બે ગ઼ઝલ

Facebooktwitterredditpinterestlinkedinmail

દેવિકા ધ્રુવ

                               (૧)

માણસ હવે, માણસને કૈં મળતો નથી.
ને જો મળે, તો એ હવે હસતો નથી.

બેસી રહે છે ‘ફેસબુક’ના જ ફળિયે,
કોઈ તમારા આંગણે જડતો નથી.

દેખાય છે એ ‘ઓન લાઈનો’ ઉપર,
એકલો પડે,પણ એ સૂનો પડતો નથી.

રોજે મઝા માણે છે ‘સેલ્ફી’ હાથ લઈ,
એ ‘સેલ્ફ’ સિવાય, ચાહી પણ શક્તો નથી.

મારી તમારી સૌની છે આ સ્થિતિ હોં!.
માણસ હવે, માણસને ઓળખતો નથી!!

મંદિર હવે મનમાં કરે તો સારું છે.
બાકી એ ખુદમાં પણ, ખરું ભળતો નથી.

જુદા હતા વાર્તાના એ ઈશ્વર બધા,
એમ માનવી, ઈશ્વર કંઈ બનતો નથી!

 

                                  * * *

                                      (૨)

નજર સામે જુઓ છો તે ખરું, એ વાત ખોટી છે.
કહ્યું કોણે કશું ને કેમ, એ પંચાત ખોટી છે.

અગર બહાદુર ખરા જો હો, જવાબો દો ખુમારીથી,
નમાલાને વિના કારણ લગાવો, લાત ખોટી છે.

નકામા વેડફે છે એ સમય, જ્યાં ત્યાં, બધે ખાલી,
કહે છે “જિંદગી લાંબી છે’, એ નિરાંત ખોટી છે.

હવાના એક ઝોંકે તૂટશે ડાળી વને ક્ષણમાં,
‘કરીશું કામ સૌ કાલે”, એ અટકળ સાવ ખોટી છે.

કદી સૂરજને ઢાંકી દઈ પ્રસારે વાદળાં કાળાશ,
સવારે એથી થાય અંધાર, તો એ રાત ખોટી છે.

ઘડ્યાં એણે બધાં પૂતળાં જુદાં ને સાવ જ નોખાં,
બનાવ્યાં તેથી જુદા ઈશ?!! આ માણસ જાત ખોટી છે.

ન જાણે કોઈ અંદરથી કે શું ખૂંચે છે માણસને,
અરીસો સાચું દેખાડે બધું, એ વાત ખોટી છે.

 

clip_image001                                          * * *

સંપર્ક સૂત્રો :
શબ્દોને પાલવડે (બ્લોગ) – http://devikadhruva.wordpress. com
ઈ મેઈલ : Devika Dhruva < ddhruva1948@yahoo.com  >

5 comments for “બે ગ઼ઝલ

 1. January 21, 2018 at 3:19 am

  માણસ હવે, માણસને કૈં મળતો નથી.
  ને જો મળે, તો એ હવે હસતો નથી.
  બન્ને સરસ રચનાઓ.
  સરયૂ પરીખ

 2. January 21, 2018 at 7:01 am

  Vaaah….Devikaben
  Banne Gazal Damdaar Bani Chhe.
  Abhinandan…Vandan??

 3. January 21, 2018 at 9:53 pm

  તમને ગમી તેનો ખૂબ આનંદ, મહેશભાઈ.

 4. Neetin Vyas
  January 22, 2018 at 6:10 am

  બંને ગઝલ વાંચવાની માજા પડી, કોઈ સરસ રીતે સંગીત બધ્ધ કરેતો ગાયકની સાથો સાથ શ્રોતાગણ ને પણ મજા પડી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *