





– નીતિન વ્યાસ
આ પારંપારિક રચનાના શબ્દો છે:
રાગ કૌષિ કાનડા રાતનો રાગ છે જે માલકૌંસ ને દરબારી કાનડાને થોડે અંશે મળતો આવેછે, કોઈ ગાયક ક્યારેક માલકૌંસના સૂરમાં તો વળી કોઈ ખમાજ કે બાગેશ્રી માં જમાવટ કરે છે. દરેક રાગમાં બંદિશો કર્ણપ્રિય રહી છે.
આ ઠુમરી સાથે કથ્થકનો સરસ પ્રયોગ દિર્ગ્દર્શક હૃષીકેશ મુખરજીએ ફિલ્મ “બાવર્ચી”માં કરેલો. અહીં શરૂઆતમાં તોડો અને પછી ઠુમરી ગવાય છે. આ બંદિશ ના ગાયકો શ્રી ચૌબે મહારાજ અને શ્રીમતી લક્ષ્મી શંકર છે.
વારાણસી ના શ્રી ચૌબે મહારાજ કેટલાય કથ્થક નૃત્યકાર અને ગુરુઓના પણ ગુરુ ગણાય. તેમણે પહેલા તો તેમના બાળકોને – અલકનંદા, તારા, શિવમુનિ અને ધન્નોને કથ્થક અને શાસ્ત્રીય સંગીતમાં પારંગત કર્યા. આ ધન્નો એટલે સિતારા દેવી, અને તેની મોટી બહેન તારાનો દીકરો એટલે ગોપી કૃષ્ણ.
પતીયાલા ઘરાણાંના ગાયિકા લક્ષ્મી શંકર એટલે પંડિત રવિશંકરનાં નાનાભાઈ રાજેન્દ્ર શંકરનાં પત્ની.
રાગ હેમંત,સંગીતકાર મદન મોહન, નૃત્ય નિર્દેશક ગોપી કૃષ્ણ, પડદા પર કલાકાર પેઇન્ટલ અને સાથે મનીષા.
આ રચના કથ્થક માં જોયા બાદ હવે ઠુમરી ગાયનમાં અને બીજા શાસ્ત્રીય રાગોમાં અન્ય કલાકારો પાસથી સાંભળીયે:
કલાકાર શ્રી કૌશિકી ચક્રવર્તિ, રાગ ખમાજમાં આ જ રચના સુંદર ઠુમરીના રુપ માં:
શુધ્ધ રાગ કૌષિ કાનડામાં એક જાજરમાન રજુઆત ભીમસેન જોશીના સ્વરમાં
ઠુમરી ગાયનનાં ખૂબ આદરણીય એવાં (સ્વ.) ગિરિજાદેવીના સ્વરમાં – રાગ કાફીમાં સંયોજિત બંદિશ
આવી જ સરસ રજૂઆત બનારસ ઘરાણાંનાં,પ્રખ્યાત ગાયિકા પદ્મશ્રી સિદ્ધેશ્વરી દેવીનાં દીકરી, સવિતા દેવી પાસેથી સાંભળીએ – દાદરા અને ઠુમરીનાં રૂપે –
“બરજોરી નહીં રે કાના” ભૈરવીમાં સુંદર રજૂઆત અજય ચક્રવર્તી દ્વારા:
ધારવાડના પદ્મશ્રી પંડિત વ્યંકટેશ કુમાર, રાગ કૌષિ કાનડા
ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પી એચડી. થયેલાં, અમાદવાદનાં કલાકાર ડૉ. મોનીકા શાહ પાસેથી આ જ બંદિશ – રાગ મિશ્ર કાફી
ગ્વાલિયર ઘરાણાનાં સુમધુર ગાયિકા માલિની રાજુરકર – રાગ કૌષિ કાનડા
આ જ બંદિશ રાગ કીરવાણીમાં,રામચંદ્ર જોશી દ્વારા એક એક સરસ પ્રયત્ન સ્વરૂપે –
કંઠય સંગીતના કેટલાક પ્રયોગો સાંભળ્યા પછી હવે આ રચનાને ભજન અને નૃત્ય સ્વરૂપે જોઈએ
“ડાન્સ કે સુપર સ્ટાર” નામના ટીવી કાર્યક્રમમાં કુ. અવનિત ની પ્રસ્તુતિ
ઉપરોક્ત ‘બાવર્ચીમાં પ્રયોજિત ગીતના આધાર પર રશિયન કલાકાર એલેક્સઝાન્ડર શેમેલેવાની પ્રસ્તુતિ
રશિયાનાં નૃત્યાંગના મલેશેવ નતાલિયાએ The Assosiation of Artists Performing Indian Dances and Musicના ઉપક્રમે યોજાતી સ્પર્ધામાં આ રચનાને જ પ્રસ્તુત કરી છે
વૃંદાવનધામના રહેવસી ભજનિક મધુકરજી
ભોજપુરી ગાયક વિકાસ પાન્ડે, નૃત્ય કલાકારનું નામ મળ્યું નથી.
ભોજપુરી લોક ગીત ભરત શર્મા અને મંડળી
હોનહાર શિપ્રા
અને અંતમાં,
આ જ બંદિશ સંગીતના શોખીનોની મહેફિલમાં એક નિજાનંદી ગાયક દ્વારા સરસ પ્રસ્તુતિ, (ગાયક અને સ્થળ નાં નામ જાણીશકાયાં નથી)
શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.
નમસ્તે નિતીનભાઈ,
હજુ તો પ્રારંભિક પંક્તિઓ જ સાંભળી છે ને રાગોના રંગે રંગાય ગયા !!!! દરેકનું સંપુર્ણ સ્વરૂપ માણીશું સાંભળીશું -માણીશું તો શૂં થશે તે કલ્પના પણ નથી થઈ શક્તિ!!
અતિ સુંદર.આભાર,આભાર,આભાર………
uttam…adbhut maza padi gai
Nitinbhai,
You are doing a wonderful job of compiling this kind of information in vocal and dance form. It is really a TREASURE that anyone would like to hear and see again and again. The interesting part is that you enjoy more every time you repeat it. Thanks again for your time and effort to present this for enjoyment of all.
Kirtidev Bhatt Nitin, ……I don’t know where you are finding these golden musics but my sincere salute to you for introducing such gems to us. Hats off to you.
નિતીનભાઇ, કૌશીકીને સાંભળવાની મઝા આવી , એક્ષલન્ટ ડાન્સ !!!