તહેવારોને લગતાં ફિલ્મીગીતો (૨) : હોળી

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

આપણે વર્ષના તહેવારોના સંદર્ભમાં ૦૬.૦૧.૨૦૧૮ના લેખમાં વર્ષની શરૂઆતના તહેવારો વિષેનાં ગીતો માણ્યા. હવે આવે છે રંગરંગીન તહેવાર હોળી. હોળી પર તો કેટલાય ગીતો આપણી ફિલ્મોમાં છે અને તે સાંભળતાં કે જોતાં રસિકજન પણ તેમાં રંગાઈ જાય છે.

 

૬૦ વર્ષથી ઉપરના કાળમાં આવેલી ફિલ્મોમાં આવા કેટલાક ગીતો જોવા મળ્યા છે. સૌ પ્રથમ નજરે ચઢે છે ૧૯૫૩ની ફિલ્મ ‘માશુકા’નું આ ગીત:

ज़िक ज़िक झनक होली खेले नंदलाला
होली खेले नंदलाला बीरज में होली खेले नंदलाला

શૈલેન્દ્રના શબ્દોને રોશને સજાવ્યા છે, જેને કંઠ મળ્યો છે સુરૈયા અને મુકેશનો. વીડિઓમાં ફક્ત ગીત સાંભળવા મળે છે પણ આં ફિલ્મના મુખ્ય કલાકાર છે આ બંને એટલે કે સુરૈયા અને મુકેશ.

 

૧૯૫૩મા જ આવેલી અન્ય ફિલ્મ ‘રાહી’માં પણ હોળીને અનુલક્ષીને ગીત છે:

होली खेले नंदलाला बीरज में होली खेले नंदलाला
क्रिश्ना के हाथो कनक पिचकारी

हो राधा के हाथ अबीरा

સમુહગાનના રૂપમાં આ ગીત છે જેમાં મુખ્ય કલાકાર છે નલિની જયવંત. ગીતમાં સ્વર છે ઈરા મજુમદારનો, શબ્દો છે દશરથ લાલના અને સંગીત અનીલ બિશ્વાસનું.

 

ત્યારબાદ ૧૯૫૬ની ફિલ્મ ‘દુર્ગેશ નંદિની’માં પણ એક હોળી ગીત છે.

मत मारो श्याम पिचकारी
मोरी भीगी चुनरिया सारी रे.

બીના રોય અને પ્રદીપકુમાર પર રચાયેલ આ સમૂહગીતના શબ્દો રાજીન્દર ક્રિષ્ણના છે અને સંગીત છે હેમંતકુમારનું. સ્વર લતાજીનો.

 

પણ વધુ પ્રચલિત અને સાઈઠ વર્ષે પણ તરોતાજા હોલી ગીત છે ૧૯૫૭ની ફિલ્મ ‘મધર ઇન્ડિયા’નું.

होली आई रे कने होली आइ रे
राग छलके सूना डे ज़रा बासरी

સમૂહગાનની શરૂઆતમાં ગીત ફિલ્માયું છે કુમકુમ પર પણ ગીતની મધ્યમાં ફ્લેશબેક આવે છે નરગીસ પર જેને પોતાના ભૂતકાળની હોળી યાદ આવે છે. આ ઉપરાંત અન્ય કલાકારો છે સુનીલ દત્ત, રાજકુમાર અને રાજેન્દ્ર કુમાર.

ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું. ગીત ફક્ત શમશાદ બેગમના કંઠે જ ગવાયું છે.

 

હોળીને અનુરૂપ શબ્દો સાથે હવે જે હોળીગીતનો ઉલ્લેખ છે તે છે ૧૯૫૯ની ફિલ્મ ‘નવરંગ’નું. નામને યથાર્થ કરતા આ ગીતના શબ્દો છે:

अटक-अटक, झटपट पनघट पर
लटक मटक एक नार नवेली

કલાકાર છે મહિપાલ અને સંધ્યા. ભારત વ્યાસના શબ્દોને સંગેત્ત્બદ્ધ કર્યા છે સી. રામચંદ્રે. ગાનાર કલાકાર આશા ભોસલે અને ચિતલકર.

 

૧૯૬૫ની ફિલ્મ ‘ગાઈડ’માં વહીદા રહેમાનના જુદા જુદા નૃત્ય કાર્યક્રમ દર્શાવાયા છે જેમાં એક હોળીને અનુલક્ષીને ગીત છે:

पीया तो से नैना लगे रे, नैना लगे रे
जाने क्या हो अब आगे रे

ગીતના ગાયિકા છે લતાજી અને શબ્દો છે શૈલેન્દ્રના. સંગીત એસ.ડી. બર્મનનું.

 

૧૯૭૦ની ફિલ્મ ‘મસ્તાના’નું આ ગીત પણ જોઈએ.

होए नंदलाला होली खेले बिरज में धूम मची है
अरे सर र र र सर से पाँव तक भीग गई ब्रिजबाला

સમુહગીતની શરૂઆતમાં મહેમુદ અને પદ્મિનીને દર્શાવાયા છે અને મધ્યમાં ભારતી અને વિનોદ ખન્ના પણ આમાં ભાગ લે છે. પુરુષ કલાકારો માટે રફીસાહેબ અને મુકેશના સ્વર છે અને બંને સ્ત્રી કલાકારો માટે આશા ભાસલેનો સ્વર છે. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

 

૧૯૭૧ની ફિલ્મ ‘પરાયાધન’માં પણ હોળીની મસ્તીને અનુરૂપ ગીત છે:

होली है
होली रे होली, रंगों की डोली
आयी तेरे घर पे मस्तो की टोली

ફિલ્મના મુખ્ય કલાકારો છે હેમા માલિની અને રાકેશ રોશન પણ આ સમૂહ્ગીતમાં અન્ય કલાકારો નજરે પડે છે. આ ગીતના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીતકાર આર.ડી.બર્મન. ગાનાર કલાકાર આશા ભોસલે અને મન્નાડે.

 

આ જ વર્ષનું વધુ પ્રચલિત હોળી ગીત એટલે ફિલ્મ ‘’કટી પતંગ’નું આ ગીત જે હોળી ઉત્સવમાં ગવાય છે:

है आज ना छोड़ेंगे है आज ना छोड़ेंगे
बस हमजोली खेलेंगे हम होली

રાજેશ ખન્ના અને આશા પારેખ પર રચાયેલ આ સમૂહ્ગીતનાં ગાનાર છે કિશોરકુમાર અને લતાજી. શબ્દ રચના આનંદ બક્ષીની અને સંગીતકાર આર.ડી.બર્મન.

 

‘ફાગુન’ નામ હોય એટલે હોળીનું ગીત તો હોય જ. ૧૯૭૩ની આ ફિલ્મના ગીતના શબ્દો છે:

पिया संग खेलो होरी
फागुन आयो रे हे फागुन आयो रे

ધર્મેન્દ્ર અને વહીદા રહેમાન આ સમૂહગીતના મુખ્ય કલાકાર છે જેમને કંઠ આપ્યો છે લતાજીએ. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર સચિન દેવ બર્મન.

 

આ સંવાદ તો રસિકજનોને યાદ હશે. कब है होली. એ સાથે યાદ આવશે ગબ્બરસિંગ અને ૧૯૭૫ની ફિલ્મ ‘શોલે’

चलो सहेली चलो सहेली
चलो रे साथीचलो रे साथी

ये पकड़ो-पकड़ो रे इसे ना छोडो

ગીતમાં કલાકારો છે અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને હેમા માલિની. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આર. ડી. બર્મનનું. સ્વર છે લતાજી અને કિશોર કુમારનો.

 

બહુ ચર્ચિત ૧૯૮૧ની ફિલ્મ ‘સીલસીલા’નું આ ગીત જો ન ગવાય તો હોળીનો ઉત્સવ રંગહીન થઇ જાય.

रंग बरसे भीगे चुनरवाली रंग बरसे
अरे कैने मारी पिचकारी तोरी भीगी अंगिया

આ સમૂહ્ગીતમાં ચાર મુખ્ય કલાકારો છે અમિતાભ બચ્ચન, રેખા, જયા બચ્ચન અને સંજીવકુમાર. જો કે ગીતમાં એક જ કંઠ છે અને તે છે અમિતાભ બચ્ચનનો. ગીતકાર હરિવંશરાય બચ્ચન અને સંગીત છે શિવ હરિનું.

 

૧૯૮૯મા આવી હતી ફિલ્મ ‘ઇલાકા’. તેમાં ગીત છે

होली है होली है होली है होली है
होली खेलेंगे हम होली खेलेंगे

માધુરી દિક્ષિત અને મિથુન ચક્રવર્તી પર આ નૃત્યગીત ફિલ્માવાયું છે જેને કંઠ આપ્યો છે આશા ભોસલે અને અમિતકુમારે. શબ્દાંકન અંજાનનું અને સંગીત નદીમ શ્રવણનું.

 

એક વધુ પ્રચલિત હોળી ગીત એટલે ૨૦૦૩ની ફિલ્મ ‘બાગબાન’નું આ ગીત જે આજે પણ હોળી ઉત્સવમાં ગવાય છે:

होरी खेले रघुवीरा अवध में होरी खेले रघुवीरा

આ સમૂહ્ગીતમાં પણ એક કરતા વધુ કલાકારો છે – અમિતાભ બચ્ચન, હેમા માલિની, અમન વર્મા, શરત સક્સેના અને સમીર સોની. ગીતમાં ગાનાર કલાકારો પણ અમિતાભ બચ્ચન, ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક. ગીતના રચયિતા સમીર અને સંગીતકાર આદેશ શ્રીવાસ્તવ.

 

આ સિવાય પણ અન્ય ફિલ્મોમાં હોળીના ગીતો છે પણ એ બધાનો અહી સમાવેશ નથી. ફક્ત વધુ પ્રચલિત ગીતોને સાંકળી લેવાયા છે. આશા છે હોળીના ઉત્સવના ઉપલક્ષમાં આ લેખ રસિકજનો માટે રસપ્રદ બની રહેશે.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

2 comments for “તહેવારોને લગતાં ફિલ્મીગીતો (૨) : હોળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *