૧૦૦ શબ્દોની વાતઃ આ..હા..,તારી સંભાવનાઓ!

Facebooktwitterredditpinterestlinkedinmail

ઉત્પલ વૈષ્ણવ

 

તારી ખોજને કારણે

સમગ્ર સફર

સાચે જ અર્થસભર

બની રહી છે…

 

તું નજર સામે આવતાં જ મારી આંખ હસી પડે છે

અને એ ઘડીને સંઘરી લે છે.

 

આ શરૂ થયેલ સફરમાં

અંધારાં અજવાળાં

અનિશ્ચિતતાઓ અને પડકારો

સફળતાઓ અને વિફળતાઓ

આવતાં રહેશે…

 

એ જેટલું જોઇ શકશે

તેટલું સર્વ જોશે પણ.

 

આજની ધડીનો

મતલબ લુપ્ત થઇ

ભાવિ આજની ઘડીનાં રૂપે

અવતરવાનો પણ હોય…

 

તે વચ્ચે પ્રેરણા આપતી રહે

જે થકી કરવાં જ જોઇએ

તે સઘળાં કાર્યો કરીએ

અને સર્વગ્રાહી જવાબદારી નિભાવીએ.

 

તેથી જ તો તે આટલી પ્રભાવશાળી છે…

આપણે જેવાં કાર્યો કરતાં જઇએ

તેમ તેમ વધારે શક્તિશાળી બનતાં જાઇએ છીએ.

 

આ…હા..તારી સંભાવનાઓ!

                              *+#*+#*+#*+#

શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *