





આકાશ તો મળ્યું પણ ઊડી નથી શકાતું,
પિંજરને તોડવામાં પાંખો કપાઈ ગઈ છે! ….
શોભિત દેસાઈ
બાળક જન્મે ત્યારે ઈશ્વર તેને એક ચોપડી સાથે આપે છે. પહેલા પાને જન્મ અને છેલ્લા પાને મૃત્યુની વિગતો આગોતરા જ લખીને મોકલે છે. આખી ચોપડી માણસે પોતે લખવાની છે, મહેનતથી, પ્રેમથી, આવડતથી….. માણસ મોટો થતો જાય તેમ તેમ ભણતો જાય, સારાં-નરસાં કામ કરતો જાય, સેવા કરતો થાય, લોકોને મદદ કરતો થાય, આગવી કુશળતા પ્રાપ્ત કરે, કંઈક નવીન કરે અને પોતાની જીવન-કિતાબ ભરતો જાય. કોઈ વાર તે સફળ થાય તો ક્યારેક નિષ્ફળ પણ જાય. ક્યારેક આકાશને આંબી લે તો ક્યારેક ખીણમાં ગરકાવ થઈ જાય! માણસ જે કરે તે તેના ખાતામાં જમા-ઉધાર થતું જાય.
માણસ કામ કરતો જાય અને આગળ વધતો જાય ત્યારે એક પ્રશ્ન થાય કે પુરુષાર્થ અને નસીબમાં કોણ જીતે? મહેનત વગર કોઈ આગળ આવતું નથી. જીવનરથને સડસડાટ દોડાવવા પુરુષાર્થ તો કરવો જ પડે. જેટલો પુરુષાર્થ કરો એટલું તમારું નસીબ તમને યારી આપે એવું કહેવાય છે. પુરુષાર્થ અને સાહસ બંને મળે તો લક્ષ્મીદેવીની કૃપા પણ સહેલાઈથી થાય. પુરુષાર્થી, સાહસી એવા લક્ષ્મીનારાયણની પૂજા પણ સમાજમાં થાય.
ઘણીવાર માણસ બહુ મહેનત કરે છે, પણ નસીબ સાથ નથી આપતું. સમય ખોટો હોય ત્યારે માણસ કંઈ પણ કરે તો ખોટું જ પડે એવું બને છે. મહેનતનું ચોથા ભાગનું પરિણામ પણ ન આવે એવું પણ બને છે. મહેનત કરી કરીને થાકી જાય પણ પરિણામ શૂન્ય આવે તેવું પણ થાય. તેની ધીરજની કસોટી થાય. દોમદોમ સાહ્યબીમાં રાચતા માણસો રસ્તા પર આવી જાય એવું પણ બને. ‘સગાં દીઠાં મેં શાહઆલમનાં ભીખ માંગતાં શેરીએ’ જેવો ઘાટ થાય. અને ત્યારે નસીબનું મહત્ત્વ કંઈક સમજાય. કવિ શોભિત દેસાઈ કહે છે તેમ આકાશ તો મળે પણ ઉડવા માટેની પાંખો પિંજરને તોડવાની જહેમતમાં જ કપાઈ જાય તો ઉડાય કઈ રીતે?
કોઈક નસીબદારને મહેનત વગર, બુદ્ધિ વગર સફળતા પ્રાપ્ત કરતા જોઈએ ત્યારે અફસોસ થાય અને લાગે કે તેને તો બગાસું ખાતાં પતાસું મળી જાય છે. નસીબદાર માણસ જ્યાં હાથ નાખે ત્યાં સોનુ જ સોનુ મળે. થોડી જ મહેનતે મોટી રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય. કદાચ આ બધું તેની આગળની મહેનતનું પરિણામ હોય તેવું પણ બને. નસીબ અને પુરુષાર્થનો આ કોયડો બહુ ગૂઢ અને ગહન છે, તેને ઉકેલવો સહેલો નથી.
આટઆટલી મહેનત અને જહેમત કરી માણસ કંઈ પામી પણ લે કે મોટો મહારથી બની પણ જાય તો ય શું? કંઈ પામવા માટે અનેક લોકોને દુભાવવા પડે, મારું-તારું કરવું પડે, સારું-નરસું કરવું પડે,વહાલાં-દવલા થાય! અને તો પણ અંતે શું? આ પૃથ્વી પર પાંચ-છ ખંડ આવેલ છે, દરેક ખંડમાં અનેક દેશ આવેલ છે, દરેક દેશમાં ઘણાં બધાં રાજ્યો છે અને દરેક રાજ્યમાં લાખો માણસો વસે છે…. એમાં એક માણસની શું વિસાત? શું હેસિયત? આવી તો કેટલીય પૃથ્વી છે આ બ્રહ્માંડમાં. કહેવાય છે કે બ્રહ્માંડમાં તો કેટલીય આકાશગંગા છે અને દરેક આકાશગંગામાં અનેક સૂર્ય છે અને એથી પણ વધુ પૃથ્વી છે! માણસ તો આ બ્રહ્માંડમાં સાવ નાનો, નગણ્ય, ફક્ત ટપકા જેવો છે. અને છતાંય કેવું અભિમાન કરે છે! કવિ દક્ષાબહેન સંઘવી કહે છે તેમ હે માનવ! હવે આ બધું તારું-મારું છોડ. આ બ્રહ્માંડ બહુ વિશાળ છે. આવ આપણે સૌ તેની વિશાળતામાં ભળી જઈએ, સકળમાં મળી જઈએ.
બ્રહ્માંડે આ પૃથ્વી પર તું ટપકા જેવો,
તારું-મારું છોડી ચાલ સકળમાં જોઈએ! ……..
દક્ષાબહેન સંઘવી
સંપર્ક: દર્શા કિકાણી: ઈ –મેલ – darsha.rajesh@gmail.com
સાવ સાચી વાત છે.
સરસ લખાણ .અભિનંદન
આભાર, સોના બહેન!
Nice quote by Poet Shobhit Desai and equally nice article on reality of we, humans in this galaxy by Dakshaben Sanghvi.
I think we must accept whatever is there in our destiny and do not blame anyone but there is no substitute for hard work.Destiny will certainly have some effect of hard work if not in this life but may be in next life if we believe on rebirth not necessarily human only. LIVE LIFE , WORK HARD AND RESULT WILL FOLLOW.
Thanks, Vijay bhai! Very Well said: work hard and results will follow!
ખૂબ મહેનત થી સરસ વિચારો વ્યક્ત …..સમજી ને જીવન માં ઉતારવા જોઇએ.
આભાર, ભરતભાઈ!
ઘણીવાર માણસ બહુ મહેનત કરે છે, પણ નસીબ સાથ નથી આપતું. સમય ખોટો હોય ત્યારે માણસ કંઈ પણ કરે તો ખોટું જ પડે એવું બને છે. મહેનતનું ચોથા ભાગનું પરિણામ પણ ન આવે એવું પણ બને છે. મહેનત કરી કરીને થાકી જાય પણ પરિણામ શૂન્ય આવે તેવું પણ થાય. તેની ધીરજની કસોટી થાય. દોમદોમ સાહ્યબીમાં રાચતા
This is so true – Hardwork and Luck goes together
Very true, Bhargavi! Luck and hardwork go together!
હા, નસીબ -ભાગ્ય અને પુરુષાર્થ , એ બંનેનું જીવનમાં મહત્વ હંમેશા રહે છે. બેમાંથી કોઈ એક પર આંગળી નાં મુકી શકાય. જો બન્ને સંયોગે સરસ હોય, એ મોટુ સદનસીબ…પણ પુરુષાર્થ-સ્ત્રીઆર્થં, એટ્લે મહેનત તો પહેલી શરત..આવશ્યક જ…બીજું બધું ગોઠવાઈ જાય… મહેનત નો પણ આગવો સંતોષ હોય છે…
એકદમ સાચી વાત, પ્રગ્ના બહેન!
કર્મનો નિયમ કહે છે કે ટુકા ગાળાનુ પરિણામ કદાચ ધાર્યુ ન પણ મળે, પરન્તુ સારા કર્મ ક્યારેય નકામા જતા નથી. નીરાશ ન થવુ જોઈએ.
મારી દ્રશ્ટિએ સારા કે ખરાબ નસિબ જેવુ કશુ હોતુ નથી પરન્તુ અણધાર્યા પરિબળો ચોક્કસ પણે પોતાનો ભાગ ભજવી જતા હોય છે.
Thanks, Ketan. Yes, unforseen factors do play an important role.
“અરે ભાગ્ય તો ઘેલું, રહે છે દૂર માંગે તો,
ન માંગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહે જે”
” कर्मण्ये वा अधिकारस्ते मा फलेषु कदाचन”
Absolutely true, Umakantbhai!
Life is a complex mixture of success and failure and one has to be always working towards the best in life and all efforts to be put without thinking of outcome
And like our eyes are on sky and cannot reach it is the reality
The messages are well explained
Good write up
Thank you, Surenbhai!