ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (3

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

આ શ્રેણીનો પ્રથમ લેખ ૨૪.૧૧.૨૦૧૭ના રોજ વે.ગુ. પર મુકાયો હતો જેમાં (A)ને લગતી ફિલ્મોનો ઉલ્લેખ હતો. ત્યાર બાદ (B) શીર્ષકવાળી ફિલ્મો વિષેનો લેખ ૧૬.૧૨.૨૦૧૭ના રોજ મુકાયો હતો.

આજે આગળ વધીએ અને (C) – (ચ અને છ) શીર્ષકવાળી ફિલ્મો વિષે જાણકારી લઈએ.

 

૧૯૪૯મા આવેલી ફિલ્મ ‘દિલ્લગી’નું ગીત છે

चार दिन की चांदनी थी फिर अंधेरी रात

શકીલ બદાયુનીના શબ્દોને સુરૈયાએ ગાયું છે જેનું સંગીત છે નૌશાદનું. કલાકાર પણ સુરૈયા.

આ શબ્દોના શીર્ષકવાલી ફિલ્મ આવી હતી ૨૦૧૨મા.

 

૧૯૫૪ની ફિલ્મ ‘શબાબ’નું આ સુમધુર હાલરડું અત્યંત લોકપ્રિય છે.

हो चंदन का पलना रेशम की डोरी

શકીલ બદાયુનીના શબ્દોને નૌશાદે સજાવ્યા છે અને ગાયું છે હેમંતકુમારે

‘ચંદન કા પલના’ શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૬૭મા.

 

‘નૌકરી’ નામની ફિલ્મ જે ૧૯૫૪મા આવી હતી તેમાં ગીત હતું

छोटा सा घर होगा बादलो की छांव में

કિશોરકુમાર અને શીલા રામાની પરનું આ ગીત ગાયું છે કિશોરકુમાર અને ઉષા મંગેશકરે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત સચિનદેવ બર્મનનું.

આ શબ્દો સાથેના શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૯૬મા

 

छोड़ दो आँचल ज़माना क्या कहेगा

૧૯૫૭ની ફિલ્મ ‘પેયિંગ ગેસ્ટ’નું આ ગીત સદાબહાર રહ્યું છે. દેવ આનંદ અને નૂતન પર આ ગેટ રચાયું છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત સચિન દેવ બર્મનનું. ગાનાર કલાકાર આશા ભોસલે અને રફીસાહેબ.

આ જ શબ્દોના શીર્ષકવાળી ફિલ્મ ૨૦૦૩મા આવી હતી.

 

૧૯૬૧ની ફિલ્મ હતી ‘હમ હિન્દુસ્તાની’ જેમાંનું ગીત છે

छोडो कल की बातें कल की बातें पुरानी
नए दोरमे लिखेंगे मिलकर नयी कहानी

ગીતના કલાકાર છે સુનીલ દત્ત જેના શબ્દો પ્રેમ ધવનના અને સંગીત ઉષા ખન્નાનું. ગાનાર કલાકાર મુકેશ.

૨૦૧૨મા छोडो कल की बातें નામની ફિલ્મ આવી હતી.

 

દોસ્તની યાદમાં ગવાતું ગીત છે ૧૯૬૪ની ફિલ્મ ‘દોસ્તી’નું

चाहूंगा मै तुज़े सांज सवेरे

फिर भी कभी अब नाम को तेरे आवाज़ मै ना दूंगा

બાળકલાકાર સુધીરકુમાર આ ગીતના કલાકાર છે. ગીતના શબ્દો મજરૂહ સુલતાનપુરીના અને સ્નાગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે રફીસાહેબનો.

चाहूंगा मै तुज़े सांज सवेरे આ જ શબ્દોના શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૯૩માં.

 

૧૯૬૪ની જ ફિલ્મ ‘કશ્મીર કી કલી’નું ગીત

ये चाँद सा रोशन चहेरा झुल्फो का रंग सुनहरा

એસ.એચ.બિહારીના શબ્દો અને ઓ.પી.નય્યરનું સંગીત. ગાનાર કલાકાર રફીસાહેબ. ગીત શમ્મીકપૂર પર રચાયું છે,

चाँद सा रोशन चहेरा શીર્ષકવાળી ફિલ્મ ૨૦૦૫મા આવી હતી.

 

૧૯૭૨ની ફિલ્મ ‘પાકીઝા’નાં ગીતોને કેમ ભૂલાય? તેમાનું એક ગીત છે

चलो दिलदार चलो चाँद के पार चलो

રાજકુમાર અને મીનાકુમારી પર આ ગીત રચાયું છે જેના ગાનાર કલાકાર છે લતાજી અને રફીસાહેબ. ગીતકાર કૈફ ભોપાલી અને સંગીતકાર ગુલામ મહંમદ.

चाँद के पार चलो શબ્દોના શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૦૬મા

 

૧૯૭૩ની ફિલ્મ ‘યાદોં કી બારાત’નું આ ગીત પણ શીર્ષક તરીકે વપરાયું છે:

चुरा लिया है तुमने जो दिल को

ઝીનત અમાન પરનું આ ગીત ગયું છે આશા ભોસલેએ જેના શબ્દો મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આર. ડી બર્મનનું.

૨૦૦૩મા चुरा लिया है तुमने નામવાળી ફિલ્મ આવી હતી.

 

૧૯૭૮ની ફિલ્મ ‘બેશરમ’નું ગીત છે

चोरी चोरी चुपके चुपके मिलाने मै आती हु

શર્મિલા ટાગોર પર આ ગીત રચાયું છે જેના શબ્દો યોગેશના છે અને સંગીત કલ્યાણજી આણંદજી. ગાના લતાજી.

चोरी चोरी चुपके चुपके આ જ શબ્દોના નામવાળી ફિલ્મ ૨૦૦૧મા આવી હતી.

 

चल मेरे भाई तेरे हाथ जोड़ता हूँ

અમિતાભ બચ્ચન અને રિશીકપૂર ઉપર રચાયેલ આ ગીતનું સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું છે અને શબ્દો આનંદ બક્ષીના છે. ગાનાર રફીસાહેબ. શરૂઆતમાં બંને કલાકારો વચ્ચેનો સંવાદ પણ મુકાયો છે.

चल मेरे भाई નામ ધરાવતી ફિલ્મ આવી હતી ૨૦૦૦માં.

 

‘બડે મિયાં છોટે મિયાં’નું આ ગીતે તો ત્યારે ધૂમ મચાવી હતી.

चलो डिस्को में जाए कीसी होटलमें खाये

ગોવિંદા અને રવિના ટંડન પર આ ગીત છે જેના શબ્દો સમીરના અને સંગીત વીજુ શાહનું. ગાનાર કલાકાર અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણ.

આ ગીતની આગળ શબ્દો આવે છે

चलो इश्क लड़ाए चलो इश्क लड़ाए

આ શબ્દોવાળી ફિલ્મ ૨૦૦૦મા આવી હતી.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

1 comment for “ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (3

  1. Mahendra Vora
    January 29, 2018 at 6:12 am

    Very nice research, thks for sharing..Mahendra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *