૧૦૦ શબ્દોની વાત : ઔદાર્ય અને અન્યોનો વિકાસ

તન્મય વોરા

લાગતાં વળગતાં લોકોનો વિકાસ એ પોતાના વિકાસમાટે પણ સહુથી સારો રસ્તો છે.બીજાંને આગળ વધારવાની સાથે સાથે તમારે પણ આગળ વધતા રહેવું જોઇએ. પરંતુ, તે માટે તમારે ઔદાર્ય અને વિપુલતાની સ્થિતિએ પહોંચવું પડે.

મારા શાળાના દિવસોમાં એક ખેડૂતની વાર્તા સાંભળી હતી, જે ઉત્તમ પાક પકવવા માટે અને પોતાનું ઉત્તમ બીયારણ આસપાસના ખેડૂતોને વહેંચવા માટે જાણીતો હતો.

Photograph by Tanmay Vora

એને જ્યારે કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે, “આમ તો આ સ્વાર્થની વાત છે.પવનની સાથે પરાગરજ ઊડીને આજૂબાજૂનાં ખેતરોમાં જ જઇ બેસે. એટલે,જો મારા પડોશીઓ ઉત્તમ પાક વાવે, તો મારો પાક આપોઆપ જ સુધરતો રહેવાનો છે.”

તમે અન્ય લોકો સાથે કોઇ બીજ વહેંચો છો ખરાં?


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

1 comment for “૧૦૦ શબ્દોની વાત : ઔદાર્ય અને અન્યોનો વિકાસ

  1. March 16, 2018 at 4:42 am

    સરસ ભાવના

Leave a Reply

You have to agree to the comment policy.