





– આરતી નાયર
સામાન્યતઃ માયાળુ અને સારાં થવું પ્રશંસનીય ગણાય છે. આપણી આજૂબાજૂ માયાળુ લોકો હોય એ આપણને ખૂબ ગમે. પરંતુ, આજે, ૨૦૧૮માં, હવે સારપની સાથે એક શરત પણ જરૂરી જણાય છે.
હવેના શબ્દો મેં જરા ચોક્કસ મતલબથી ચૂંટી ચૂંટીને મૂક્યા છે.
આપણે ખરેખર બહુ સારાં અને ભલાં લોકો તો જોયાં છે.કદાચ, એ લોકો થોડાં વધારે ભલાં હશે; એટલાં ભલાં કે આજની આ દુનિયા તેમને લાયક નથી. એ લોકો ક્યાંતો ખાસ ધ્યાન અપાયા સિવાય જ તેમની હાજરી પૂરાવતાં રહે છે કે પછી તેમની સારપ ક્યારેક અજાણ્યે નુકશાનકારક કે ચિડવનારી પરવડતી હોય છે.જે લોકો પોતાની હદની બહાર જઈને સારાં થતાં હોય છે તે ક્યારેક વળગણ જેવાં અનુભવાય છે. લોકો બહુ જ વધારે સારાં હોય એવી કોઈ અપેક્ષા પણ નથી કરતું. આજના જમાનામાં, લોકો ખરેખર સારાં જ હોય એ તો ઘણું સારૂં જ છે, પણ તે સાથે તેઓ થોડી સંયમની ભાવના પણ દાખવે એ વધારે સારૂં લાગે. આજે લોકોને એવી અપેક્ષા રહે છે કે સારાં અને ભલાં લોકોને પોતાની સીમારેખાઓનો અને તેમને માટે કેટલે સુધીની જગ્યા આવકાર્ય હશે તેનો તેમને પાકો અંદાજ હોય. હા, મહત્ત્વની બાબતોમાં તેઓ જરૂર માયાળુ અને સારાં બને.
બધાનાં જન્મદિવસ યાદ રાખે અને તે દિવસે શુભેચ્છા પાઠવે એવાં લોકો જરૂર સારાં છે. એ લોકોને કારણે બધાં ખુશ રહે છે. પરંતુ, મને કદાચ એવાં લોકો વધારે ગમશે જે કોઈ સામાન્ય દિવસે, અણીને સમયે, પોતાનાં અગત્યનાં કામોને બાજૂએ રાખીને પણ, પડખે આવીને ઊભે.
આજે તમારી સાથે છાશવારે પાર્ટી કરે કે એવું એવું કરતાં રહે એવાં સારાં લોકો તો બહુ જોવા મળી શકે છે. પણ ખરાં દિલની લાગણીથી તમારે માટે, એકદમ સાચા સમયે, રાંધેલાં અન્ન તૈયાર રાખે કે પોતાનાં ટિફીનમાંથી કાળજીપૂર્વક તમારે માટે કંઈક બચાવી રાખે, એવાં લોકો, મૂઠી ઊંચેરાં, સારાં છે.
પોતાનાં ઘરને ચીવટથી સાફસુથરું રાખે એવાં લોકો બહુ સારાં છે. પરંતુ સફાઈ કામદાર લોકો સામે સપ્રેમ સ્મિત આપીને, તેમને દિલથી ‘કેમ છો?’ એમ પૂછનારાં લોકો જૂજ છે. આવી નાની નાની બાબતોમાં તેમની માયાળુ હોવાની અને સારપ દાખવવાની વૃતિને કારણે આજની દુનિયા વધારે સુંદર બની રહે છે.
આજે એવાં લોકોની વધારે જરૂર છે જેઓ કાળજીપૂર્વક સારાં હોય.
સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.
Very true
ખાસ અઘરુ નથી.. થોડી સભાનતા, થોડા પ્રયત્નો થઈ સારપ વિકસી રહે..