





નિરંજન મહેતા
સૌ પ્રથમ રસિકજનોને સન ૨૦૧૮ની શુભેચ્છાઓ.
सबको मुबारक नया साल
૧૯૫૪ની ‘ફિલ્મ સમ્રાટ”માં આશા ભોસલે હેમંત કુમારની સ્વર રચનામાં રાજેન્દ્ર કૃષ્ણના શબ્દોમાં નવાં વર્ષની મુબારક કહે છે.
हेप्पी न्यु यर टु यु
૧૯૭૫ની ફિલ્મમાં નવાં વર્ષની મુબારકને અભિવ્યક્ત કરતાં બે ગીતો હતાં. જેમાની આ પહેલી ક્લિપમાં નવાં વર્ષની ઉજવણીની મહેફિલમાં નૃત્ય સાથે ગવાતું ગીત શૈલેન્દ્ર સિંધના સ્વરમાં છે.
साल मुबारक साहेब जी
આ જ ફિલ્મનું રાજ કપૂર અને રાજેન્દ્ર કુમાર પર અનુક્રમે મૂકેશ અને મોહમ્મદ રફીના સ્વરોમાં ગવાયેલું એક ગીત પણ યુ ટ્યુબ પર સાંભળવા મળે છે, જે મોટા ભાગે ફિલ્મમાં લેવાયું નથી લાગતું.
નવું વર્ષ શરૂ થવાના થોડા સમય પહેલાં નવા વર્ષે કઈ રજાઓ ક્યારે આવે છે તેની નોંધ લેવાય છે અને જો ત્રણ/ચાર દિવસની સળંગ રજાનો લાભ મળતો હોય તો ક્યાંક ટૂંકા અંતરના પર્યટનનો પણ વિચાર આવી શકે.
રજાઓની વાત કરીએ તો આવનાર વર્ષના મહત્વના તહેવારો પણ નજરમાં આવે. આવા તહેવારોને આપણી હિંદી ફિલ્મોમાં સાંકળી લેવાયા હોય છે અને તેનો આસ્વાદ અહીં કરશું.
સૌ પ્રથમ યાદ આવે મકરસંક્રાંતિ અને તેની સાથે યાદ આવે પતંગની મહેફિલ.
૧૯૪૯ની ફિલ્મ ‘દિલ્લગી’માં નૌશાદે શારદા અને તેની સખીઓની પતંગ ઉડાડવાની મજાને ઉમા દેવી અને શમશાદ બેગમના સ્વરોમાં સ્વ્રરબધ્ધ કરેલ છે.
मेरी प्यारी पतंग चली बादलके संग
૧૯૫૪ની ‘નાગીન’માં સંગીતકાર હેમંત કુમારે પતંગ ઉડાડવાની મજાને એક નૂત્ય ગીત સાથે વણી લીધી છે.
अरे छोड दे सजनीया छोड दे पतंग मोरी छोड दे
રાજેન્દ્ર કૃષ્ણના બોલને હેમંત કુમાર અને લતા મંગેશકરે સ્વર આપ્યો છે.
૬૦ વર્ષ પર ૧૯૫૭મા આવેલી ફિલ્મ ‘ભાભી’નું આ ગીત તો હજી પણ માણવા લાયક છે.
चली चली रे पतंग मेरी चली रे
चली बदल के पार हो के डोर पे सवार
सारी दुनिया ए देख देख जली रे
નંદા અને જગદીપ પર આ ગીત રચાયું છે જેના ગીતકાર છે રાજીન્દર ક્રિષ્ણ અને સંગીતકાર ચિત્રગુપ્ત. ગીતને સ્વર સાંપડ્યો છે લતાજી અને રફીસાહેબનો.
૧૯૯૯મા આવેલી ફિલ્મ ‘હમ દિલ દે ચુકે હૈ સનમ’માં પણ આને લાગતું ગીત છે:
कायपो छे
ये ढील दे ढील दे दे रे भैया
મહેબૂબના શબ્દોને સંગીતમાં ઢાળ્યા છે ઈસ્માઈલ દરબારે. પતંગ ચગાવનાર ટોળીમાં છે સલમાન ખાન, ઐશ્વર્યા રાય, સ્મિતા જયકર અને વિક્રમ ગોખલે. ગીતના ગાનાર કલાકારો છે શંકર મહાદેવન, કે.કે., જ્યોત્સના હાર્ડિકર અને ડોમિનિક સેરેજો.
ત્યાર પછી છેક ૨૦૧૭મા આવેલી ફિલ્મ ‘રઈસ’નું આ ગીત પણ જાણીતું થઇ ગયું.
उड़ी उड़ी जाय
उड़ी उड़ी जाय
दिल की पतंग देखो
उड़ी उड़ी जाय
માહિરા ખાન અને શાહરૂખ ખાન પર આ ગીત ફિલ્માવાયું છે જેના શબ્દો છે જાવેદ અખ્તરના. સુખવિંદર સિંહ, ભૂમિ ત્રિવેદી અને કરસન સાગઠીયાના સ્વરમાં રચાયેલ આ ગીતના સંગીતકાર છે રામ સંપથ.
ઉતરાણ પછી મહત્વનો તહેવાર છે શિવરાત્રી. ભગવાન શિવની ઉપાસનાના ભક્તિગીતો કેટલીયે ફિલ્મોમાં અપાયા છે જેમાના થોડાકની નોંધ લઉં છું.
૧૯૫૪મા તો ‘શિવરાત્રી’ નામની જ ફિલ્મ આવી હતી. જેનું એક ગીત છે
आ गयी महाशिवरात्री पधारो शंकरजी
आरती उतरे पार उतारे शंकरजी
ગીતનો વીડિઓ જોતા લાગે છે કે તે પાર્શ્વભૂમિમાં મુકાયું છે. ગીતના શબ્દો છે ગોપાલ સિંહ નેપાલીના અને સંગીત છે ચિત્રગુપ્તનું. ગાનાર કલાકાર આશા ભોસલે અને સાથીદારો.
(મુખ્ય કલાકાર નિરુપા રોય અને ત્રિલોક કપૂર)
૧૯૭૨મા આવેલી ફિલ્મ ‘મહા શિવરાત્રી’માં પણ આવું જ ગીત છે:
आयी महा शिवरात्री
आयी महा शिवरात्री सिद्धी की दासी
सकल भाव भय हारी
जय महादेव मंगलकारी
નારદનું પાત્ર ભજવતા કલાકાર (આશિષકુમાર?) આ ગીત ગાય છે જે એક સમૂહગાન છે. ગીતમાં મહિલા સ્વર છે પણ કોઈ મહિલા કલાકારને દર્શાવાઈ નથી. ગીતના ગાનાર કલાકારો છે મહેન્દ્ર કપૂર અને લક્ષ્મી નાયામપલ્લી. ગીતના રચયિતા છે બી.ડી.મિશ્રા અને સંગીતકાર છે એસ.એન.ત્રિપાઠી.
૧૯૮૬મા આવેલી ફિલ્મ ‘લોકેટ’માં પણ મહા શિવરાત્રીને લાગતું ગીત છે. લાગે છે કે ભાંગની અસરમાં આ ગીત ગવાયું છે
आज तो है शिवरात्रि भैया
शिवजी का है दिन
ફિલ્મના મુખ્ય કલાકાર છે રેખા અને જીતેન્દ્ર પણ વીડિઓમાં કલાકારો નથી દેખાડાયા. ગીતના રચયિતા છે ગૌહર કાનપુરી અને સંગીત છે બપ્પી લહેરીનું. કંઠ આપ્યો છે બપ્પી લહેરી, લતાજી અને કિશોરકુમારે.
૧૯૯૨માં આવેલી ફિલ્મ ‘શિવ મહિમા’માં નીચેનું ગીત છે:
सारे गाँव से दूध मंगाकर पिंडी को नहेला दो
भोले को नहेला दो मेरे शंकर को नहेला दो
જે. કે. સત્પાલના શબ્દોને સંગીત આપ્યું છે અરૂણ પૌડવાલે અને સ્વર છે અનુરાધા પૌડવાલનો. કલાકાર છે રેશમા?
આપણી આ શ્રેણીમાં હવે પછી આપણે આપણા અન્ય ઉત્સવોનાં ગીતોને પણ સમયે સમયે યાદ કરતાં રહીશું.
+ + + + +
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
Excellent.Enjoyable.
આભાર. તમને ગમ્યું તેનો આનંદ.