બંદિશ એક, રૂપ અનેક – ૩૯ – “કૌન ગલી ગયો શ્યામ”

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ


આવું સરસ સીધું સાદું વિરહ ગીત કોને રચ્યું હશે તેની ભાળ તો મળી નથી, પણ પગેરું છેક લખનઉના નવાબ વાજીદઅલી શાહના દરબાર સુધી જાય છે. કૃષ્ણ વિરહ કે ભક્તિનાં ગીત સાથે કથ્થકનો સુમેળ એ આપણી સંગીત અને નૃત્ય કલાનું મહત્વનું અંગ છે, 

લલિતા ની વાત:

કૃષ્ણે વૃંદાવન છોડ્યું છે, અને ગોપીઓ એક બીજાને પૂછે છે કે “સખી, કૌન ગલી ગયો શ્યામ?” કોઈ કહે છે કે અમે કૃષ્ણ ને છેલ્લે સખી લલિતા ની સંગાથે જોયેલો, એટલે દરેક લલિતા ને પુછવા લાગે છે, લલિતા કહેછે કે “હા મેં હમણાં જ તેને જોયેલો પણ યાદ નથી તે કઈ ગલીમાં ચાલ્યો ગયો”.

તો સખીઓ કહે છે કે તેના પાછો બોલાવ, અને લલિતા પોતાને જ પૂછે છે કે “કૌન ગલી ગયો શ્યામ…..?” કૃષ્ણ ઘેલી લલિતા શેરીએ શેરીએ પૂછતી ભટકે છે, જવાબ મળે છે કે એતો વૃંદાવન છોડી દ્વારિકા ગયો છે. અને દ્વારિકાની વાટ પકડે છે, મનમાં એક જ રટણ છે કે મારી સખીઓનો સંદેશ કૃષ્ણ ને પહોચાડું કે તમે પાછા આવો.

પડતી આખડતી એ ઘેલી લલિતા દ્વારિકા કૃષ્ણના દરબારમાં પહોંચે છે, અહીં તે સખીઓ – ગોપીઓનો કાનુડો નથી. આ દરબાર તો સુવર્ણ નગરી દ્વારિકા નો અને તેના રાજા નો છે. એ ચિથરેહાલ લલિતાને કૃષ્ણ તરતજ ઓળખી જાય છે લલિતાની એ નિર્દોષ આંખોમાં તેને એ જ વૃંદાવન, તેની ગલીઓ, એ નદી કિનારો અને એ જ તોફાન અને મસ્તીનું વાતાવરણ દેખાય છેઃ, એ જ મસ્તીના મિજાજમાં કૃષ્ણને ટીખળ સૂઝે છે અને લલિતાની આંખમાં આંખ પરોવી કહેછે કે, “સખી, મેં તને ઓળખી નહીં…..”

લલિતા ભાંગી પડેછે….અહીંથી બીજી એક ઠુમરી નો મુખડો શરૂ થાય છે:

“તુમ આ જાઓ રસિયા જમુના કિનારે મોરો ગાંવ”.

(અહીં પ્રસ્તુત કરી છે તે આ વાત હાર્મોનિયમ.કોમ, ન્યુ જર્સી થી નિર્માણ થયેલી વેબસાઈટ ઉપર વાંચવા મળી હતી.}

આમ આ દરેક ઠુમરી નિર્દોષ અને નિસ્વાર્થ પ્રેમ રસ વાતો,મુખ્યત્વે કૃષ્ણ, રાધાની અને સખીઓના પ્રસંગોથી વણાયેલી હોય છે.

આ એક પારંપરિક રચનાની મૂળ બંદિશ રાગ મિશ્ર ખમાજમાં છે.

પ્રથમ સાંભળીયે બનારસ કિરાણા ઘરાણાના પ્રસિદ્ધ ગાયક શ્રી છન્નુલાલ મિશ્રને:

એ જ કિરાના ઘરાણાનાં ગાયિકા પદ્મશ્રી પ્રભા અત્રે

પદ્મભુષણ પરવીન સુલતાના

દિલ્હીનાં વિખ્યાત ઠુમરી ગાયિકા મધુમીતા રે

આજ ઠુમરીનો થોડો જુદો અંદાઝ, ફાલ્ગુની પાઠક:

ઉસ્તાદ બરકત અલી ખાં : ઉસ્તાદ બરકત અલી ખાં, શ્રી બડે ગુલામ અલી ખાનના લઘુ બંધુ, ભાગલા વખતે બંને ભાઈઓ કુટુંબ સહીત પાકિસ્તાન હિજરત કરી ગયા, મોટાભાઈ ભારત પાછા આવ્યા અને બરકત અલી ત્યાં જ રહ્યા, તેમના શિષ્ય એટલે વિખ્યાત ગઝલ ગાયક ગુલામ અલી.

1957માં સંગીત નાટક અકાદમીથી સન્માનિત રસૂલનબાઈ, બનારસી ઘરાણાનાં પ્રસિદ્ધ ઠુમરી ગાયિકા:

વતન વૃંદાવન, પંડિત મહાદેવી પ્રસાદ મિશ્રાનાં શિષ્યા રાગેશ્રી દાસ

શ્રીમતી નીલિમા ઝા

કલકત્તાની રવિન્દ્ર ભારતી વિશ્વવિદ્યાલયના તાનુલ ચક્રવર્તી

ધારવાડના કિરાણા ઘરાણાના યુવા ગાયક કુમાર મરદુર

ગ્વાલિયર ઘરાણા, વીણા સહસ્ત્રબૂદ્ધેનાં શિષ્યા ઉર્વશી શાહ

કલકત્તાના બેલુરમઠના પ્રખ્યાત ભજનિક શ્રી ભોળાનાથ મુખરજી

પંડિત નિહારરંજન બેનરજી વિષ્ણુપુર ઘરાણાના સુપ્રસિદ્ધ ગાયક

આ ઠુમરીનો ફિલ્મમાં ઉપયોગ:

લીલા ચીટણીસના સ્વરમાં, નૌશાદની બંદિશ : 1941ની ફિલ્મ ‘કંચન’ 

શરૂઆતમાં આપણે પરવીન સુલતાનાના કંઠે આ બંદિશ સાંભળી, તેનો બખૂબી ઉપયોગ ફિલ્મ “પાકીઝા”ના એક દ્રશ્ય માં

1959 ની ફિલ્મ ‘મધુ’, સંગીત રોશન અને અવાજ લતા મંગેશકર

આ જ ગીત મન્ના ડે માં અવાજમાં – અમીન સાયાણીની ઉદઘોષણા સાથે

નૃત્યમાં રજૂઆત:

આ ઠુમરી સાથે નૃત્ય: સ્વર  સુલક્ષણા પંડિત, કલાકાર અને ફિલ્મનું નામ જાણી શકાયું નથી, 

એક સરસનૃત્યની રજૂઆત સુંદર ગાયન સાથે, કલાકારોના નામ જાણી શકાય નથી

સરસ ભાવ નૃત્ય

તન્વીર નૃત્યશાળાની વિદ્યાર્તીનીઓ

અને અંતમાં માણીયે બાંસુરી વાદન: કલાકાર બનારસના સૌરભ બાનુધ

હંમેશ મુજબ આપ વાચકોનાં સૂચનો અને સલાહ આવકાર્ય છે.


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

8 comments for “બંદિશ એક, રૂપ અનેક – ૩૯ – “કૌન ગલી ગયો શ્યામ”

 1. Niranjan Mehta
  January 20, 2018 at 9:29 am

  જે સરસ નૃત્ય આપે જણાવ્યું છે અને જેના કલાકારોની માહિતી નથી તે છે ગાનાર કલાકાર બિશ્વજીત દાસગુપ્તા અને નૃત્યાંગના અલોક્પર્ણ ગુહા. આ કાર્યક્રમ ‘દિશા’ વાર્ષિક સમારોહ ૨૦૧૭મા યોજાયો હતો

  • Neetin Vyas
   January 20, 2018 at 8:44 pm

   શ્રી નિરંજનભાઈ,
   આપના પ્રતિભાવ અને પૂરક માહિતી બાદલ આભાર.
   “દિશા” ના આયોજકો ને આવા સુંદર કાર્યક્રમો યોજવા બદલ અભિનંદન.
   -નીતિન

 2. January 20, 2018 at 1:44 pm

  ઉપર સુલક્ષણા પંડિતના ગાયન પર જે નૃત્ય રજૂ કરાયું છે તે ૧૯૮૦ની ફિલ્મ ‘પાયલ કી ઝંકાર’નું છે. સંગીત રાજ કમલનુમ હતું. અને પરદાપર ગીતને અદા કર્યું છે કોમલ મહુઆકરે.

  • Neetin Vyas
   January 22, 2018 at 3:07 pm

   Ashokbhai,
   Thank you for providing missing information.
   My regards,

 3. January 20, 2018 at 8:16 pm

  ઘણા દિવસો સાંભળતાં નિતિનભાઈને યાદ કરશું. આભાર.

 4. January 22, 2018 at 1:46 am

  ઠુમરી સાથે કથક નૃત્ય.વાહ નિતિનભાઇ, સુંદર કામ .આભાર.

 5. Prasanna Kane
  January 24, 2018 at 8:31 am

  I am so proud of you Nitin that you are doing a great service by compiling such Bandishes.

 6. vijay joshi
  January 26, 2018 at 7:16 am

  Wow! Incomparable compilation of one of my favorite genres (Thumri) with such an eclectic collection filled to the rim with incredible gems. Never before have i ever enjoyed such a rich trove of diversity of styles of gharanas assembled in
  one collection. Thank you Nitinbhai for serving up this incredible feast. Music to my ears, indeed!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *