ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૪)

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

આ શ્રેણીમાં આગળ વધીએ અને (A, B અને C) પછી હવે D શીર્ષકવાળી ફિલ્મો વિષે જાણકારી લઈએ.

 

૧૯૬૨ની ફિલ્મ ‘દિલ તેરા દિવાના’નું ગીત છે:

આ ગીતમાં સાખીમાં એક શેરનો ટુકડૉ મૂક્યો છે

बिजली गिरा के आप खुद बिजली से डर गये

આ જ ગીતના મુખડામાં ફિલ્મનાં શીર્ષકને પણ વણી લેવાયેલ છે જેને કારણે આ ગીત બહુ પ્રખ્યાત થયું.

दिल तेरा दिवाना है

શમ્મીકપૂર અને માલા સિંહા પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન. સ્વર છે રફીસાહેબ અને લતાજીનો.

૧૯૯૬માં આ પ્રચલિત પંક્તિ ધરાવતા શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ‘દિલ તેરા દીવાના’.

 

ત્યાર બાદ ૧૯૬૩ની ફિલ્મ ‘દિલ હી તો હૈ’ના આ ગીતને જોઈએ:

दिल जो भी कहेगा मानेगे दुनिया में हमारा दिल ही तो है

રાજકપૂર માટે આ ગીત મુકેશે ગાયું છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે રોશનનું.

આ ગીતના શબ્દો અને શીર્ષકને લઈને ૧૯૯૩માં ફરી એક ફિલ્મ આવી હતી ‘દિલ હી તો હૈ.’

 

૧૯૬૬મા આવેલી ફિલ્મ ‘તીસરી મંઝીલ’માં ગીત છે

दिवाना मुझ सा नहीं इस अम्बर के नीचे
आगे है कातिल मेरा और मै पीछे पीछे

ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર આર. ડી. બર્મન. કલાકાર શમ્મીકપૂર માટે કંઠ મળ્યો છે રફીસાહેબનો.

दिवाना मुझ सा नहीं આ શબ્દોવાળું શીર્ષક ધરાવતી ફિલ્મ આવી હતી ૧૯૯૦માં.

 

૧૯૬૬મા જ એક અન્ય ફિલ્મ હતી ‘દિલ ને ફિર યાદ કિયા’.

આ ફિલ્મમાં ગીત છે:

दिल ने फिर याद किया बर्क सी लहेरायी है

ગીતમાં ત્રણ કલાકારો છે – ધર્મેન્દ્ર, નૂતન અને રહેમાન. આ માટે સ્વર સાંપડ્યો છે રફીસાહેબ, સુમન કલ્યાણપુર અને મુકેશનો. ગીતકાર છે જી. એસ. રાવલ અને સંગીત છે સોનિક ઓમીનું.

दिल ने फिर याद किया આ શબ્દો ધરાવતા શીર્ષકવાળી ફિલ્મ ૨૦૦૧માં આવી હતી.

 

૧૯૭૫ની ફિલ્મ ‘જુલી’નાં પ્રચલિત ગાયનોમાનું એક છે

दिल क्या करे जब कीसीसे कीसीको प्यार हो जाय

લક્ષ્મી અને વિક્રમ પર આ ગીત રચાયું છે પણ સ્વર ફક્ત પુરૂષનો છે – કિશોરકુમારનો. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત રાજેશ રોશનનું.

૧૯૯૯માં दिल क्या करे શબ્દો ધરાવતી ફિલ્મ આવી હતી.

 

‘ધ ગ્રેટ ગેમ્બલર’ ૧૯૭૯ની આ ફિલ્મમાં ગીત છે:

दो लब्झो की है दिल की कहानी
या है मुहब्बत या है जवानी

કલાકાર છે અમિતાભ બચ્ચન અને ઝીનત અમાન. આ ગીત ગાનાર કલાકાર છે શરદકુમાર અને આશા ભોસલે જેમાં અમીતજીનો સ્વર પણ સામેલ છે. ગીતના રચયિતા આનંદ બક્ષી અને સંગીતકાર આર. ડી. બર્મન

આ ગીતના શબ્દો दो लब्झो की कहानी ધરાવતી ફિલ્મ આવી હતી ૨૦૧૬મા.

 

૧૯૮૦ની ફિલ્મ ‘કર્ઝ’નાં ગીતના શબ્દો છે:

दर्दे दिल दर्दे जिगर दिल में जगाया आपने

રીશીકપૂર માટે સ્વર મળ્યો છે રફીસાહેબનો અને શબ્દો આનંદ બક્ષીના. સ્વરાંકન લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

दर्द-ऐ-दिल શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૮૩મા

 

૧૯૯૫મા આવેલી ફિલ્મ, દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે,નું જે ગીત છે તેનાં શરૂઆતના શબ્દો છે

ये कुडिया नशे दिया पुडिया
ये मूंडे गली के गुंडे

આગળના શબ્દો છે

महेंदी लगा के रखना डोली सजा के रखना

આ સમૂહગીતના કાલાકારો છે શાહરૂખ ખાન, કાજોલ, મંદિરા બેદી અને પરમિત શેઠી. આનંદ બક્ષીના શબ્દોનું સ્વરાંકન છે જતીન લલીતનું. સ્વર મળ્યો છે લતાજી અને એસ. પી. બાલાસુબ્રમણ્યમનો.

डोली सजा के रखना આ શબ્દોને લઈને ૧૯૯૮માં ફિલ્મ આવેલી.

 


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *