સચિન દેવ બર્મન અને મન્ના ડે – સૉલો ગીતો : [૨]

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

સચિન દેવ બર્મને રચેલાં મન્ના ડેનાં ગીતો ૩૯ ગીત પૈકી સૉલો ગીતો આપણે યાદ કરી રહ્યાં છીએ. સંગીતકાર – ગાયક તરીકેનાં આ બન્નેનાં સાયુજ્યના ૧૯૫૦થી થયેલ પ્રારંભથી લઈને ૧૯૬૦ સુધીનાં સૉલો ગીતો આપણે ગયા અંકમાં સાંભળ્યાં. આજે હવે એ સફર આગળ ચલાવીએ.

અત્યાર સુધી સચિન દેવ બર્મને મન્ના ડે પાસે ખાસ તો દેવ આનંદ પર ફિલ્માવાયેલાં ગીતો સિવાય ભીખારી ગીતો કે બેકગ્રાઉન્ડ જેવાં ગીતો જ તેમણે મન્ના ડેના સ્વરમાં રેકોર્ડ કરવાનું મુનાસિબ ગણ્યું હોય એવું જણાય છે. દેવ આનંદ પરનાં ગીતો પણ એક હીરોનાં ફાળે આવે એવાં સીધાસાદાં રોમાન્સનાં ગીતો નહોતાં.

આવી ખાસ પરિસ્થિતિઓમાં મન્ના ડેના સ્વરને વાપરવાનાં સચિન દેવ બર્મનનું અકળ વલણ હવે પછીથી, કોમેડીથી લઈને શુદ્ધ શાસ્ત્રીયગીતોના વાળાઢાળાવાળી રોલર કૉસ્ટર રાઈડની જેમ ચકરાતું જણાય છે.

 

ગૈર કા સાથ હૈ ઔર રોજ઼ મુલાક઼ાતે ભી હૈ, પ્યાર ઉસ કે લિયે હમ સે ફકત બાતે હૈ….અરે જાઓ.. હટો..કાહેકો બનાતી જૂઠી બતીયાં – મંઝિલ (૧૯૬૦) – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ગીતની અદાયગી માટે ગાયક, સંગીતકાર, ગીતકાર કે અદાકાર કોને વધારે શાબાશી આપવી એ જ મુશ્કેલ થઇ પડે એવું અદ્‍ભૂત ગીત.

મન્ના ડે શાસ્ત્રીય રાગ પર આધારિત કોમેડી ગીતમાં ટાઈપકાસ્ટ થયા એ ધારાની શરૂઆત આ ગીતમાં છે એમ કહી શકાય.

ભૈરવી રાગમાં દાદરા અંગમાં પરંપરાગત શૈલીમાં થતી રજૂઆતને બદલે સચિન દેવ બર્મને મન્ના ડે પાસે કેટલો અદ્‍ભૂત પ્રયોગ કરાવ્યો તે જોવા પૂરતું ગુલામ અલીના સ્વરમાં આ જ મુખડા પરની એક રજૂઆત સાંભળીએ.

આડવાતઃ

‘હટો.. કાહેકો બનાઓ જૂઠી બતિયાં’ બંદિશની અન્ય કલાકારોએ પણ અલગ અલગ સ્વરૂપે રજૂઆત કરી છે. જોકે તેને વધારે વિગતે માણવા માટે આ બંદિશનો નીતિનભાઈ વ્યાસની ‘બંદિશ એક સ્વરૂપ અનેક’માં તેનો સમાવેશ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈએ.

 

કિસને ચિલમન સે મારા નઝારા મુઝે કિસને ચિલમનસે…. – બાત એક રાત કી (૧૯૬૨) – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

હવે સચિન દેવ બર્મન જ્હોની વોકર માટે મન્ના ડેના સ્વરને પેશ કરે છે. ફિલ્મમાં જ્હોની વોકરની સિગ્નેચર શૈલીમાં ગવાયેલાં બીજાં ગીતો મોહમ્મદ રફીના સ્વરમાં જ છે. બસ, અહીં ગીતને કવ્વાલીની શૈલીમાં એક નવતર પ્રયોગ સ્વરૂપે ધુનમાં વણી લેવાયેલ ખાસી મુશ્કેલ તાનને મન્ના ડેનો સ્વર જ ન્યાય આપી શકે તેમ સચિનદાને લાગ્યું હશે.


 

રોલરરકોસ્ટરની રમતની મજા હવે જોવા મળશે.

 

મત રો માતા લાલ તેરે બહુ તેરે… – બંદીની (૧૯૬૩) – ગીતકાર શૈલેન્દ્ર

રોમ રોમને જાગૃત કરી નાખે તેવી ધુન અને મનની ઊંડાઈઓ સુધી પહોંચે તેવો બુલંદ સ્વર ગીતના શબ્દોને આપણાં ચિત પર કંડારી જવાની અસર કરે છે.


 

પૂછો ન કૈસે મૈને રૈન બિતાઈ – મેરી સુરત તેરી આંખેં (૧૯૬૩)- ગીતકાર શૈલેન્દ્ર

રોલર કોસ્ટર રાઈડમાં સચિન દેવ બર્મન હવે આહિર ભૈરવ રાગના સ્વરમાં વધારે ઊંચાઈઓ સર કરે છે.

ગીતનું એસ ડી બાતિશ સાથેના યુગલ સ્વરોમાં ગવાયેલું વર્ઝન પણ આપણને સુવિદિત જ છે.


 

પ્યારકી આગમેં તનબદન જલ ગયા – ઝીદ્દી (૧૯૬૪) – ગીતકાર હસરત જયપુરી

ફરી એક વાર શાસ્ત્રીય ગાયકીને કોમેડીના પ્રયોગમાં રોલર કોસ્ટરની રાઈડ ડુબકી લગાવે છે. ગીત ભલે કોમેડી સીચ્યુએશન માટે હોય, પણ મન્ના ડે તેમના સ્વર કૌશલ્યના બધા જ રંગ ખીલવી દે છે.


 

હે રામ હે રામ …– ગાઈડ (૧૯૬૫) – ગીતકાર શૈલેન્દ્ર

રોલરકોસ્ટરની રાઈડ હવે સમુહ ભજનના સ્વરોમાં મન્ના ડેના સ્વરમાં સમાયેલ દર્દને ઘૂટે છે.


 

તેરે નૈના તલાશ કરે જિસે વો હૈ તુજી મેં કહીં – તલાશ (૧૯૬૯) – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

કહેવાય છે કે ફિલ્મના નિર્માતા ઓ પી રાલ્હન આ ગીતને મૂકેશના સ્વરમાં ગવડાવવાનો આગ્રહ રાખતા હતા, પણ સચિન દેવ બર્મન માટે તો આ ગીત માટે મન્ના ડેનો સ્વર જ નક્કી હતો.


 

ઓ હમને સુને હૈ લોકોસે યારોં ઐસે કઈ અફસાને ….માને કોઈ ચાહે ના માને, જાને કોઈ ચાહે ના જાને – ઈશ્ક઼ પર જોર નહી (૧૯૭૦) – ગીતકાર આનંદ બક્ષી

રોલર કોસ્ટર પર ફરી એક વાર કોમેડીનું મોજું સવાર છે.


 

આયા મૈ લાયા ચલતા ફિરતા હોટલ – નયા ઝમાના (૧૯૭૧) – ગીતકાર આનંદ બક્ષી

અહીં આપણે જેટલાં કોમેડી ભાવનાં ગીતો સાંભળ્યાં એમાં આ ગીત રોલરકોસ્ટર રાઈડની કોમેડી સવારીને નીચી ગોથ ખવાડાવી દેતું જણાય છે..


 

અંધી પ્રજા અંધા રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા …ઝમાને ધત્‍ તેરે કી – તેરે મેરે સપને (૧૯૭૧) – ગીતકાર નીરજ

‘તેરે મેરે સપને’ એક બહુ સંવેદનશીલ વિષય પર વિજય આનંદે દિગ્દર્શિત કરેલ ફિલ્મ હતી. આ ગીતની સીચ્યુએશન મુજબ પૈસા અને સેવાની ભાવના વચ્ચેના દ્વંદ્વ પર કટાક્ષની વાત લોકો સમક્ષ રજૂ કરવાની છે. ગીતના શબ્દો, ધુન અને ગાયકી એ ભાવને આપણા ચિત્તતંત્ર સુધી પહોંચાડે છે


 

રામપ્રસાદ જય જય …લોકનાથ હાય હાય …કૌન સચ્ચા હૈ ઔર કૌન જૂઠા હૈ, પહેલે યે જાન લો ફિર વોટ દો – ઝિંદગી ઝિંદગી (૧૯૭૨) – ગીતકાર આનંદ બક્ષી

ચુંટણી પ્રચાર જેવા નિરસ વિષય પર પણ આવું સ-રસ ગીત બની શકે!


 

મેરા સબ કુછ મેરે ગીત રે ગીત બિના કૌન મેરા મીત રે – ઝિંદગી ઝિંદગી (૧૯૭૨) – ગીતકાર આનંદ બક્ષી

ગીતની વિડીયો ક્લિપમાં ગીતમાં વણાયેલાં દરદનો સંદર્ભ પણ સમજી શકાય છે.


 

પિયા મૈને ક્યા કિયા, મુઝે છોડ કે જૈયો ના – ઉસ પાર (૧૯૭૪) – ગીતકાર યોગેશ

મન્ના ડેના અવાજની બુલંદીને પૂરેપૂરી દાદ મળે એવા સુરમાં રચાયેલું એક ગીત સાંભળતાં વેંત આપણને છેલ્લાં થોડાં વર્ષોમાં સચિન દેવ બર્મન અને મન્ના ડેના સંયોજનની રોલરકોસ્ટર રાઈડમાં આ અંતિમ મણકો આપણા ભાવ ચિત્તમાં સંધ્યાના ફેલાતા રંગ જેવી ઘેરી અસર છોડી જાય છે.

 

સચિન દેવ બર્મને રચેલાં સૉલો ગીતોની આ ખૂબ વૈવિધ્યપૂર્ણ સફર તો આ સાથે પૂરી થાય છે, પરંતુ આપણે હજૂ સચિન દેવ બર્મને રચેલાં મન્ના ડેનાં યુગલ ગીતોને યાદ કરવાનાં રહ્યાં છે, જે હવે પછીના અંકમાં સાંભળીશું.

3 comments for “સચિન દેવ બર્મન અને મન્ના ડે – સૉલો ગીતો : [૨]

  1. Niranjan Mehta
    February 12, 2018 at 2:28 pm

    આનંદ થયો આ વિગતો જાણીને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *