જળમાં વમળ : ૪૧ : રાધિકા જો મળી, તો થયો માધવ!

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શા કિકાણી

આમ તો એ હતો એકલો યાદવ,
રાધિકા જો મળી, તો થયો માધવ!

                                               …. કવિતા રાવલ

સંસાર-રથનાં બે પૈડાં છે : સ્ત્રી અને પુરુષ. પુરુષ વગર સ્ત્રી અધૂરી છે અને સ્ત્રી વગર પુરુષ અધૂરો છે. જેમ સ્ત્રીને આગળ વધવા પુરુષની સહાય જરૂરી છે તેવી જ રીતે દરેક પુરુષના જીવનમાં પણ સ્ત્રીનું સ્થાન ઘણું અગત્યનું છે. જુઓ ને ઉપર કહ્યું તેમ કૃષ્ણ જેવો કૃષ્ણ પણ રાધા વિના ફક્ત યાદવ જ કહેવાય! પણ જયારે રાધાગૌરી મોહનને મળે, તેની મોહિનીમાં ભાન ભૂલે અને તેના પ્રેમમાં પાગલ થાય ત્યારે જ સામાન્ય યાદવ માધવ રૂપે પ્રગટે! ત્યારે જ દુનિયા આખી તેને પરમેશ્વર માની પ્રાર્થે. રાધા વગર માધવ ન થવાય. માધવ થવા તો ભાન ભૂલેલી, સુધબુધ ખોવયેલી, પ્રેમ-દિવાની રાધિકાની જ જરૂર પડે. પુરુષને પૂર્ણ કરવા સ્ત્રીની જરૂર પડે.

સ્ત્રી વગર પુરુષ અધૂરો છે. માતા વગર પિતા અધૂરા છે. રાધા વગર કૃષ્ણ અધૂરો છે. અને સીતા વગર રામ અધૂરા છે. પ્રકૃતિ વગર પરમેશ્વર અધૂરા છે અને જીવ વગર શિવ અધૂરા છે. લોકો ભલે કૃષ્ણને ભજે કે રામનાં ભજન ગાય, પરમેશ્વરને પૂજે કે શિવને આરાધે….. પણ તે બધા પોતાના સ્ત્રી-પાત્રો વગર તો અપૂર્ણ જ છે.આજકાલ તો દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ આગળ વધી રહી છે. ગૃહિણી, શિક્ષિકા કે મંત્રી જેવા ચીલાચાલુ રોલની સાથેસાથે તે હવે વિજ્ઞાની, સંચાલિકા, વેપારી જેવા અનેક નવલા રોલમાં પણ પોતાની રોશની પાથરી રહી છે.

પણ શું સ્ત્રી એટલે માત્ર આ નશ્વર સ્ત્રી-દેહ? ના, ના, વાત એથી ઘણી ઊંચી છે. સ્ત્રી એટલે દેવી, સ્ત્રી એટલે પ્રકૃતિ, સ્ત્રી એટલે જીવ. અહી ભક્તિની વાત છે, શક્તિની વાત છે. આશાની વાત છે અને શ્રદ્ધાની વાત છે. નારીના સ્થૂળ દેહની વાત નથી. સ્થૂળ અને સૂક્ષ્મ દેહનું અંતર સમજાવતો એક પ્રસંગ યાદ આવે છે……

એક વાર કૃષ્ણ-દિવાની મીરાંબાઈ કૃષ્ણધામ ગોકુલ-વૃંદાવન ગઈ. ઠેરઠેર ફરતી જાય અને કૃષ્ણને રજેરજમાં અનુભવતી જાય. મીરાંબાઈ તો ખુશખુશ થઈ ગઈ. આનંદથી પાગલ થઈ ગઈ. તેને થયું કે વૃન્દાવનમાં પોતાના સમકાલીન ભક્તિ-કવિને મળે અને કૃષ્ણની વાતો કરી કૃષ્ણની વધુ નજીક આવે. મીરાંબાઈએ તો ભક્ત-કવિ (હરિદાસ?) ને કહેણ મોકલ્યું કે ‘મીરાંબાઈ તમને મળવા માંગે છે’. તેના દુઃખદ આશ્ચર્ય વચ્ચે, તે જમાનાની રીત-રસમ મુજબ કવિએ મીરાંબાઈને મળવાની ‘ના’ કહી દીધી, કારણ કે મીરાં સ્ત્રી હતી અને પોતે પુરુષ! મીરાંબાઈએ બહુ સરસ જવાબ આપ્યો : ‘હે કવિ! ગોકુલ-વૃંદાવનમાં રહીને પણ તમે હજુ સુધી પુરુષ રહી શક્યા છો? અહી તો માત્ર એક જ પુરુષ છે અને તે તો મારો પૂર્ણ-પુરુષોત્તમ કૃષ્ણ, બાકી તો બધી પ્રેમ-દિવાની ગોપીઓ છે! તમે પુરુષ હો તો મારે પણ તમને મળવું નથી!’ કહેવાની જરૂર છે કે કવિ પોતાની ભૂલ સમજી ગયા અને કૃષ્ણ-દિવાની એવી મહા કવિયત્રી મીરાંબાઈને મળવા દોડી આવ્યા!

કંઈક એવા જ ભાવ સાથે પ્રતિમા પંડયા કહે છે: હે ઈશ્વર! ભલે આકાશ તારું હોય અને આ વાદળ, વિજળી અને વરસાદ પણ તારાં હોય અને એ બધાં પર અંકુશ પણ તારો જ હોય. છતાં, એ બધાંને તરસતી તારી આ તરસ તો મારી મુઠ્ઠીમાં બંધ છે. અંતે કંટ્રોલ તો મારો જ છે!

ભલે વરસાદ તારો હો અને આકાશ પણ તારું,
છતાં તારી તરસનો વાસ મારી બંધ મુઠ્ઠીમાં!

                                                                     ….. પ્રતિમા પંડયા


સંપર્ક:  દર્શા કિકાણી :  ઈ –મેલ –  darsha.rajesh@gmail.com

12 comments for “જળમાં વમળ : ૪૧ : રાધિકા જો મળી, તો થયો માધવ!

 1. Vandana Shail Patel
  March 6, 2018 at 5:33 pm

  Really true… Nice

  • Darsha Kikani
   March 7, 2018 at 8:45 pm

   Thank you, Vandanaben!

 2. Nitin Bhatt
  March 6, 2018 at 6:39 pm

  અર્થપૂર્ણ કાવ્યકડીનો સરસ રસાસ્વાદ. સ્ત્રી વિના પુરુષનું અસ્તિત્વ અધુરું છે તે વાત વિગતે લખાઇ છે. બંને એકમેકના પુરક બનીને આદર્શ જીવન જીવી શકે. સ્થુળ અને સૂક્ષ્મ દેહની વાત દ્રષ્ટાંત સાથે અસરકારક રીતે કહેવાઇ છે.

  જો કે એ વાત પણ સ્વીકારવી રહી કે રાધા જ યાદવને માધવ બનાવી શકે. રુક્મણી કે સત્યભામા એ બાબતે ઉણા ઉતરે. આમાં એ બંનેના સ્ત્રીત્વ માટે કોઇ ટીપ્પણી નથી પણ બિનશરતી, સંપુર્ણ સમર્પિત પ્રેમ તો રાધા અને મીરાં કરી શકે.

  લખાણ થોડું ટુંકાવી શકાય તો વધુ અસરકારક બને તેમ લાગે છે.

  • Darsha Kikani
   March 7, 2018 at 8:47 pm

   Thank you very much, Nitinbhai for your suggestion! Let me try next time!

 3. Bhargavi
  March 6, 2018 at 6:39 pm

  પણ શું સ્ત્રી એટલે માત્ર આ નશ્વર સ્ત્રી-દેહ? ના, ના, વાત એથી ઘણી ઊંચી છે. સ્ત્રી એટલે દેવી, સ્ત્રી એટલે પ્રકૃતિ, સ્ત્રી એટલે જીવ. અહી ભક્તિની વાત છે, શક્તિની વાત છે. આશાની વાત છે અને શ્રદ્ધાની વાત છે. નારીના સ્થૂળ દેહની વાત નથી. સ્થૂળ અને સૂક્ષ્મ દેહનું અંતર સમજાવતો એક પ્રસંગ યાદ આવે છે……

  Very nicely explained importance of women & how one cannot do without each other if you married. Very nicely written. Thanks for sharing

  • Darsha Kikani
   March 6, 2018 at 8:58 pm

   Thank you very much, Bhargavi! Incidentally the article is published in the week of Woman’s day!

 4. Mala Shah
  March 6, 2018 at 6:50 pm

  Darsha,
  it’s a excellent article. Beautiful Wordings are used. Explanations in details about the value & status of women’s are superb.
  Congratulations to you & your team .
  all the best.?

  • Darsha Kikani
   March 6, 2018 at 9:00 pm

   Thank you very much, Mala! Thanks for your wishes! Happy woman’s day!

 5. Minal somani
  March 6, 2018 at 11:03 pm

  Nice article, very well articulated.
  Radha & Krishna is the embodiment of love, passion & devotion. Radha’s passion for Krishna symbolizes the soul’s intense.

  Radha is expansion of Krishna. Krishna is the energetic & Radha is the energy.☺️
  Happy women’s day !!

  • Darsha Kikani
   March 7, 2018 at 9:34 am

   Very Well said, Minal!

 6. Ketan Patel
  March 8, 2018 at 2:55 pm

  I read it today only – Really very nicely described.
  Importance of women in every man’s life – on international women’s day.

  • Darsha Kikani
   March 10, 2018 at 7:27 pm

   Thanks, Ketanbhai! Publishing the article during women’s week was by default and not by design!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *