





– આરતી નાયર
મેક-અપ કરતી સ્ત્રીઓ વિષે મને કોઈ પૂર્વગ્રહ નથી. અહીં મેક-અપ કરવો કે ન કરવો એ વિષે કોઈ વિવાદ નથી..સમય આવ્યે થોડો ઘણી સજધજ તો આપણે બધાં જ કરી લેતાં હોઈએ છીએ. કોઈક ક્યારેક ક્યારેક જ કરે તો કોઈ કોઈ દરરોજ કરે. આમાં આ સાચું કે પેલું સાચું એવું તો કહેવાની વાત તો છે જ નહીં.
પણ જ્યારે મેક-અપ ન કરવો કે માત્ર ‘કાજળ-લિપ-બામ’નો આછો સ્પર્શ કરી લેવો એ છોકરીને ટોમબોયમાં ખપાવી દે કે બેશરમ અને બીનનારી-સહજની છાપ લગાડી મૂકે ત્યારે થોડી રમૂજ જરૂર થાય. એવું ખરેખર હોઈ શકે? તમારી સાથે લોકોને કેટલું સહજ અનુભવાય છે તેનાથી તમારાં લાવણ્યની અનુભૂતિ થાય છે. તમારૂં લાવણ્ય તમારી વિનમ્રતામાં કે તમારાં ગ્રૂપમાં તરી હાજરી કેવાં અને કયાં કારણોસર અનિવાર્ય ગણાય એવી ભાવનાઓમાં સમાયેલ છે . એક સ્ત્રી સ્ત્રીસહજતાથી જે કંઈ કરે તેમાં તો તેની સ્વાભાવિક મોહકતા તો પ્રતિબિંબીત થાય જ ને?
આ બધાં ઉપરાંત મેક-અપ ન કરવાના બહુ ઘણા ફાયદા પણ છે. તે પૈકી સૌથી મોટો ફાયદો એ કે ગમે ત્યારે પંદર જ મિનિટમાં તમે તૈયાર થઇ જઈ શકો. આ મુદ્દો પુરુષો ઉપરાંત તમારી સાથે જે કોઈને કામ પડે તે બધાંને બહુ જ પસંદ પડે છે. તેનાથી પૈસા તો બચે જ છે. તેને કારણે જે સમયની બચત થાય છે અને રોજબરોજની પ્રવૃત્તિઓ પર એક અકથ્ય માનસીક બોજ હટેલો રહે છે તે તો મને વળી વધારે ગમે. ૭ વાગ્યે મારે કોઈ પ્રસંગે હાજર થવાનું હોય તો ૬.૩૦ વાગ્યા સુધી તો હું ટેબલ ટેનીસ રમી શકું ! તૈયાર થવામાં વાર લાગવાને કારણે મોડું પડવાની ફરિયાદ તો મારા માટે ક્યારેય થાય નહીં.સમયસર હોવું એ સામેની વ્યક્તિના સમયની તમને કેટલી કિંમત છે તે ભાવ પ્રદર્શિત કરે છે.
તમારી મુસાફરીની બૅગ પણ ઘણી હળવી બની જાય છે. આ એક બાબત યાદ રાખવાની ઝંઝટ જ નથી રહેતી. મેક-અપ ન કરવાને કારણે સ્ત્રીની સ્વીકૃતિ અંગે સવાલ પેદા થાય કે તેની એવી હાજરી બીજી સ્ત્રીઓ માટે ઉશ્કેરાટ કે ઉત્તેજના પ્રેરક નીવડતી દેખાય ત્યારે થોડી સમસ્યા થાય ખરી. મોટા ભાગે, ધીમે ધીમે, લોકો તમને, તમે જેવાં છો એવાં, સ્વીકારી લેશે.
સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.
ભલે મહિલાઓ મેક અપ કરે. આપણે તો બાપુ!
મેં કપ ( માં)
અલબત્ત ચા નો જ તો !!