પ્રાર્થના અને ફિલ્મીગીતો

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

પ્રાર્થના એ એક એવી શક્તિ છે જે સર્જનહારને આપણી વિનંતી પહોંચાડવાનું માધ્યમ બની રહે છે. આજ રીતે હિંદી ફિલ્મોમાં પણ પોતાની વ્યથા અને વિનંતિ પહોચાડવા માટે પ્રાર્થનાને સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રાર્થના ફક્ત પ્રભુને ઉદ્દેશીને નથી કરાતી તે ૧૯૫૨ની ફિલ્મ ‘આનંદમઠ’માના આ ગીતને જોશો તો જણાશે.

वंदेमातरम्, वंदे वंदेमातरम्,
सुजलाम सुफलाम् मलियज शीतलाम

બંકિમચંદ્રની સુપ્રસિદ્ધ નવલકથા પર રચાયેલી આ ફિલ્મમાં દેશભક્તિનું આ ગીત એકવાર નહીં, પણ બેવાર આવે છે. એકવાર પ્રદીપકુમાર માટે હેમંતકુમારે ગાયું છે જ્યારે બીજી વાર ગીતાબાલી માટે લતાજીએ ગાયું છે. બંને ગીતના રચયિતા છે બંકિમચંદ્ર ચેટરજી અને સંગીતકાર છે હેમંતકુમાર.

આ જ ફિલ્મમાં એક અન્ય પ્રાર્થના છે

केशवा धरित मीन शरीरा जय जगदीश हरे
केशवा भवन रूप धरे, जय जगदीश हरे

મહાકવિ જયદેવની આ રચનાને સ્વર મળ્યો છે હેમંતકુમાર અને ગીતા દત્તનો અને સંગીત છે હેમંતકુમારનું. ગીતાબાલી પર રચાયેલ આ ગીતમાં હેમંતકુમારનો સ્વર પાર્શ્વભૂમિમાં છે.

૧૯૫૨ની ફિલ્મ ‘બૈજુ બાવરા’ના બધા ગીતો તો પ્રચલિત છે પણ આ પ્રાર્થનાનું ગીત અત્યંત દર્દનાક છે.

ओ दुनिया के रखवाले

सुन दर्दभरे मेरे नाले

ભારતભૂષણ પરના આ ગીતને કંઠ મળ્યો છે રફીસાહેબનો. શકીલ બદાયુંનીની રચનાને સંગીત આપ્યું છે નૌશાદે.

૧૯૫૫ની ફિલ્મ ‘સીમા’ની આ પ્રાર્થના ભગવાનને પ્રેમના સાગર તરીકે વર્ણવે છે.

तुं प्यार का सागर है
तेरी एक बूंद के प्यासे हम

ઓર્ગન પર ગવાતી આ પ્રાર્થના બલરાજ સહાની પર રચાઈ છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર છે મન્નાડેનો.

આ જ ગીત ફરી એકવાર પાર્શ્વભૂમિમાં મુકાયું છે જ્યારે બલરાજ સહાની માંદગીને કારણે બિછાને હોય છે.

એક વધુ સુંદર પ્રાર્થના છે ૧૯૫૭ની ફિલ્મ ‘દો આંખે બારહ હાથ’ ફિલ્મની.

ए मालिक तेरे बन्दे हमैसे हो हमारे करम
नेकी पर चले और बड़ी से टले
ताकी हंसते हुए निकले हम

કેદીઓને સુધારવા કરેલા પ્રયોગવાળી આ ફિલ્મમાં આ પ્રાર્થના મહત્વની છે. આ પ્રાર્થનાનું વી. શાંતારામ પઠન કરે છે જે કેદીઓ દ્વારા કોરસના રૂપમાં રજુ કરાઈ છે. ગીતના શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત વસંત દેસાઈનું.

આ જ પ્રાર્થના ફરી એકવાર ફિલ્મના અંત ભાગમાં આવે છે જ્યારે ઘાયલ વી. શાંતારામ આગળ સંધ્યા ગાય છે. આ માટે કંઠ આપ્યો છે લતાજીએ.

સર્વધર્મની ભાવનાવાળી પ્રાર્થના છે ૧૯૬૧ની ફિલ્મ ‘હમદોનો’માં

अल्लाह तेरो नाम इश्वर तेरो नाम
सब को सन्मति डे भगवान

સાધના અને અન્યો પર આ પ્રાર્થના રચાઈ છે જેને સ્વર આપ્યો છે. લતાજીએ. ગીતના શબ્દો સાહિર લુધિયાનવીના અને સંગીત જયદેવનું.

આ ફિલ્મમાં એક વધુ પ્રાર્થના છે

प्रभु तेरो नाम जो ध्याये सुख पाये
सुख दाए तेरो नाम

આ પ્રાર્થનાને પણ સ્વર આપ્યો છે. લતાજીએ. ગીતના શબ્દો સાહિર લુધિયાનવીના અને સંગીત જયદેવનું. પણ કલાકાર બદલાય છે અને તે છે નંદા.

૧૯૬૭મા એક ફિલ્મ આવી હતી ‘શાગિર્દ’. આમ તો તે મુખ્યત્વે કોમેડી ફિલ્મ હતી પણ તેમાં પણ એક પ્રાર્થનાને સ્થાન અપાયું છે.

कान्हा, कान्हा, आन पडी मै तेरे द्वारे
मोहे चादर समाज निहार

સાયરાબાનુ માટે સુમધુર કંઠ મળ્યો છે લતાજીનો. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

જે હવે જે પ્રાર્થનાનો ઉલ્લેખ કરીશ તે માટે મારૂં માનવું છે કે શાળાઓમાં પણ આ

શાળાની શરૂઆતમાં સમૂહ પ્રાર્થના યોજાતી હોય છે. ૧૯૭૧ની ફિલ્મ ‘ગુડ્ડી’માં પણ એવી જ એક પ્રાર્થના છે. કદાચ આજે પણ અમુક શાળાઓમાં આ પ્રાર્થના ગવાતી હશે.

हमको मन की शक्ति देना मन विजय करो
दूसरो की जय से पहले खुदा की जय करो

સમૂહમાં ગવાયેલ આ પ્રાર્થનાના મુખ્ય કલાકાર છે જયા ભાદુરી જેને સ્વર આપ્યો છે વાણી જયરામે. ગુલઝારે શાબ્દાંકન કરેલ આ ગીતને વસંત દેસાઈએ સંગીત આપ્યું છે.

૧૯૭૨ની ફિલ્મ ‘કંગન’ની પ્રાર્થના

प्रभुजी मेरे अवगुण चित ना धरो

વીડિઓમાં ફક્ત શબ્દો સંભળાય છે કોઈ કલાકાર નથી દેખાતાં પણ આપેલી માહિતી મુજબ આ ગીત અશોકકુમારે ગાયું છે જેને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ અને શબ્દો છે ઇન્દીવરના.

૧૯૭૬ની ફિલ્મ ‘બૈરાગ’ની પ્રાર્થના છે

जीवनपथ पर शाम सवेरे
छाया है घनघोर अंधेरा

ओ शंकर मेरे कब होंगे दर्शन तेरे

દિલીપકુમાર પર આ ગીત ફિલ્માવાયું છે જેને કંઠ આપ્યો છે મહેન્દ્ર કપૂરે. આનંદ બક્ષી રચિત આ ગીતનું સંગીત છે કલ્યાણજી આણંદજીનું.

‘સત્યમ શિવમ સુંદરમ’ ૧૯૭૮ની આ ફિલ્મમાં બહુ સુંદર રીતે ઈશ્વરનો મહિમા આ પ્રાર્થનામાં વર્ણવાયો છે.

इश्वर सत्य है,
सत्य ही शिव है,
शिव ही सुंदर है

કલાકાર છે ઝીનત અમાન જેને સ્વર આપ્યો છે લતાજીએ. ગીતકાર નરેન્દ્ર શર્મા અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

નવરાત્રિમાં જે ગીત રાસ રૂપે આજે પણ ધૂમ મચાવે છે તે છે ૧૯૭૯ની ફિલ્મ ‘સુહાગ’ની માતાને અનુલક્ષીને ગવાયેલ આ પ્રાર્થના

है कल के पंजे से माथा बचाओ, जय माँ अष्ट भवानी
है नाम रे सबसे बड़ा तेरा नाम
शेरोवाली ऊँचे डेरोवाली
बिगड़े बना दे मेरे काम

આના કલાકાર છે અમિતાભ બચ્ચન અને રેખા. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાનાર કલાકાર રફીસાહેબ અને આશા ભોસલે.

૧૯૭૨ની ફિલ્મ ‘કંગન’ની પ્રાર્થનાના મુખડા સાથે એક અન્ય ફિલ્મમાં પણ આ પ્રાર્થના અપાઈ છે પણ પછીના શબ્દો અલગ છે. ફિલ્મ છે ૧૯૮૫ની ‘સુર સંગમ’. કલાકાર જયાપ્રદા અને સ્વર છે એસ. જાનકીનો. ગીતકાર વસંત દેવ અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

ગામલોકો જયારે કોઈ કુદરતી આફતમાં ફસાય છે ત્યારે સમૂહમાં ઈશ્વરને પ્રાર્થના કરે છે. ૨૦૦૧ની ફિલ્મ ‘લગાન’માં પણ આ જ વાત છે જ્યારે બધા ભેગા મળી પ્રાર્થના કરે છે કે

ओ पालनहारा, निर्गुण और न्यारा
तुम्हारे बिन हमरा कौनो नाही

મુખ્ય કલાકાર આમીરખાન અને ગ્રેસી સિંહ. ગાનાર કલાકાર ઉદિત નારાયણ અને લતાજી. શબ્દો જાવેદ અખ્તરના અને સંગીત એ. આર. રહેમાનનું.

રસિક વાચકોને કદાચ આ નોંધ અધૂરી લાગશે પણ બને તેટલા ગીતોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *