ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૬)

નિરંજન મહેતા

૧૭.૦૩.૨૦૧૮ના રોજ E પરથી બનેલા ગીતો અને તે શબ્દોના શીર્ષકોવાળી પછીથી બનેલી ફિલ્મોની જાણકારી આપી હતી. ત્યાર પછી F પરથી બનેલા ગીતો વિષે લખવાનું હતું પણ તેની માહિતી મેળવતા જોયું તો તે પરના ગીતો ન મળ્યા જેના પરથી પછીથી તે શીર્ષકવાળી ફિલ્મ આવી હોય એટલે તે અવગણીને તે પછીના એટલે કે G અને H પરથી રચાયેલા ગીતો પરથી બનેલી તે શીર્ષકવાળી ફિલ્મોનો આ લેખમાં સમાવેશ કર્યો છે.

Gમાં ફક્ત પાંચ ગીતો મળ્યા હોવાથી તેની સાથે Hનાં પણ પાંચ ગીતો મળ્યાં હોવાથી તે પણ આ લેખમાં સમાવી લીધા છે.

૧. G પરના ગીતો

૧૯૪૩માં આવેલી ફિલ્મ ‘કિસ્મત’નું આ ગીત ન કેવળ ત્યારે બહુ પ્રચલિત હતું પણ હજી પણ તે જમાનાના રસિકોને તે યાદ હશે જ.

ये दिनिया बता हमने बिगाड़ा है क्या तेरा
घर घर में दिवाली है मेरे घर में अंधेरा

મુમતાઝ શાંતિ પર આ ગીત છે જેના શબ્દો છે પ્રદીપ્જીના અને સંગીત અનીલ બિશ્વાસનું. ગાયક અમીરબાઈ કર્ણાટકી.

આ ગીતના घर घर में दिवाली है શબ્દોના શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૫૫મા.

રાજકપૂરના સ્વપ્નમાં ભજાવાયેલ ૧૯૫૧ની ફિલ્મ ‘આવારા’નું આ નૃત્યગીત બે ભાગમાં છે જેના બીજા ભાગના શબ્દો છે

घर आया मेरा परदेसी
प्यास बुजी मेरी अखियन की.

નરગીસ પર રચાયેલ આ ગીતના ગાનાર છે લતાજી. શબ્દો શૈલેન્દ્રના અને સુમધુર સંગીત શંકર જયકિસનનું

घर आया मेरा परदेसी શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૯૩મા.

૧૯૫૮ની ફિલ્મ ‘લાજવંતી’નું આ ગીત પણ એટલું જ કર્ણપ્રિય છે.

गा मेरे मन गा

મજરૂહ સુલાતાનપુરીના શબ્દોને સંગીત સાંપડ્યું છે સચિન દેવ બર્મનનું. નરગીસ માટે ગીત ગાયું છે આશા ભોસલેએ.

૧૯૮૧મા આવેલી ફિલ્મનું શીર્ષક હતું ‘ગા મન મેરે ગા’

૧૯૬૭ની ફિલ્મ ‘તુમ સે .અચ્છા કૌન હૈ’નાં ગીતની બીજી પંક્તિ છે

गंगा मेरी माँ का नाम बाप का नाम हिमाला

શમ્મીકપૂર પર ફીલ્માવાયેલ આ ગીતના ગાનાર કલાકાર છે રફીસાહેબ. ગીતકાર રાજીન્દર ક્રિશ્ન અને સંગીતકાર શંકર જયકિસન.

गंगा मेरी माँ આ શબ્દોવાળા શીર્ષક ધરાવતી ફિલ્મ આવી હતી ૧૯૮૨માં.

૧૯૬૭ની એક બીજી ફિલ્મ ‘મિલન’નું આ ગીત અત્યંત લોકપ્રિય બન્યું.

हम तुम युग युग से गीत मिलन के गाते रहे

નૂતન અને સુનીલ દત્ત આ ગીતના કલાકાર છે જેને કંઠ મળ્યો છે લતાજી અને મુકેશનો. ગીતના શબ્દો આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

गीत मिलन के गाते रहे શબ્દોના શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૯૨મા.

૨. H પરના ગીતો

૧૯૫૭ની ફિલ્મ ‘નૌ દો ગ્યારહ’માં બેફીકરાઈથી કાર ચલાવતા દેવઆનંદ ગાય છે

हम है राही प्यार के हम से कुछ न बोलीए

મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને અને કંઠ છે કિશોરકુમારનો.

हम है राही प्यार के આ શબ્દોના શીર્ષકવાળી ફિલ્મ બે વખત આવી છે ૧૯૬૦મા અને ૧૯૯૩મા.

૧૯૫૮ની ફિલ્મ ‘સોલવા સાલ’. દેવઆનંદ ટ્રેનમાં આ છેડછાડભર્યું ગીત વહીદા રહેમાનને આડકતરી રીતે સંબોધીને ગાય છે.

है अपना दिल तो आवारा

न जाने किस पे आयेगा.

મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીતમાં ઢાળ્યા છે સચિન દેવ બર્મને. સ્વર મળ્યો છે રફીસાહેબનો.

है अपना दिल तो आवारा આ શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૧૬મા.

૧૯૬૧ની ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’માં પદ્મિની પોતાના ભાવોને વ્યક્ત કરતાં ગાય છે

हो मैंने प्यार किया ओय होय क्या ज़ुल्म किया

હસરત જયપુરીના શબ્દોને સ્વર મળ્યો છે લતાજીનો અને સંગીત છે શંકર જયકિસનનું.

मैंने प्यार किया ફિલ્મ ૧૯૮૯મા આવી હતી.

૧૯૬૪ની ફિલ્મ ‘સંગમ’માં ગીત છે

हर दिल जो प्यार करेगा वो गाना गायेगा

રાજકપૂર, રાજેન્દ્રકુમાર અને વૈજયંતિમાલાની આ ત્રિપુટી પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે શૈલેન્દ્રના. લતાજી, મુકેશ અને મહેન્દ્રકપૂરનાં સ્વરમાં આ ગીત છે જેને સંગીતબદ્ધ કર્યું છે શંકર જયકિસને.

हर दिल जो प्यार करेगा શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૦૦માં.

૧૯૭૭મા આવેલી ફિલ્મ ‘હમ કીસી સે કમ નહીં’નાં આ ગીતના શબ્દો છે

है अगर दुश्मन दुश्मन ज़माना गम नहीं गम नहीं
कोई आये कोई आये हम कीसी से कम नहीं

રીશીક્પુર અને ઝીનત અમાન પર આ ગીત ફિલ્માવાયું છે જેના ગાનાર કલાકાર છે રફીસાહેબ અને આશા ભોસલે. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આર. ડી. બર્મનનું.

આ ગીતના શબ્દો हम कीसी से कम नहीं ને લઈને શીર્ષકવાળી બનેલી ફિલ્મ આવી હતી ૨૦૦૨મા.

ઓછી સામગ્રીને કારણે કદાચ લેખ અધૂરો લાગે તો ક્ષમસ્વ.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.