૧૦૦ શબ્દોની વાત :: પરિવર્તનનો સાર

Facebooktwitterredditpinterestlinkedinmail

તન્મય વોરા

જ્યારે જ્યારે હું એ વિશાળ મકાન પાસેથી પસાર થાઉં છું, ત્યારે ત્યારે મને તેનો ભવ્ય ભૂતકાળ યાદ આવે છે.સમગ્ર દેશમાં મલ્ટીપ્લૅક્ષનું ચલણ શરૂ કરનાર પૈકી પ્રથમ અનેક-પડદાવાળાં-સિનેમાગૃહોમાં તે અગ્રણી મનાતું. આજે, તેનાં ખાલીપણાં ઉપર “તોડી પાડવાનું કામ ચાલુ”નાં પાટીયા ઝૂલે છે.

મારી દ્રષ્ટિએ એ મકાન પરિવર્તનનો સાર છે.એક સમયનો અગ્રગામી,દસ જ વર્ષમાં આટલી અધોગતિ કરી નાખે? જ્યારે સ્પર્ધકો ચઢિયાતી ગ્રાહક અનુભૂતિ કરાવવાના અવનવા પ્રયોગો અમલ કરી રહ્યા હોય, ત્યારે કોઇ પરિવર્તનના પવનને કેમ પારખી નહીં કરી શકતું હોય?

ટોમ પીટર્સ કહૅ છે, તેમ, “વિશેષ અથવા નામશેષ“.

સતત સુધારણા, ઉર્ધ્વલક્ષી માપદંડ અને, તમારાં સદા વિશિષ્ટપણાં બાબતે તમે શું કરી રહ્યાં છો?

– – – – –

આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

4 comments for “૧૦૦ શબ્દોની વાત :: પરિવર્તનનો સાર

 1. Himanshu Muni
  February 16, 2018 at 6:40 am

  Land has value and not the structure above. Again , its value would also depend on the usage permitted. It is better to accept failure and venture again. Reality is very illusive and pace of change is gathering pace. Thanks !

 2. samir dholakia
  February 16, 2018 at 1:51 pm

  સરસ.
  બીજી વાત એ કે ફક્ત એક વ્યક્તિ અથવા એક જ પ્રવૃતી માટે ના મકાનો હવે મૂલ્ય રળી આપતા નથી અને ગ્રાહકોને પણ એક જ છત હેઠળ વધુ પ્રવૃતિઓ વધુ અનુકુળ આવે છે.

 3. February 17, 2018 at 3:36 am

  Only the best survives.

 4. February 27, 2018 at 7:21 am

  પરિવર્તન સ્થાયી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *