ઉદ્યોગસાહસિકતા : કાઇઝેન

Facebooktwitterredditpinterestlinkedinmail

હિરણ્ય વ્યાસ

સમુચ્ય ગુણવત્તા સંચાલનની વાત આવે ત્યારે કાઇઝેન એ મહત્વનું તેમજ અસરકારક સાધન મનાય છે. સંચાલનની સરળ પ્રક્રિયા કાઇઝેન ને સમજીએ અને નિજ જીવનમાં કામે લગાડીએ.

1. કાઇઝેન- Kaizen એટલે શું? કાઇઝેન શું છે?[i]

કાઇઝન એ સુધારા યા અધિક બહેતર સુધારા સારુ પરિવર્તન છે, જે અંતર્ગત રોજીંદા કાર્ય અને પ્રક્રિયા પર સતત સુધારા માટે ધ્યાન આપવામાં આવે છે.

કાઇઝેન એ કાઇ તથા ઝેન પરથી બનેલ જાપાનીઝ શબ્દ છે, જેનો અર્થ “ક્રમિક બદલાવ” થાય છે.

કાઇ Kai એટલે ક્રમિક-ધીમા તથા નિયમબધ્ધ બદલાવ

ઝેન Zen – ધ્યાન-જાગરુકતા

કાઇઝેન સંસ્થાની હરેક વ્યક્તિને પોતાના જ્ઞાન આધારીત નાના નાના સુધારા માટે સામેલ કરે છે. કાઇઝેનના ભાગ રુપે અધિક મોટા રોકાણ વગર સુધારા હાથ ધરાય છે અને નિરંતર પ્રગતિ સધાય છે. કાઇઝેન સર્વત્ર અમલી બની શકે છે. – વ્યક્તિગત જીવનમાં – સામાજીક જીવનમાં – પોતાનાં કાર્ય સ્થળ પર તથા – ઘરેલું કાર્ય વ્યવસ્થા અને કુશળતામાં કાઇઝન એ આપણી જીવન પધ્ધતિ છે; ભલે એ કાર્યસ્થળ હોય, સમાજનાં કાર્ય હોય કે ઘરેલું કામકાજ હોય પરંતુ તેમાં સતત સુધારા કરતા રહેવા જોઇએ. [ii] કાઇઝેન (ઉચ્ચાર કિઝેન) જાપાનની પારંપારિક મેનેજમેન્ટ પદ્ધતિ છે. ઇગોર પોપોવિચ પોતાના પુસ્તક “કિઝેન એન્ડ યુ” માં આ સિધ્ધાંતો સમજાવે છે. મુખ્ય સિધ્ધાંત છે આપણી આંતરિક શક્તિ દ્વારા સતત સુધારો કરતા રહેવું. આ સુધારાથી આવતો બદલાવ કેવળ આપણા માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ ઉપયોગી થઇ શકે તેવા પ્રયત્નો કરતા રહેવું જોઇએ. કિઝેન એક એવી રેસ છે જેનો કોઇ અંત નથી. અહી કોઇ પડાવ નથી અને સફળતાનો કોઇ શોર્ટકટ કે જાદુઇ છડી પણ નથી. વિકાસનો માર્ગ ક્યારેય ન છોડવો એ જ કિઝેનનો મુખ્ય સિધ્ધાંત છે. લક્ષ્ય પર પુરેપુરુ ધ્યાન કેન્દ્રિત કરનાર ને સફળતા મળે છે. ટોચ પર પહોંચવા માટે પ્રેક્ટિસ જરુરી છે – એક જ કામને વારંવાર કરવું પડે છે. વિજેતા તક ઝડપે છે જ્યારે પરાજિત નબળાઇઓ પર ધ્યાન આપે છે. એક સફળતા બીજો નવિન પડકાર ઉભો કરે છે. ક્ષિતિજ પર પહોંચ્યા પછી એક નવી ક્ષિતિજ દેખાય છે માટે સતત કાર્યશીલ રહેવું પડે છે. નિષ્ક્રીયતા કિઝેનનો સિધ્ધાંત નથી. નાનું પગલું પણ મોટું પરિણામ લાવી શકે છે. પોતાના કાર્યનું નિયમિત વિશ્લેષણ જરુરી છે. જેથી ખરા સમયે કાર્યપદ્ધતિ માં ફેરફાર કરી શકાય. જાપાન માં સમુરાઇ યોધ્ધાઓનું એક સૂત્ર છે: “કોઇ આશા ન રાખો, સમસ્યાઓ માટે તૈયાર રહો. આવી સજાગતા એમને હંમેશા ચેતતા અને પ્રવૃત્તિમય રાખે છે.” ખરાબ સમય બહુ લાંબો નથી ટકતો. બહારની પ્રેરણા કરતાં આંતરિક પ્રેરણા લાંબી ટકે છે અને ધ્યેય સિધ્ધિ માં વધારે મદદરુપ થતી હોય છે. વિવેચનથી વ્યથિત ન થાઓ – એ તમારા કામનો ફિડબેક છે તમારા વ્યક્તિત્વનો નહીં. પોતાની સફળતા ને બીજાઓ સાથે વહેંચવાથી એનો આનંદ વધે છે. એક સર્જક જેમ પોતાની કળા સમાજ ને અર્પણ કરે છે તેવી જ રીતે સફળતા દ્વારા સમાજ ને લાભ આપી શકાય તો એનું મૂલ્ય વધી જાય છે. જ્ઞાન મેળવવું એ જીવન ભર ચાલતી ક્રિયા છે. ભૂલ નો ભય રાખ્યા વિના કામ કરતા રહો. દરેક ભૂલ નવું શીખવાની એક તક હોય છે. જાત અનુભવ બાદ નવું શીખવાનો શ્રેષ્ઠ માર્ગ છે, વાચન. બીજી કોઇ વ્યક્તિ મારા માટે ઇનામ કે સજા નક્કી કરે તેના કરતા તમે પોતેજ નક્કી કરો. ડેડલાઇન અને ખોટા તણાવથી બચવા માટે સમયનું મેનેજમેન્ટ આવશ્યક છે. પોતાના ધ્યેયને ખાનગી ન રાખી જાહેર કરો ઘણી વાર ન ધારેલી મદદ મળી જતી હોય છે. બીજા પર નહીં, પરંતુ પોતાની જાત પર નિયંત્રણ કરવાની શક્તિ જ ખરું નેતૃત્વ છે. સફળતાનો માર્ગ વાંકો ચૂકો અને ઉતાર ચડાવવાળો હોય છે. ક્યારેય સરળ કે સીધો નથી હોતો, માટે આ માર્ગમાં આવતી અડચણોથી ક્યારેય હતાશ ન થાઓ અને પોતાની યાત્રા ચાલુ રાખો. કિઝેનમાં કોઇ પણ સ્થિતી શ્રેષ્ઠ કે પરફેક્ટ નથી હોતી માટે જ સતત સુધારા જરુરી છે.

2. કાઇઝેન શા માટે?

 વર્તમાન વ્યાવસાયિક જગતનાં પડકાર સંદર્ભે કાઇઝન અનિવાર્ય છે. – કાચામાલ તથા બળતણનાં વધતાં ભાવ. – અતિઆધુનિક ઉત્પાદન માટે દબાણ. – તિવ્ર સ્પર્ધા. – ગ્રાહકની માંગ અનુસાર વિશીષ્ટ ગુણવત્તાસભર ચીજ વસ્તુનું ઉત્પાદન. – નીચી કિંમતે ગુણવત્તાસભર માલ પુરો પાડવો.

3. કાઇઝેન પ્રક્રિયા:

અ.) કાઇઝેન માટે યોગદાન: – એક-બે નાના સુધારા સુચવી કાર્ય પ્રણાલીમાં સુધારા કરવા. – પોતાનાં કામનાં સંબંધનાં નિયમોનું સંપૂર્ણ પાલન કરવું. – કામકાજ માં ઉભી થતી સમસ્યાનાં નિરાકરણ માટે કોઇ પણ ભોગે ભાગ લેવો કે જેથી પોતાનો વિકાસ સધાઇ શકે તે સાથી વ્યક્તિ પોતે પ્રશ્ન ઉકેલનાર તરીકે ઓળખાઇ રહે છે. – આ પ્રકારનાં કાર્યોમાં સામેલ થઇ વ્યક્તિ પોતાની ક્ષમતાનો વિકાસ કરી શકે છે કાર્ય પ્રણાલીમાં સુધાર લાવી શકે છે.

બ.) સુઝાવ અને સુધાર: – સાધનોનો દુરુપયોગ રોકવો. – ઉત્પાદન પ્રક્રિયા તથા મશીનરીની પરિસ્થીતીમાં સુધારા માટે વિચાર અને જરુરી પ્રયાસ. – ટુલ્સ માં ફેરફાર. – કાર્ય પ્રણાલીમાં સુધારા, ઉત્પાદનની ગુણવત્તામાં સુધારા. – નવા ઉત્પાદન અંગે રજુઆત. – ગ્રાહકની સેવામાં સુધારા અંગે સુચન.

4. કાઇઝેનના લાભ:

રોજીંદા કામ સરળ બની રહે છે. – બીન જરુરી કાર્યોનો ખ્યાલ થતા તે દુર કરી શકાય છે. – કામકાજ દરમ્યાન સલામતિનાં અધિકૃત માપદંડ થકી કાર્ય જોખમમુક્ત બની રહે છે. – ઉત્પાદકતામાં સુધારો થાય છે. – ગુણવત્તામાં વિકાસ થાય છે. – ઉત્પાદનની પડતર નીચી લાવી શકાય છે. – કાર્ય સ્થળ પર કાર્ય પધ્ધતિમાં સુધારા થકી બદલાવ આવી શકે છે.

Idea + Implementation = Innovation વિચાર + અમલ = નવિનીકરણ

**********

આ શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર:

 મો.: 98254 33104

Email: hiranyavyas@gmail.com

Web. www.hiranyavyas.yolasite.com


[i]

Definition of KAIZEN™

[ii]

Kaizen at Home – 90 Days to Success | Mike Morrill | TEDxUtica

1 comment for “ઉદ્યોગસાહસિકતા : કાઇઝેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *