ઉદ્યોગસાહસિકતા : ગુણવત્તા

Facebooktwitterredditpinterestlinkedinmail

હિરણ્ય વ્યાસ

એક જર્મન વ્યક્તિ મંદિરની મુલાકાતે આવેલ ત્યાં તેણે એક શિલ્પકારને મૂર્તિ બનાવતો જોયો. તેની બાજુમાં તેવી જ એક મૂર્તિ હતી તેનાં પર તેનું ધ્યાન ગયું, તેને કુતુહલ થયું એટલે શિલ્પકારને પ્રશ્ન કર્યો: “તારે એક સરખી બે મુર્તિની જરુર છે કે કેમ?

શિલ્પકારે પોતાના કામમાં જ ધ્યાન રાખતાં કહ્યું: “ના, અમારે માત્ર એક જ મૂર્તિની જરુર છે, પરંતુ પહેલી મૂર્તિને આખરી તબક્કે થોડું નુકશાન થયેલ છે.”

એ જર્મન તો બન્ને મૂર્તિ જોતો રહ્યો, ચકાસતો જ રહ્યો, તેને કોઇ જ ખામી મળી નહીં. મૂર્તિ એકદમ સંપુર્ણ જણાઇ. તેણે શિલ્પકારને પુછ્યું: “નુકશાન ક્યાં છે?”

જવાબ: “નાક પર ઘસરકો લાગેલ છે.”

“તમે મુર્તિને ક્યાં સ્થાપવાના છો?”

એને ૨૦0ફુટ ઉંચા સ્તંભ પર ગોઠવવાની છે.”

“જો મૂર્તિ એટલી ઉંચાઇ પર રાખવાની હોય તો પછી એટલી ઉંચાઇ એ નાક પરનો ધસરકો કોને દેખાશે? અને કોને ખબર પડશે?”

ત્યારે મૂર્તિકારે ટાંકણું બાજુમાં મુક્યું અને કામ અટકાવતા કહ્યું: “મને તો ખબર છે જ ને!”

આગળ વધવાની ઇચ્છા એ અન્ય કોઇ તમારા કાર્યની કોઇ પ્રશંષા કરે છે તે વાસ્તવિકતાથી પર રહેલ છે. “ઉત્કૃષ્ટતા-શ્રેષ્ઠતા” એ બાહ્ય નહી બલ્કે આંતરિક ચાલક બળ છે. ઉત્કૃષ્ટતા એ કંઇ અન્યને બતાવવા માટે નથી બલ્કે પોતાની કાર્યક્ષમતા અને સંતોષ માટે છે. ગુણવત્તા મહત્વની છે અને ઉત્કૃષ્ટ ગુણવત્તા આખરે તો પોતાની જ જરુરીયાત છે.

ગુણવત્તા એ જીવનશૈલી:

સંચાલનનાં વિવિધ વિષયો જીવન રીતીમાંથી જ ઉદભવ્યા છે અને ઉધોગ-ધંધા-કોર્પોરેટ ક્ષેત્રે વિકસ્યા છે અને વિશેષ મહત્વ પામ્યા છે. વળી આ જ વિષયો એટલા જ જીવનોપયોગી પણ છે. વૈશ્વિક હરિફાઇના આજના યુઅગમાં ગુણવત્તા જાળવવી એ પાયાની જરુરીયાત છે તો જીવન પણ ગુણવત્તા સભર બને એ પણ એટલું જ અનિવાર્ય લેખાય. ગુણવત્તા તો વાસ્તવમાં બહારથી આવતી જ નથી, કુવામાં હોય તો જ હવાડામાં આવે. જો પોતાનામાં ગુણવત્તા હોય તો જ ગુણવત્તા સભર પ્રદાન કરી શકો.

ગુણવત્તા અભિગમ:

વૈશ્વિક સ્પર્ધાનાં યુગમાં ગુણવત્તા પ્રથમ તથા અનિવાર્ય આવશ્યકતા લેખાય છે. ગુણવત્તા આગવી ઓળખ બની રહે છે. જાપાન તથા જર્મની ગુણવત્તાનાં પ્રર્યાય છે જ્યારે ચીનનાં માલસામાનનો બીલકુલ ભરોસો થતો નથી.

clip_image002

ગુણવત્તાનાં વિવિધ સંદર્ભ તથા વિવિધ અર્થ રહેલ છે. ડિક્શનેરી પણ ઘણા અર્થ કરે છે જે પૈકી આવશ્યક ગુણ – જરુરી ખાસીયત, ઉત્કૃષ્ટ,વગેરે ઉલ્લેખનીય છે. વક્રોક્તિ ખાતર ગુણવત્તા માટે એમ પણ કહેવાય કે, “ગુણવત્તા એટલે ૧૦૦ની ખાત્રી હોય અને ૧૦૧મા દિવસે ચીજ વસ્તુ બગડે એટલે ગુણવત્તા.”

ગુણવત્તાનાં અલગ અલગ અર્થ:

• આવશ્યક ગુણ-જરુરી ખાસીયત,

• ઉત્કૃષ્ટ- ઉત્કૃષ્ટતા,

• કાળજીનું પરિણામ

• અન્ય વ્યક્તિ માટે મુલ્ય

• ગુણવત્તા એ ગ્રાહકનો સંતોષ છે.

• ગુણવત્તા એટલે વપરાશ માટે યોગ્ય

• ગુણવત્તા એટલે કોઇનું ધ્યાન પણ ન હોય ત્યારે સાચું-યોગ્ય કરો છો તે.

• ગુણવત્તા એટલે વ્યક્તિ અને પ્રક્રિયાનાં સામર્થ્યનું સંયોજન.(સુબિર ચૌધરી)

• ગુણવત્તા એટલે જરુરીયાતની સમાનરુપતા. (ફિલિપ કોર્સબી)

• બજાર અપેક્ષા રાખે તેમ ગુણવત્તાયુક્ત કાર્યક્ષમ ઉત્પાદન (એડવર્ડ ડેમીંગ)

અમેરીકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટીટ્યુટ અનુસાર:

                                પ્રોડક્ટ યા સેવાનાં સર્વાંગી દેખાવ અને ખાસીયત જે ધારણ થયેલ છે, તે ક્ષમતા થકી જરુરીયાત અર્થે સંતોષ પુરો પાડે તે…ગુણવત્તા છે.

આમ ગુણવત્તાની વ્યાખ્યા વિવિધ અભિગમ વ્યક્ત કરે છે.

ગુણવત્તા નક્કી કરવાના ૬ મુદ્દા:

૧. વિગત સાથે સમરુપતા:

       ચીજ/સેવા લક્ષ્યાંક હાંસલ કરે છે. ઉત્પાદક દ્વારા ફેરફારની માત્રા મુજબ છે.

૨. ઉપયોગ માટે સુયોગ્ય:

       હેતુસહ ઉપયોગ માટે પરિણામનું મૂલ્યાંકન

3. કિંમતનું યોગ્ય મુલ્ય:

         ઉપયોગીતા સામે ચૂકવેલી કિંમતનું મૂલ્યાંકન. તમારા ગ્રાહકનું દષ્ટિ બિંદુ એ તમારું મુલ્ય છે.

૪. સમય પ્રતિબધ્ધતા:

         સમય અધિક મુલ્યવાન છે, સમય જળવાય એ ગુણવત્તા

૫. સેવાનો સહયોગ:

          વેચાણ પછીનાં સહયોગની ગુણવત્તા

૬. મનોવૈજ્ઞાનિક-માનસિક:

          માહોલ-દેખાવ, પ્રતિષ્ઠા,મૈત્રી પૂર્ણ સ્ટાફ; ઉત્પાદ વાપરવાનું સરળ વગેરે,

ધંધા ઉદ્યોગ સંદર્ભે ગુણવત્તા સાથે સંકળાયેલ ૫ વિગતો:

૧. ઉત્પાદન – કે જે કોઇ ચીજ વસ્તુ યા સેવા પૂરી પાડે છે.

૨. ગુણવત્તા ચકાસણી – ચીજ વસ્તુ યા સેવા યોગ્ય તથા સ્તુત્યપણે રજું કરેલ છે.

3. ગુણવત્તા નિયંત્રણ – પ્રક્રિયાના નિયમન થકી નિર્દેશીત ચીજ ખાત્રી પુર્વક તૈયાર થાય છે.

૪. ગુણવત્તા સંચાલન – સંસ્થાને સુચિત કરે છે કે જેથી વિશ્લેષણ અને સુધારા દ્વારા મહત્તમ કામગીરી થઇ રહે.

૫. ગુણવત્તા પ્રતિતીકરણ – ચીજ-વસ્તુ યા સેવા સંતોષકારક રહેશે તેમ વિશ્વાસ પ્રતિતી સંપાદન કરે છે.

clip_image004 clip_image006

સમુચ્ચ ગુણવત્તા સંચાલન:

૧. ગુણવત્તા એટલે હરેકની ફરજ પ્રત્યે નિષ્ઠા

૨. ગુણવત્તા નિવારણથી આવે છે, પરિક્ષણથી નહી.

૩. ગુણવત્તા એટલે ગ્રાહકની જરુરીયાતને પહોંચી વળવું.

૪. ગુણવત્તા જુથ કાર્ય ઇચ્છે છે.

૫. ગુણવત્તા માટે સતત સુધારાની જરુર રહે છે.

૬. ગુણવત્તા માટે વ્યુહાત્મક આયોજનની જરુર રહે છે.

૭. ગુણવત્તા એટલે હેતુલક્ષી વાસ્તવિક – નક્કર પરિણામ

૮. ગુણવત્તા એટલે આયોજનલક્ષી ધ્યેય સિધ્ધિ

અમેરીકાની વિશાળ કોમ્પ્યુટર કંપની આઈબીએમે પાર્ટસ પ્રયોગરુપે જાપાન પાસેથી ઉત્પાદીત કરવાનું નક્કી કર્યુ. પ્રોડક્ટનાં વર્ણનમાં તેમણે ધોરણો નક્કી કર્યા કે દર 10,000નાં જથ્થા પર 3 ડીફેક્ટીવ નંગ સ્વીકારશે.

જ્યારે માલ આઇબીએમ, અમેરીકા ખાતે પહોંચ્યો ત્યારે તે સાથે એક પત્ર સામેલ હતો. “અમો જાપાનીઝ લોકોને અમેરીકન વ્યાપાર રસમ સમઝવામાં મુશ્કેલ પડેલ છે, પરંતુ દર 10,000નાં જથ્થા પર 3 ડીફેક્ટીવ નંગ અલગથી ઉત્પાદન કરેલ છે અને રવાના કરેલ માલમાં અલગ પેકીંગથી સામેલ કરેલ છે તેનાં પર લખેલ છે કે – સુચિત ડીફેક્ટીવ નંગ, ઉપયોગ કરવો નહી.”

ગુણવત્તા એટલે જ ખામીમુક્ત ઉત્પાદન એ જાપાનીઝનો આગવો અભિગમ છે.

ગુણવત્તા જરુરીયાત:

* ગુણવત્તા એ કાર્ય નથી, પરંતુ ટેવ છે.

* ગુણવત્તા કદી આકસ્મિક નથી. તે સદા બુધ્ધિગમ્ય પ્રયત્નનું પરિણામ છે. શ્રેષ્ઠ ચીજ ઉત્પાદન કરવાનું મનોબળ તે માટેનું ચાલક બળ છે.

* સર્વમાં સંપુર્ણતા માટે પ્રતિબધ્ધ રહો, જે અસ્તિત્વમાં તે પૈકી શ્રેષ્ઠ લો અને અધિક સુંદર બનાવો. જો અસ્તિત્વમા નથી તો પછી આકૃતિ તૈયાર કરો. કંઇ પણ ‘લગભગ’ સાચુ કે પુરતું સારુ છે તેમ ન સ્વીકારો.

ગુણવત્તા આયોજન તથા અમલ:

૧. ગુણવત્તા મહત્વની –

           ગુણવત્તા પર કેંદ્રીત રહો, ગુણવત્તા એ ખરી પસંદ, ગુણવત્તા સૌથી અગ્રીમ છે.

૨. ગુણવત્તાનો પ્રારંભ તમારાથી થાય છે.

          તમારી જરુર અમને ગુણવત્તાભરી ચીજનાં ઉત્પાદન માટે છે. મારા અને તમારા વગર ગુણવત્તાનો કોઇ અર્થ નથી.

3. ગુણવત્તાએ દરેકની જવાબદારી છે;

૪. અમો ગુણવત્તા ઇચ્છીએ છીએ;

૫. અમારી નિસ્બત ગુણવત્તા છે નહી કે ગુણવત્તા એ સદા જથ્થાથી ઉપર છે.

૬. યોગ્ય સમય પર યોગ્ય કામ માટે વ્યક્તિ;

૭ તમે જે કરો છો તેનું ગર્વ હોવું જોઇએ;

          ગુણવત્તા ત્યારે જ આવે જ્યારે તમે તમારા કામને ચાહતા હો. કાર્ય સારું કરો યા અન્ય કામ શોધી કાઢો.

૮. સાચું-ખરું કરતા રહો, ભલે ને કોઇ નોંધ ન લે;

૯. ગુણવત્તા એ અમારો વ્યવસાય છે; તમે ગુણવત્તાથી બીછડી જાઓ છો, તો તમે ધંધાની બહાર કામ કરો છો;

૧૦. ટકી રહેવા માટે ગુણવત્તા. ગુણવત્તાનાં કારણે આપણે જીવી શકીએ છીએ;

૧૧. ગુણવત્તા એ ખાસીયત છે કે જેનાં કારણે આપણે આગળ ધપીએ છીએ;

૧૨. ગુણવત્તાને કોઇ સરહદ નથી હોતી;

ઉત્પાદન ક્ષેત્રે તો ગુણવત્તા વગર ચાલવાનું નથી પરંતુ જીવનનાં વિવિધ ક્ષેત્રે પણ ગુણવત્તા જરુરી છે.

ગુણવત્તા પરનાં લેખ સંદર્ભે મહત્વનું એ જ કે આપનાં મતે ગુણવત્તા એટલે શું? આપનો પ્રતિભાવ જાણવો ગમશે.

*****

આ શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર:

મો.: 98254 33104 || Email: hiranyavyas@gmail.com || Web. www.hiranyavyas.yolasite.com

2 comments for “ઉદ્યોગસાહસિકતા : ગુણવત્તા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *