૧૦૦ શબ્દોની વાત : નિખાલસ ક્ષમાયાચનાની શક્તિ

તન્મય વોરા

સંસ્થાઓ આપણાં જેવાં છાસવારે ભુલો કરતાં મનુષ્યોની જ બનેલી હોય છે.પરંતુ, કૉર્પોરૅટ જગતમાં, આપણે કેટલી વાર, ખરાં દિલની, ક્ષમાયાચના માગીએ/જોઇએ છીએ?

તેમાં પણ અગ્રણી હોવાને નાતે, માફી માગવી આપણા માટે ઑર મુશ્કેલ છે. તેને બદલે આપણે બહાનાંઓ અને સ્વ-બચાવનો માર્ગ પકડી લઇએ છીએ. નવા નકશાઓની બાબતે, ઍપલના મુખ્ય સંચાલક, ટીમ કુકે જાહેરમાં માફી માગી અને એપલની ખ્યાતિનું એક વધારે પ્રમાણ પૂરૂં પાડ્યું.

માફી માગવી એ પ્રબળ વ્યક્તિત્વની નિશાની છે. તે અનુકંપા બતાવે છે, તમને /બીજાંને અપરિવર્તનશીલ ભૂતકાળમાથી બહાર કાઢે છે અને વિશ્વનીયતા પેદા કરે છે.

માફી માત્ર શબ્દોની સુઘડ રચના નથી.તેની પાછળ, લગભગ દરેક વખતે, આનુષાંગીક પગલાં પણ લેવાં જોઇએ.

– – – – –

આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.