પરિસરનો પડકાર :: ૧૦ :: જૈવિક વિવિધતા (બાયો-ડાયવર્સિટી) : ૦૪

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા

રક્ષિત વિસ્તારો

કોઇપણ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતાં સાંસ્કૃતિક મૂલ્યો અને જેતે વિસ્તારમાં પ્રવર્તમાન પર્યાવરણ મારફત લોકોને થતા ફાયદાઓને લાંબા સમય સુધી જાળવી રાખવા માટેના હેતુને સિદ્ધ કરવા માટે, કાયદાકીય તેમ જ અન્ય અસરકારક ઉપાયો દ્વારા વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવે છે. આવા ભૂ-ભૌગોલિક વિસ્તારોને ઓળખીને માત્ર ઉપર્યુક્ત દર્શાવેલ હેતુસર જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ વ્યાખ્યા આઈ.યુ.સી.એન. (International Union for Conservation of Nature and Natural Resources ; કુદરત અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટેનું આંતરરાષ્ટ્રીય સંગઠન) દ્વારા આપવામાં આવી છે. રક્ષિત વિસ્તારોમાં સામાન્યતઃ પ્રમુખ કહી શકાય તેવી બે બાબતોનો સમાવેશ થતો હોય છે, જમીન અને પાણીની જાળવણી. આ ઉપરાંત ત્યાં નિવાસ કરતા તમામ સજીવો એટલે કે જૈવિક વિવિધતા પણ સરખું મહત્વ ધરાવે છે. રક્ષિત વિસ્તારો અંગેનું વિચાર-બીજ ઘણાં સમય પૂર્વે ઉદભવેલું છે જે જૈવિક વિવિધતાના સંરક્ષણ માટેની અગત્યની રણનીતિ ગણી શકાય. સમગ્ર વિશ્વના દેશોમાં રક્ષિત વિસ્તારો અસ્તિત્વ ધરાવે છે જે સંબંધિત દેશની પ્રાથમિક જરૂરિયાત તેમ જ વૈધાનિક, સંસ્થાકીય અને નાણાંકીય સંસાધનો પર આધારિત હોય છે.

રક્ષિત વિસ્તારો જુદી જુદી પર્યાવરણીય પરિસ્થિતિઓ જેવી કે પર્વતો, દરિયા કાંઠો, રણ, જંગલો, મીઠા પાણીના સ્રોતને આવરી લે તે મુજબ જાહેર કરવામાં આવે છે. અલગ અલગ દેશોમાં આવા વિસ્તાર જુદાજુદા નામથી ઓળખાતા હોય છે જેવાં કે નેશનલ પાર્ક (રાષ્ટ્રીય ઉદ્યાન); નેચર રીઝર્વ, વાઈલ્ડરનેસ એરિયા, વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ એરિયા, ટૂરિઝમ એરિયા, કન્ઝર્વેશન રીઝર્વ, સેક્રેડ ગ્રોવ્ઝ વિગેરે. રાષ્ટ્રીય સ્તરે આવેલાં આવા વિસ્તારો પૈકી અમુક ખાસ પ્રકારના વિસ્તારનો સમાવેશ આંતરરાષ્ટ્રીય સ્તરની યાદીમાં પણ થતો હોય છે. તેની રચના અને કેવાં પ્રકારનું/કેટલું રક્ષણ મળશે તે કેવાં પ્રકારનો વિસ્તાર છે તેના પર આધારિત હોય છે. IUCN દ્વારા રક્ષિત વિસ્તારોને વિવિધ કક્ષાઓમાં વહેંચવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

I [a]  સ્ટ્રીક્ટ નેચર રીઝર્વ

I [b] – વાઈલ્ડરનેસ એરિયા

II – નેશનલ પાર્ક

III – નેચરલ મોન્યુમેન્ટ/ફીચર

IV – હેબીટાટ/સ્પીશી મેનેજમેન્ટ એરિયા

V – પ્રોટેક્ટેડ લેન્ડસ્કેપ/સી સ્કેપ

VI – પ્રોટેક્ટેડ એરિયા વિથ સસ્ટેનેબલ યુઝ ઓફ નેચરલ રીસોર્સીસ.

આવી વ્યવસ્થાપન કક્ષાઓ જોકે દરેક દેશમાં અપનાવવી ફરજીયાત નથી અને દરેક દેશમાં રક્ષિત વિસ્તારો આ પ્રકારની વ્યવસ્થાપન કક્ષાઓમાં વિભાજીત થયા પણ નથી પરંતુ તેનો એવો અર્થ નથી કે અન્ય દેશોમાં રક્ષિત વિસ્તારોને નબળું રક્ષણ આપવામાં આવે છે કે પછી સક્રિય વ્યવસ્થાપન થતું નથી. કક્ષા નમ્બર I થી IV માં સામેલ વિસ્તારોમાં વધારે નિયંત્રિત વ્યવસ્થાપન થતું હોય છે અને જૈવિક વિવિધતાને પ્રાથમિકતા આપવામાં આવે છે. કક્ષા V અને VI માં સમાવિષ્ટ વિસ્તારોમાં અલ્પાંશે છૂટછાટને અવકાશ રહેલો હોય છે.

ભારતના રક્ષિત વિસ્તારો

clip_image002

ગીર નેશનલ પાર્ક

clip_image004

મરીન નેશનલ પાર્ક જામનગર

clip_image005

 

વેળાવદર નેશનલ પાર્ક ભાવનગર clip_image007

આપણે જાણીએ છીએ કે ભારત દેશની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ઘણી જાતની પર્યાવરણ પ્રણાલીઓની સૌગાત મળી છે જેના પરીણામસ્વરૂપ ભારત અલૌકિક પ્રાણીઓ રૂપી સંપદા ધરાવે છે. આ અમુલ્ય ગણી શકાય તેવો એક ખજાનો જ ગણી શકાય અને તેનું સમોચિત વ્યવસ્થાપન કરવું તે આપણી સૌની નૈતિક ફરજ બની રહે છે. સદભાગ્યે ભારતમાં સારી એવી સંખ્યામાં રક્ષિત વિસ્તારો ઘોષિત કરવામાં આવ્યા છે પરંતુ માણસ તેની લોભવૃત્તિ છોડી શકતો નથી અને પ્રાણીઓ તેમ જ વનસ્પતિ રૂપી નૈસર્ગિક સંપદાનો વિનાશ કરી રહ્યો છે. આના પર રોક લાગે તે ખુબ જ જરૂરી બની જાય છે. પ્રસ્તુત બાબતે જોકે હાલ સારી એવી જન-જાગૃતિ કેળવાતી જાય છે અને સામાન્ય નાગરિક પર્યાવરણની જાળવણી પ્રત્યે ઉદાસીન વલણ છોડતો જાય છે. આજની પ્રવર્તમાન સ્થિતિથી આપણે સૌ વાકેફ છીએ. પીવાના અને સિંચાઈના પાણીની કારમી ખેંચ વર્તાઈ રહી છે. જળ-વિદ્યુતનું ઉત્પાદન તો બંધ થવાને આરે ઉભું જ છે. જો જંગલો બચશે તો પાણીના સ્રોત ભરાશે, હવા ચોખ્ખી અને પ્રદુષણ-રહિત બનશે, રોગ નાબુદ થશે અને કુદરત તરફથી માનવ જીવનને મળતી સેવાઓ અવિરત પણે ચાલુ રહેશે.

રક્ષિત વિસ્તારોનું સુચારુ વ્યવસ્થાપન એ રાજ્યોના વન વિભાગોની સીધી જવાબદારી છે. કાયદાઓનો અસરકારક અમલ, લોક-જાગૃતિના કાર્યક્રમો અને લોક સહયોગ/ભાગીદારીથી આ સઘળું શક્ય બની શકે. કોઈ એકલ દોકલ રાજ્ય કે દેશ જ આ માટે ચિંતિત/સજાગ છે તેવું નથી પરંતુ સમગ્ર વિશ્વ આજે પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃત બન્યું છે જે ઘણું જ આવકારદાયક છે.


પિક્ચર સૌજન્ય: ઈન્ટરનેટ. લેખમાં સમાવિષ્ટ ચિત્રોનો ઉપયોગ માત્ર અભ્યાસ અને જાગૃતિ કેળવવાનો છે.


શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com

મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮

1 comment for “પરિસરનો પડકાર :: ૧૦ :: જૈવિક વિવિધતા (બાયો-ડાયવર્સિટી) : ૦૪

  1. April 6, 2018 at 8:59 pm

    સલમાન ખાન વીસ વર્ષ પછી, એક રાત માટે જેલમાં ગયો. ચાલો આટલું તો થયું !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *