





નિરંજન મહેતા
આ શ્રેણીમાં હવે વારો આવે છે E પરથી આવેલા ગીતો અને તે શબ્દોના શીર્ષકોવાળી પછીથી બનેલી ફિલ્મો. જો કે આ Eવાળા ગીતો અને તે જ શીર્ષકવાળી ફિલ્મો બહુ ઓછા નજરે પડ્યા છે પણ તેમ છતાયે જેટલા મળ્યા તેની નોંધ અહી લેવાઈ છે. ક્યાંક E એ તરીકે અને ક્યાંક ઈ તરીકે વપરાયો છે.
૧૯૪૭ની ફિલ્મ ‘એલાન ‘નું ગીત હતું
इक बार फिर से आजा
दिल में मेरे समा जा
સુરેન્દ્રનાથ ઉપર રચાયેલ અને તેમણે જ ગાયેલ આ ગીતના રચયિતા છે ઝિયા સરહદી અને સંગીત નૌશાદનું.
इक बार फिर આ શબ્દોને લઈને બનેલી ફિલ્મ ૧૯૮૦મા આવી હતી.
૧૯૫૭ની ફિલ્મ ‘આશા’નું સુપ્રસિદ્ધ ગીત આજે પણ સાંભળીને નાચી ઉઠાય છે
ईना मीना डीका, दाई दामोनिका
माका नाका नाका, चीका पीका रीका
ફિલ્મમાં આ ગીત બે વાર આવે છે એક વાર કિશોરકુમારના કંઠે અને બીજી વાર આશા ભોસલેના સ્વરમાં જે વૈજયંતીમાલા પર રચાયું છે. ગીતકાર રાજીન્દર કૃષ્ણ અને સંગીતકાર સી. રામચંદ્ર.
ઉપરના શબ્દો આશા ભોસલેવાળા ગીતના છે કારણ કિશોરકુમારના ગીતમાં INA શબ્દ મુકાયો છે જ્યારે આશા ભોસલેવાળા ગીતમાં EENA શબ્દ મુકાયો છે.
ईना मीना डीका આ શીર્ષકવાળી ફિલ્મ ૧૯૯૪મા આવી હતી.
અને ૧૯૫૯નુ આ ગીત ! હજી પણ સદાબહાર છે. ફિલ્મ છે ‘ચલતી કા નામ ગાડી’
इक लड़की भीगी भागी सी
सोती रातो को जागी सी
કિશોરકુમાર અભિનીત તેની આગવી સ્ટાઇલનું આ ગીત કિશોરકુમારે જ ગાયું છે. ગીતના શબ્દો મજરૂહ સુલતાનપુરીના અને સંગીત સચિન દેવ બર્મનનું.
इक लड़की भीगी भागी सी આ શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૧૬મા.
૧૯૭૪મા આવેલી ફિલ્મ ‘અજનબી’નું ગીત છે:
ऐक अजनबी हसीना से यु मुलाक़ात हो गई
રાજેશ ખન્ના પર આ ગીત ફિલ્માવાયું છે જેને સ્વર સાંપડ્યો છે કિશોરકુમારનો. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આર.ડી.બર્મનનું.
ऐक अजनबी આ શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૦૫માં.
એક રોમાંચક ગીત જોઈએ. ફિલ્મ છે ૧૯૭૫ની ‘ખેલ ખેલ મેં’ જેનું ગીત છે
ऐक मै और ऐक तू दोनों मिले इस तरह
और जो तन मन में हो रहा है वोह तो होना ही था
ગુલશન બાવરાના શબ્દોને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. નીતુ સિંહ અને રિશીકપૂર માટે કંઠ આપ્યો છે આશા ભોસલેં અને કિશોરકુમારે.
ऐक मै और ऐक तू આ શીર્ષકવાળી ફિલ્મ એક વાર નહિ પણ બે વાર આવે છે – ૧૯૮૬મા અને ૨૦૧૨મા.
एक से बढकर एक मै लाई हु तोहफे अनेक
૧૯૭૬ની ફિલ્મ ‘એક સે બઢકર એક’ના આ ગીતના રચયિતા છે વર્મા મલિક અને સ્વરાંકન છે કલ્યાણજી આણંદજીનું. કલાકાર હેલન જેને સ્વર આપ્યો છે રુના લૈલાએ.
एक से बढकर एक શીર્ષકવાળી ફિલ્મ ૨૦૦૪મા આવી હતી.
૧૯૮૦ની ફિલ્મ ‘કર્ઝ’નાં આ ગીતમાં મુખડાના શબ્દો અલગ છે પણ અંતરામાં નીચે મુજબનાં શબ્દો છે જે વધુ મહત્વના અને પ્રચલિત છે.
एक हसीना थी एक दिवाना था
क्या उम्र, क्या समा, क्या ज़माना था
રિશીકપૂર અને ટીના મુનીમ આ ગીતના કલાકાર છે જેનાં રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. કંઠ છે આશા ભોસલે અને કિશોરકુમારનો.
एक हसीना थी ફિલ્મ ૨૦૦૪મા આવી હતી.
આમ Eવાળા જે થોડા ગીતો મળ્યા તે આ લેખમાં સમાવાયા છે. આશા છે રસિકોને આ વાત સમજાશે અને લેખને માણશે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
ખૂબ સરસ માહિતી.. ખૂબ સરસ ગીતો
આભાર આપના અભિપ્રાય બદલ.