરવાનું ફરી મન થાય છે
વરસાદ મોસમનો પહેલો છે સખા
વ્હાલા પલળવાનું ફરી મન થાય છે
ઉદાસ મન ને આંસું આંખોમાં ભલે
મન મૂકી હસવાનું ફરી મન થાય છે
વેરાન આંખો છે હૃદય પથ્થર છતાં
સપનાં સજાવવાનું ફરી મન થાય છે
* * *
(૨)
વાતેવાતે
વાતવાતે એમ તારી વાત આવી
નામ લઉં કોઈનું ને તારી યાદ આવી
દોષ ગણ્યા રોજ લોકોના ને જુઓ,
આયના સામે લો મારી જાત આવી
તારલાની ગણત્રી પૂછી લો મને પણ
આજ ગણતાં એમને મધરાત આવી
પ્રેમ માટે દોષ સ્ત્રીનો હોય છે બસ
ભીખુ ભાગ્યો, રુખી માટે નાત આવી
વિંટળાઈ સાપ માફક આ એકલતા
રોજ રોજ એવી વિરહની સાંજ આવી
નામ તારું ના રહ્યુ હાથમાં પણ
રંગ વિનાની હિનાની ભાત આવી
સાંજ પડતાં આંખમાં સપનાં રહે છે
તું ન આવ્યો પણ આ તુજ સોગાત આવી
* * *
સંપર્કસૂત્રો :
ઈ મેઈલ – sapana53@hotmail.com
ફોન – 1- 847 985 1617
Blogs :
Gujarati ghazals: http://www.kavyadhara.com/
For hindi ghazals: www.kavyadhara.com/hindi
Najma’s Shayri: http://www.najmamerchant.wordpress.co
વાહ! બહુ જ સરસ. બન્ને ગઝલમાં સરળ, સહજ, ભાવ રજુઆત.
સરયૂ પરીખ.
બાલપન કોને ના ગમે પણ તે હિ નો દિવસા: ગતા: …….
તૂઝસે તો તેરી યાદ અચ્છી હૈ તૂ આકે ચલા જાતા હૈ વો આકે ચલી નહીં જાતી.
બન્ને ગઝલો સરસ.