ધોરણ ૬ થી ૧૦માં ભણતાં વિદ્યાર્થીઓની ગુજરાતી ભાષાની અભિવ્યક્તિની ક્ષમતા વધે અને તેઓ મૌલિક રીતે સર્જનાત્મક લખાણ લખતા થાય તે હેતુથી માતબાર ઇનામો સાથેની હાસ્ય વાર્તાલેખન સ્પર્ધાનું આયોજન જાન્યુઆરી માસમાં કરવામાં આવ્યું હતું. ૫૦થી વધુ શાળાઓમાંથી ૪૫૦ થી વધારે વિદ્યાર્થીઓએ આ વાર્તાલેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેનું આયોજન શ્રીમતી દર્શા કિકાણી (પ્યોરીટી ફ્લેક્ષપેક લિમિટેડ-વડોદરા, આત્માન ફાઉન્ડેશન-ગાંધીનગર અને વિચારવલોણું પરિવાર-અમદાવાદના સહકારથી) દ્વારા કરવામાં આવ્યું હતું. સતત બીજા વર્ષે આ પ્રકારની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સામાન્ય અને દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગયા વર્ષની વિજેતા વાર્તાઓ પુસ્તક રૂપે ‘વાર્તામેળો’ નામથી વિચારવલોણું પરિવાર તરફથી પબ્લિશ થઈ છે અને હાજર રહેલ મહેમાનોને તે ભેટ તરીકે આપવામાં આવી હતી.
સ્પર્ધાના આયોજક શ્રીમતી દર્શા કિકાણીએ આ વર્ષે દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા બદલ અભિનંદન આપ્યાં અને આવતાં વર્ષે વધુ સારો દેખાવ કરવાની ચુનોતી આપી હતી. ગુજરાતી માધ્યમની ઘણી સારી શાળાઓ આવી સ્પર્ધામાં ભાગ ન લઈ વિદ્યાર્થીઓને આવા સુંદર, મૌલિક અને સર્જનાત્મક વાતાવરણમાંથી બાકાત રાખે છે તે માટે ગમગીની બતાવી. સાથે સાથે અંગ્રેજી માધ્યમની શાળાઓમાંથી આ સ્પર્ધાને મળતા આવકાર બદલ સુખદ આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું!
સ્પેશિઅલ કમીશનર ઓફ પોલીસ ડૉ. કે. એલ. એન. રાવ સાહેબે ગુજરાતી ભાષા વાંચવા, લખવા અને બોલવા સાથેનો તેમનો અનુભવ રોચક શૈલીમાં શેર કર્યો હતો.
પીઢ ભાષા-તજજ્ઞ ડૉ. અરવિંદ ભંડારી સાહેબે એક સુંદર બાળ કાવ્ય ‘મગફળી’ રજુ કર્યું હતું અને મંગુ મંકોડાની વાર્તા તેમની આગવી બાળ ભોગ્ય શૈલીમાં રજુ કરી સૌ શ્રોતાઓને રસ તરબોળ કરી દીધાં હતાં .
હાસ્યવાર્તાકાર શ્રી રતિલાલ બોરીસાગરે બાળવાર્તામાં કથાન શૈલીનું મહત્વ સમજાવ્યું હતું. બાળવાર્તા લખવી એ બહુ મોટી જવાબદારીનું કામ છે એમ કહ્યું હતું. વાર્તાની ઉઠાંતરીની વાત સાથે પોતાનો અનુભવ જોડી મહેમાનોને હસાવી હસાવીને લોટ-પોટ કરી નાખ્યાં હતાં.
સામાન્ય સ્પર્ધામાં શ્રેયસ ફાઉન્ડેશનની મિતિ ઠાકોર પ્રથમ ઇનામના વિજેતા બન્યાં હતાં જયારે અંધ કન્યા ગૃહ, પ્રકાશ વિદ્યાલયના પટેલિયા સવિતા દિવ્યાંગ વિદ્યાર્થીઓની સ્પર્ધામાં પ્રથમ વિજેતા બન્યાં હતાં.
શ્રી રાજેશભાઈ કિકાણીએ નાણાંકીય સહાય માટે પોતાના મિત્ર અને વડોદરાના ઉદ્યોગપતિ શ્રી અનીલ પટેલનો આભાર માન્યો હતો. અંધશાળાના સંચાલક શ્રી ભૂષણભાઈ પુનાની, શ્રી સોની સાહેબ તથા તેમની આખી ટીમનો ખુબખુબ આભાર માન્યો હતો. તેમણે વિજેતા તથા સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓનો, શિક્ષકોનો, શાળાનાં આચાર્યોનો તથા હાજર રહેલ સૌ મહેમાનોનો આભાર માન્યો હતો.
આખા સમારંભનું સુંદર અને ભાવવાહી સંચાલન જાણીતાં કવિ અને વાર્તાકાર પ્રજ્ઞાબેન પટેલે કર્યું હતું.
સંપર્ક: દર્શા કિકાણી: ઈ –મેલ – darsha.rajesh@gmail.com







Unique competition to boost up creativity of physically challenged teenagers. Great job.
Thank you very much for your appreciation. Such motivation keep us going!
Great initiative to cultivate creativity and love for language. Hats off to you, Darsha. Special Kudos to encourage physically challanged children.
Thank you very much, Pulinbhai! Your kind words will keep us going!
દિલથી ખૂબ ખૂબ આભાર…સરસ રીતે માહિતી પ્રસારિત કરવા માટે…શુભેચ્છાઓ…
અમારે તમારો આભાર માનવો જોઈએ… તમે ફંકશન બહુ સરસ રીતે કન્ડક્ટ કર્યું.
Wow it’s wonderful event & encouragement too..
Congratulations to all winners..
Great job
Thanks for the appreciation! It was a wonderful function!
Congratulations! Such events are missing nowadays.
Very true, Sachin bhai! Thanks for the kind words!
Good initiatives Ma’am.
Thank you, Kishor bhai! We missed you for the function!