





“હું મહેક___મહેક બિરજુબેન ગાંધી. હું ૧૨ વર્ષની છું અને હું ઉત્કર્ષ સ્કૂલ રાજકોટમાં સાતમા ધોરણમાં ભણું છું. મારી પાસે કહેવા માટે ઘણું બધું છે. હું તેમને બધાને એક કાગળ લખીશ અને દર મહિને નવો વિષય, નવી વાર્તા કે નવો વિચાર મોકલીશ. તમે બધા મારા નવા મિત્રો બનશો? “
વેબ ગુર્જરીનાં વ્યાપની ક્ષિતિજ વિષયોની દૃષ્ટિએ તો ઘણી સુદૂર ફેલાયેલી રહી છે. સક્રિય યોગદાતાઓ સમાજ જીવનના વિવિધ પ્રવાહોના અનુભવો આપણી સમક્ષ મૂકતા રહ્યા છે. અત્યાર સુધી આ યોગદાતાઓનો રંગપટ પાકટથી યુવાનથી કિશોર વય જૂથ સુધી વિસ્તરેલ હતો. મહેક ગાંધીના જોડાવાથી કિશોર વય જૂથનો રંગ વધારે ઘાટો બને છે.
વેબ ગુજરી પર તેમના લેખો વર્ષના ૧૩મા, ૧૭મા, ૨૧મા એ રીતના મંગળવારે દર ચારઠવાડીયે કવાર ના હિસાબે પ્રકાશિત કરીશું
મહેક ગાંધીના સંપર્ક માટેનું વિજાણુ સરનામું : mahekgandhi01@gmail.comવેબ ગુર્જરી સંપાદક મંડળ
સ્વાર્થી મિત્રથી દૂર સારા
રામ અને શ્યામ બંને ગાઢ મિત્રો હતાં. તે બન્ને હંમેશા સાથે રહેતા, સાથે સ્કૂલે જતાં, સાથે રમતા અને સાથે ખાતાપીતા હતા. તેઓની સ્કૂલ ગામની બીજી બાજુ હતી. સ્કૂલે જવા માટેનો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. સ્કૂલના ટીચર, ગામના લોકો અને વિદ્યાર્થીઓ બધાં જ સાંજ પડે તે પહેલાં ગામ પોંહચી જતાં. એમાં આ રામ અને શ્યામ પણ હતાં.
એક દિવસ બન્ને મિત્રો સ્કૂલમાંથી છૂટી રમવામાં મગ્ન થઈ ગયાં. રમતા રમતા સાંજ પડી ગઈ, ત્યારે બન્નેને ધ્યાન ગયું, અરે સાંજ પડી ગઈ. આથી બન્ને મિત્રો જલ્દી જલ્દી જંગલમાંથી ઘરે જવા નીકળ્યાં. જંગલનાં રસ્તામાંથી નીકળતી વખતે તેઓને કોઈક અવાજ સંભળાવા લાગ્યો. આ અવાજથી બન્ને મિત્રો ડરી ગયાં અને આજુબાજુ જોવા લાગ્યાં. ત્યાં બન્નેની સામે રીછ આવતું દેખાયું. જેથી કરીને બંનેના હાંજા ગગડવા લાગ્યાં. રીછને જોઈ બન્ને વિચારવા લાગ્યાં કે હવે શું કરશું? ત્યાં રામની નજર શ્યામ પર પડી. તેણે જોયું કે શ્યામ તો ઝાડ ઉપર ચઢી રહ્યો છે. શ્યામને ભાગતો જોઈ રામ વધારે ડરી ગયો. તેને ઝાડ પર ચડતાં નતું આવડતું. તે વિચારવા લાગ્યો કે હું શું કરું. તેણે અચાનક યાદ આવ્યું કે તેના દાદાએ એક વાર કીધું હતું કે જાનવરો પોતે શિકાર કરે અને પોતે ખાય આથવા તો બીજા પ્રાણીઓનો કરેલો શિકાર ખાઈ પણ માણસનું મડદું હોય તો ન ખાઈ. આથી તે અચાનક જમીન પર સૂઈ ગયો અને આંખો બંધ કરી સ્વાસ રોકી દીધો. ત્યાં એના કાન પાસે રીછના મોઢામાથી વાસ આવતી હતી તોયે રામે આંખો ખોલી નહીં ને સ્થિર જ રહિયો. રિછે તેના નાક પાસે, કાન પાસે, મોહ પાસે, સુઘિયું પછી અને લાગ્યું કે આ તો કઈક મરેલું છે અટેલે એ અને સ્પર્શ કરીયા વગર ત્યથી જતો રહિયો. રીછ ગયા પછી યે પછી યે રામ થોડી વાર એમે ને એમ પડ્યો રહ્યો. એ જોઈ શ્યામ ઝાડ ઉપરથી નીચે આવ્યો. રામ પાસે આવીને કહિયું હવે ઊભો થા રીછ ગયું. પછી અને મજાકમાં પૂછ્યું કહે તો, રામ રીછ તને કાનમાં શું કહ્યું ?
રામે કહ્યું “મને રીછે બહુ સરસ શિખામણ આપીને કહ્યું કે સ્વાર્થી મિત્રોથી હંમેશા દૂર રહેવું જોઈએ કારણકે આવા મિત્રો ક્યારે સાથ છોડી જાય તે કહેવાય નહીં માટે સારો મિત્ર હોય તેવા લોકો સાથે મિત્રતા કરવી નહિ તો મિત્ર વગર રહેવું સારું.
મિત્રો, આજની વાર્તા કેવી લાગી તે જણાવશો.
ચાલો ત્યારે મળીએ આવતા મહિને… બાય….
મહેકનુ સ્વાગત છે. એના દ્વારા ઉગતી પેઢી પણ વેગુ સાથે જોડાઈ રહી છે એનો આનન્દ છે!
very good pl keep it keep. girish dave
વાહ, દીકરી મહેક,
નાનો પણ રાઈ નો દાણો…..
ગાગરમાં સાગર….
મહેક નું સ્વાગત છે. શરૂઆત ખુબ સરસ છે. આવતી વાર્તા ની રાહ જોઇશ.
wow mahek , very gud , i like your this stroy , very well , wating for your stroy
Very nice keep it up.
વે.ગુ સંપાદક મંડળને ઘણાં ઘણાં ધન્યવાદ આપવા પડે. ખાલી ૧૨ વર્ષની નાનકડી લેખિકાને આ મોટા લેખકો સાથે સંમિલિત કરવા માટે.
ચિ. મહેક આમ તો આ વાર્તા ઘણીવાર વાંચી છે પણ તોયે આ વાર્તાએ મારું એજ બચપણ યાદ કરાવી ૭૦ વર્ષ પાછળ ધકેલી દીધી.આવતા મહિને પછી મને મળવા માટે ચોક્કસ આવજે હોં.
ચી.મહેક – અભિનંદન ,
નાની ઉંમરમાં લેખન પ્રત્યેની રુચિ એ ઈશ્વરના આશીર્વાદ ગણાય .હજુ ખુબ મહેનત ,વાંચન અને ગુજરાતી ભાષાશૃદ્ધિ તરફ ધ્યાન
આપવાનું છે…..સારું . લખવાના આ પગથિયાં છે ,ખુદના રસ વિના બધું નકામું ગણાય ,શિક્ષક ,માવતર અને પ્રેરક મિત્રો નો સંપર્ક કાયમી અને હર પળ જિદ્દી બની જાળવજે -લાંબે સમયે તેનું મૂલ્ય સમજાશે -તારું લેખન નક્કી ખીલી ઉઠશે .મારો અનુભવ છે .મારા આશીર્વાદ ;શુભેચ્છાઓ
-જીતેંદ્ર પાઢ /અમેરિકા /૧૪/૧૧/૨૦૧૮/બાળ દિન /